આગામી માર્ચ-૨૦૨૨ મા એસ.એસ.સી. અને એચ.એસ.સી. ની યોજાનાર પરીક્ષા માટે બોટાદ જિલ્લા ક્ક્ષાએ હેલ્પલાઈન નંબર શરૂ કરવામાં આવ્યો

હિન્દ ન્યુઝ, બોટાદ

બોટાદ જિલ્લા શિક્ષણાધિકારીની એક અખબારી યાદીમાં જણાવ્યા મુજબ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર દ્વારા આગામી માર્ચ- ૨૦૨૨ મા એસ.એસ.સી. અને એચ.એસ.સી. રીપીટર અને ખાનગી વિદ્યાર્થીઓની પરીક્ષા યોજાનાર છે. તેવા સમયે પરીક્ષામાં બેસતા વિદ્યાર્થીઓ માનસિક તણાવ અને મુંઝવણ અનુભવતા હોય છે. જે સંદર્ભે બોટાદ જિલ્લા કક્ષાએ હેલ્પલાઈન નંબર શરૂ કરવામાં આવ્યો છે જેમાં સવારે ૧૦-૩૦ થી ૧૮-૦૦ કલાક સુધી ડૉ.એમ.કે.પટેલ મોબાઈલ નં.૯૯૭૮૦ ૬૮૦૬૯ અને ડૉ.ડી.આર.ઠાકુર મો.નં.૯૯૨૪૪ ૩૨૮૨૭ ઉપર સંપર્ક સાધી શકશે તેમજ સવારે ૧૧-૦૦ થી ૧૭-૦૦ કલાક સુધી રીનાબેન મો.નં.૯૪૨૬૭ ૮૦૩૨૧ અને રીંકલબેન સી. મકવાણા મો.નં.૯૬૨૪૬ ૪૯૧૦૦ ઉપર સંપર્ક કરવા તમામ આચાર્ય, વિદ્યાર્થીઓ અને વાલીઓએ નોંધ લેવા વધુમાં જણાવાયું છે.

રિપોર્ટર : સંજય ડણીયા, બોટાદ

Related posts

Leave a Comment