હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ
સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત, ગાંધીનગર દ્વારા રાજ્યમાં ચાલતી બાસ્કેટબોલ અને ડી. એલ. એસ. એસ. માટે ૨૦૨૨-૨૦૨૩ માં નવા ખેલાડીઓના પ્રવેશ માટેની પ્રક્રીયા હાથ ધરવામાં આવી છે. જેના ભાગરૂપે ગીર સોમનાથ જિલ્લામાં હાઇટ હંટનું આયોજન ૨૪/૦૭/૨૦૨૨ના ૯.૦૦ કલાકે શ્રી સોમનાથ એકેડેમી બાયપાસ રોડ, કોડીનાર ખાતે કરવામાં આવ્યું છે.
વય અને વર્ષ પ્રમાણે ઉંચાઇમા જેમા ૧૦ વર્ષની વય ધરાવતા અને જન્મનુ વર્ષ ૨૦૧૩ તેવા બહેનોની ઉંચાઇ ૧૪૮ અને ભાઇઓની ઉંચાઇ ૧૪૬, ૧૧ વર્ષની વય ધરાવતા અને જન્મનુ વર્ષ ૨૦૧૨ તેવા બહેનોની ઉંચાઇ ૧૫૪ અને ભાઇઓની ઉંચાઇ ૧૫૦, ૧૨વર્ષની વય ધરાવતાઅને જન્મનુ વર્ષ ૨૦૧૧ હોય તેવા બહેનોની ઉંચાઇ ૧૬૦ અને ભાઇઓની ઉંચાઇ ૧૫૪,
૧૩ વર્ષની વય ધરાવતા અને જન્મનુ વર્ષ ૨૦૧૦ તેવા બહેનોની ઉંચાઇ ૧૬૫ અને ભાઇઓની ઉંચાઇ ૧૬૦, ૧૪ વર્ષની વય ધરાવતા અને જન્મનુ વર્ષ ૨૦૦૯ તેવા બહેનોની ઉંચાઇ ૧૭૩ અને ભાઇઓની ઉંચાઇ ૧૬૪, ૧૫ વર્ષની વય ધરાવતા અને જન્મનુ વર્ષ ૨૦૦૮ તેવા બહેનોની ઉંચાઇ ૧૮૦ અને ભાઇઓની ઉંચાઇ ૧૬૮ અને ૧૬ વર્ષની વય ધરાવતા અને જન્મનુ વર્ષ ૨૦૦૭ તેવા બહેનોની ઉંચાઇ ૧૮૬ અને ભાઇઓની ઉંચાઇ ૧૭૦, ૧૭ વર્ષની વય ધરાવતા અને જન્મનુ વર્ષ ૨૦૦૬ હોય તેવા બહેનોની ઉંચાઇ ૧૮૮ અને ભાઇઓની ઉંચાઇ ૧૭૪, ૧૮ વર્ષની વય ધરાવતા અને જન્મનુ વર્ષ ૨૦૦૫તેવા બહેનોની ઉંચાઇ ૧૯૦ અને ભાઇઓની ઉંચાઇ ૧૭૫, ૧૯ વર્ષની વય ધરાવતા અને જન્મનુ વર્ષ ૨૦૦૪ હોય તેવા બહેનોની ઉંચાઇ ૧૯૦+ અને ભાઇઓની ઉંચાઇ ૧૭૫+ તેવા વય અને વર્ષ પ્રમાણે ઊંચાઈ ધરાવતા ભાઈઓ અને બહેનો હાઇટ હંટમાં ભાગ લઇ શકશે.
હાઇટ હંટમાં ભાગ લેવા ઇચ્છતા ભાઇ-બહેનોએ ઓરીજન આધાર કાર્ડ અને જન્મ તારીખના દાખલા સાથે તા.૨૪/૦૭/૨૦૨૨ના સવારે ૯.૦૦ કલાકે શ્રી સોમનાથ એકેડમી બાયપાસ રોડ, કોડીનાર ખાતે હાજર રહવાનું રહેશે. તેમજ વધુ વિગત માટે શ્રીશિવમ ઉપાધ્યાય મો.૯૫૫૮૯૭૪૧૧૪ પર સંપર્ક કરવા જિલ્લા રમત વિકાસ અધિકારી જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર ગીર સોમનાથની યાદીમાં જણાવવામાં આવ્યું છે.