હિન્દ ન્યુઝ, ભાવનગર
ગુજરાત સરકારના રમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ, ગાંધીનગર, સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાત ગાંધીનગર અને જિલ્લા વહીવટી તંત્ર, ભાવનગર દ્વારા ચાલુ વર્ષે પણ ખેલ મહાકુંભ – ૨૧-૨૨ નું આયોજન કરવામાં આવેલ છે. જે અન્વયે ભાવનગર શહેરકક્ષામાં તા.૧૪/૦૩/૨૦૨૨ થી તા.૧૮/૦૩/૨૦૨૨ સુધી શાળા/ગ્રામ્યકક્ષાએથી શરૂ થતી સ્પર્ધાઓ યોજાશે. ત્યારબાદ તાલુકાકક્ષાએથી શરૂ થતી સ્પર્ધાઓમાં એથ્લેટીક્સ, ચેસ, રસ્સાખેંચ, ખોખો, કબડ્ડી, યોગાસન, વોલીબોલની સ્પર્ધા તા.૦૩/૦૫/૨૦૨૨ થી તા.૧૨/૦૫/૨૦૨૨ સુધી તાલુકાવાર નક્કિ થયેલા સ્થળો મુજબ યોજાશે. આ ઉપરાંત જિલ્લાકક્ષા સ્પર્ધા તા.૨૦/૦૩/૨૦૨૨ થી તા.૨૬/૦૩/૨૦૨૨ સુધી યોજાશે જેમાં ફુટબોલ, સ્કેટીંગ, સ્વીમીંગ, બેડમિન્ટન, બાસ્કેટબોલ, ટેકવોનડો, જુડો, ટેબલટેનીસ, લોનટેનીસ, તીરંદાજી, હોકી, કુસ્તી, શુટીંગબોલ, કરાટે, હેન્ડબોલની સ્પર્ધા યોજવામાં આવશે તેમ જિલ્લા રમત-ગમત અધિકારી, ભાવનગરની યાદીમાં જણાવાયું છે.
બ્યુરો ચીફ (ભાવનગર) : હકીમ ઝવેરી