હિન્દ ન્યુઝ, ભાવનગર
ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તામંડળ, અમદાવાદના માર્ગદર્શન હેઠળ જિલ્લા કાનૂની સેવા સત્તામંડળ, ભાવનગર દ્વારા સમાજના જરૂરિયાતમંદ લોકોને વિનામૂલ્યે કાનૂની સહાય અને સલાહ મળી રહે તે માટે પેરાલીગલ વોલન્ટીયર્સ તરીકેની સેવા પૂરી પાડવાં ભાવનગર જિલ્લામાં તથા તેના તાબાના તમામ તાલુકામાં પેરાલીગલ વોલન્ટીયર્સની નિમણૂંક કરવાની છે. જેમાં નિવૃત્ત સરકારી કર્મચારીઓ, નિવૃત્ત શિક્ષકો તથા બિનસરકારી એન.જી.ઓ.ના સભ્યો સ્વેચ્છાએ રસ ધરાવતાં હોય તેઓએ જરૂરી ફોર્મ તથા વિગત ભરી જિલ્લા કાનૂની સેવા સત્તામંડળ, જિલ્લા અદાલત, ભાવનગરથી મેળવી તા. ૧૮ એપ્રિલ, ૨૦૨૨ સુધીમાં ભરીને પરત કરવાં માટે જણાવ્યું છે. આ ઉપરાંત નિમણૂકની વધુ માહિતી માટે જિલ્લા કાનૂની સેવા સત્તામંડળ, ભાવનગર તથા ભાવનગરના તમામ તાલુકાઓમાં તાલુકા કાનૂની સેવા સમિતિનો સંપર્ક કરી શકાશે તેમ સચિવશ્રી જિલ્લા કાનૂની સેવા સત્તામંડળ, ભાવનગરની યાદીમાં જણાવાયું છે.
બ્યુરોચીફ (ભાવનગર) : હકીમ ઝવેરી
