હિન્દ ન્યુઝ, ભાવનગર
સમાજમાં દીકરીઓની ઘટતી જતી સંખ્યાની બાબતને ધ્યાને લઇ ભાવનગર જિલ્લામાં પી.સી. એન્ડ પી.એન.ડી.ટી એક્ટ અંતર્ગત રજીસ્ટર્ડ ક્લિનિક ખાતે સી.સી.ટી.વી. કેમેરા મુકવા અંગે જિલ્લા એડવાઇઝરી કમિટીની મિટિંગમાં થયેલ સૂચના અન્વયે ભાવનગર શહેર અને જિલ્લાના સમગ્ર વિસ્તારમાં પ્રી-કન્સેપ્સન એન્ડ પ્રી-નેટલ ડાઈનોસ્ટીક ટેકનીક અંતર્ગત રજીસ્ટર થયેલા તમામ ક્લિનિક માટે ફોજદારી કાર્યરીતી અધિનિયમ-૧૯૭૩ ની કલમ-૧૪૪ હેઠળ ક્લિનિક ઉપર સી.સી.ટી.વી. કેમેરા લગાવવાં અને તેના ડેટા ત્રણ માસ સુધી જાળવી રાખવાં જાહેરનામું બહાર પાડવાં જિલ્લા એપ્રોપ્રીએટ ઓથોરિટી (પી.સી. એન્ડ પી.એન.ડી.ટી.) અને મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી, જિલ્લા પંચાયત, ભાવનગર દ્વારા દરખાસ્ત થતાં બી.જે.પટેલ, અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ, ભાવનગર દ્વારા ફોજદારી કાર્યરીતિ અધિનિયમ-૧૯૭૩ (૧૯૭૪ નો બીજો અધિનિયમ) ના કાયદાની કલમ-૧૪૪ હેઠળ ભાવનગર શહેર અને જિલ્લાના સમગ્ર વિસ્તારમાં પ્રી- કન્સેપ્સન એન્ડ પ્રી-નેટલ ડાયગ્નોસ્ટીક ટેક્નિક અંતર્ગત રજીસ્ટર થયેલાં તમામ ક્લિનિક ઉપર સી.સી.ટી.વી. કેમેરા લગાવવાં અને તેનો ડેટા ત્રણ માસ સુધી જાળવી રાખવાં અંગેનું જાહેરનામું બહાર પાડવામાં આવેલ છે. આ જાહેરનામાનો ભંગ કરનાર ભારતીય દંડ સંહિતાની કલમ-૧૮૮ મુજબ શિક્ષાને પાત્ર થશે. આ જાહેરનામું તા.૦૬/૦૮/૨૦૨૨ સુધી અમલમાં રહેશે.
બ્યુરો ચીફ (ભાવનગર) : હકીમ ઝવેરી