રાધનપુર શહેર માં ઘણા સમય થી લઇ ને રખડતા ઢોરો નો ત્રાસ જોવા મળી રહ્યો છે અને હજુ હમણાં જ આખલા ના આતંક થી એક યુવાને જીવ પણ ખોયો છે છતાંય હજુ રાધનપુર શહેર માં તંત્ર દ્વારા કોઈ કામગીરી હાથ ધરવામાં આવી નથી જે આપેલ દૃશ્યો માં જોઈ શકાય છે. રાધનપુર શહેર માં દિવસે ને દિવસે રખડતા ઢોરો અને આખલાઓ નો આતંક હચમચાવી રહ્યો છે શહેરીજનો ત્રાસ પોકારી ગયા છે ક્યારે કામગીરી હાથ ધરવામાં આવશે અને ક્યારે નિર્દોષ લોકો ને ન્યાય મળશે જે જોવું રહ્યું. રખડતા ઢોર તેમજ ખાસ કરી ને આખલાઓ ના આતંક થી અવર નવાર બનાવો વધી રહ્યા છે, હાલ સહેરી જનો નાના છોકરાઓ ને આખલા ના આતંક ના લીધે લેવા જવા મૂકવા જવા માટે મજબૂર બની રહ્યા છે,
આખલા ઓ ના આતંક ના લીધે વાહન ચાલકો ખૂબ જ પરેશાન થઈ રહ્યા છે તથા રાહદારીઓ ને પણ મુશ્કેલીઓ નો સામનો કરવો પડી રહ્યો છે, રસ્તા વચ્ચે આખલાઓ હજુ રાધનપુર શહેર માં એનો એજ આતંક મચાવી રહ્યા છે, દૃશ્યો રાધનપુર ચાર રસ્તા બસ ડેપો થી લઇ વડપાસર તળાવ સુધી ના છે જ્યાં આખલાઓ હજુ રસ્તા પર ફરી રહ્યા છે આ શહેર નો મુખ્ય માર્ગ હોઈ ત્યારે પ્રશ્ન એ છે કે ક્યારે કામગીરી હાથ ધરવામાં આવશે અને નગર પાલિકા રાધનપુર દ્વારા ક્યારે આ આખલાઓ ના આતંક થી છુટકારો મળશે, ક્યારે કામગીરી શરૂ કરશે જેવા અનેક પ્રશ્નો હાલ નગર પાલિકા સામે લોકો રોષ ઠાલવી રહ્યા છે.
રિપોર્ટર : અનિલ રામાનુજ, રાધનપુર