ધ્રાંગધ્રા ખાનગી હોસ્પિટલો ના ડોક્ટરોએ એક દિવસીય સંપૂર્ણ બંધ પાડીને મેડિકલ એસોસિયન ના સમર્થન માં જોડાતા સરકારી હોસ્પિટલ માં દર્દીઓ ઉભરાયા

હિન્દ ન્યુઝ, ધ્રાંગધ્રા

સુરેન્દ્રનગર જીલ્લા ના ધ્રાંગધ્રા શહેર તથા તાલુકાના ખાનગી ડોક્ટરોએ ૨૪ કલાક સેવાઓ બંધ રાખીને આજે હળતાલ માં જોડાયા હતા જેમાં ધ્રાંગધ્રા શહેર તેમજ તાલુકાની 50 જેટલી હોસ્પિટલ માં ઇમરજન્સી સારવાર અને ઓપીડી ૨૪ કલાક માટે બંધ રાખી હળતાલમાં જોડાયા હતા. ફાયર એમઓસી અને આઈ સી યુ માટેના નિયમો સહિત સરકારના અન્ય આદાશોને લઈને વિરોધ દર્શાવવામાં આવ્યો હતો જેના કારણે તબીબોએ આજે એક દિવસીય હળતાલ યોજી હતી અને જ્યારે એક દિવસ માં ખાનગી હોસ્પિટલમાં તબીબો દ્રારા હડતાળ પાડતા દર્દીઓ માં ભારે મુશ્કેલીઓ સર્જાય હતી ધ્રાંગધ્રા ની એક માત્ર સરકારી હોસ્પિટલમાં ખાતે ઓ.પી.ડી.સહિત ઇમરજન્સી દર્દીઓ નો ઘસારો જોવા મળ્યો હતો.લોકો પોતાની સારવાર માટે ઉમટી પડયા હતા

રિપોર્ટર : સલીમ ઘાંચી, ધ્રાંગધ્રા

Related posts

Leave a Comment