હિન્દ ન્યુઝ, દિયોદર
સરકારની સુચના હોવા છતાં દીઓદર TPEO દ્વારા શિક્ષકોના CPF કપાતના નાણાં સમયસર જમા થતાં નથી, LIC કપાતના નાણાં નિયમિત રીતે LIC માં મોકલવામાં આવતાં નથી, ઉચ્ચતર પગારધોરણના પ્રશ્નો પેન્ડિંગ છે, શિક્ષકોને આઈ કાર્ડ ઇસ્યુ કરવામાં આવતાં નથી, સેવાપોથીઓ અદ્યતન કરવામાં આવતી નથી તેમજ ડુપ્લીકેટ સેવાપોથી બનાવી આપવામાં આવતી નથી તેમજ શિક્ષકોના પુરવણી બિલ 6 માસથી ચૂકવાયા નથી – જેવા પ્રશ્નોને લઈને દિયોદર પ્રાથમિક શાળા નંબર 2 ના આચાર્યએ TPEO ને અવારનવાર રજૂઆત કરવા છતાં પરિણામ ન આવતાં પત્ર લખીને સમયમર્યાદામાં પ્રશ્નોનું નિરાકરણ લાવવા અલ્ટીમેટ આપ્યું છે.
બનાસકાંઠા જિલ્લાના વિવિધ તાલુકા માં આ પ્રશ્ન નું નીવાકરણ આવી ગયું છે તો દિયોદર માં કેમ નહિ ? શું કારણ થી અટવાયું છે ? એ પ્રશ્ન નો હલ ક્યારે થશે એ હવે જોવું રહ્યું.
અહેવાલ : કનુ જોષી, દિયોદર