વન વીક વન રોડ અંતર્ગત રાજકોટ મહાનગરપાલિકાના સહકાર સોસાયટી મેઇન રોડ વિસ્તારમાં આવેલ ખાણી-પીણીના ધંધાર્થિઓની ચકાસણી

હિન્દ ન્યુઝ, રાજકોટ

વન વીક વન રોડ અંતર્ગત રાજકોટ મહાનગરપાલિકાના સહકાર સોસાયટી મેઇન રોડ વિસ્તારમાં આવેલ ખાણી-પીણીના ધંધાર્થિઓની ચકાસણી હાથ ધરવામાં આવેલ. જેમાં કુલ ૪૦ ફુડ બિઝનેસ ઓપરેટરની ચકાસણી કરવામાં આવેલ. ચકાસણી દરમ્યાન વાસી પ્રિપેર્ડ ફૂડ, ચટણી, વાસી કાપેલ બાફેલ શાકભાજી, મળી અંદાજે કુલ ૦૩ kg અખાધ વાસી ખોરાકનો નાશ કરેલ તથા ૧૯ પેઢીને લાયસન્સ બાબતે નોટીસ આપેલ.

નમુનાની કામગીરી –
વન વીક વન રોડ અંતર્ગત રાજકોટ મહાનગરપાલિકાના સહકાર મેઇન રોડ વિસ્તારમાં ફુડ સેફ્ટી સ્ટાન્ડર્ડ એક્ટ-2006 મુજબ ૨ નમૂના લેવામાં આવેલ :-
(૧) દાળ-પકવાનની દાળ (પ્રિપર્ડ-લુઝ): સ્થળ-ચંદુભાઈ રગડાવાળા -ભક્તિ હૉલની નીચે, સહકાર સોસાયટી મેઇન રોડ
(૨) સંચળવાળી તીખી સેવ (ફરસાણ-લુઝ): સ્થળ-મહાવીર નમકીન- સહકાર સોસાયટી મેઇન રોડ

ખાણી-પીણી ના ધંધાર્થિઓની ચકાસણીની વિગત :-
     વન વીક વન રોડ અંતર્ગત ફૂડ વિભાગ દ્વારા તા.૧૦-૦૨-૨૦૨૨ ના રોજ શહેરના સહકાર સોસાયટી મેઇન રોડ વિસ્તારમાં આવેલ (૧)બાલવી કૃપા ફાસ્ટ ફૂડ નાશ: ફ્રિજમાં સંગ્રહ કરેલ પ્રિપેર્ડ ફૂડ, ચટણી, વાસી કાપેલ બાફેલ શાકભાજી મળી અંદાજે કુલ ૦૩-kg અખાધ વાસી ખોરાકનો સ્થળ પર નાશ કરી લાયસન્સ તથા હાયજીન બાબતે નોટીસ (૨)ગુરુકૃપા સ્ટેશનરી & ઝેરોક્ષ -લાયસન્સ બાબતે નોટીસ (૩)ઉષા પ્રોવિઝન સ્ટોર -લાયસન્સ બાબતે નોટીસ (૪)શ્વેતાયન બેકરી & આઇસક્રીમ -લાયસન્સ બાબતે નોટીસ (૫)ક્રિશ્ના ડિલક્ષ પાન & કોલડ્રિંકસ -લાયસન્સ બાબતે નોટીસ (૬)ક્રુષ્ણ વિજય ફરસાણ -લાયસન્સ બાબતે નોટીસ (૭)ભોલેરામ પ્રોવિઝન સ્ટોર -લાયસન્સ બાબતે નોટીસ (૮)જલારામ પાન એજન્સી -લાયસન્સ બાબતે નોટીસ (૯)ગેલેક્સી પાન -લાયસન્સ બાબતે નોટીસ (૧૦)શક્તિ હોટેલ -લાયસન્સ બાબતે નોટીસ (૧૧)એ ટુ ઝેડ મેડિસિન- લાયસન્સ બાબતે નોટીસ (૧૨)નાગબાઈ પાન -લાયસન્સ બાબતે નોટીસ (૧૩)પટેલ પાન -લાયસન્સ બાબતે નોટીસ (૧૪)જય સકત ગાત્રાળ ટી સ્ટોલ -લાયસન્સ બાબતે નોટીસ (૧૫)ન્યુ શ્યામ ડિલક્ષ પાન & કોલડ્રિંકસ -લાયસન્સ બાબતે નોટીસ (૧૬)મોમાઈ ડિલક્ષ પાન -લાયસન્સ બાબતે નોટીસ (૧૭)જયસ્વામિનારાયણ ડેરી ફાર્મ -લાયસન્સ બાબતે નોટીસ (૧૮)મુરલીધર ફરસાણ હાઉસ -લાયસન્સ બાબતે નોટીસ (૧૯)શ્રી નવનીત ડેરી ફાર્મ -લાયસન્સ બાબતે નોટીસ આપેલ તથા (૨૦)શ્યામ ડિલક્ષ પાન & કોલડ્રિંકસ (૨૧)ગૌરવ સેલ્સ એજન્સી (૨૨)તુલસી ડેરી ફાર્મ (૨૩)જય સિયારામ ફરસાણ હાઉસ (૨૪)સંતોષ સિઝન સ્ટોર (૨૫)શ્રી ચામુંડા પ્રોવિઝન સ્ટોર (૨૬)રાધિકા જનરલ સ્ટોર (૨૭)શ્રી રાધેશ્યામ જનરલ સ્ટોર (૨૮)ત્રિશૂલ કોલડ્રિંકસ (૨૯)ત્રિશૂલ પાન (૩૦)નારાયણ મેડિસિન્સ (૩૧)શિવમંદિર કોલડ્રિંકસ (૩૨)વૃંદાવન ડેરી ફાર્મ (૩૩)રવિ મેડિકલ સ્ટોર (૩૪)ચંદુભાઇ રગડાવાળા (૩૫)મહાવીર નમકીન (૩૬)ન્યુ શિવશક્તિ ડેરી ફાર્મ (૩૭)અર્પિતા એન્ટરપ્રાઇઝ (૩૮)માહિ મીલ્ક પાર્લર (૩૯)અક્ષર મેડિકલ સ્ટોર (૪૦)રોનક કેમિસ્ટ ની સ્થળ પર ચકાસણી કરેલ.

• ફૂડ સેફ્ટિ ઓન વ્હિલસ વાન સાથે તા.૦૯/૦૨/૨૦૨૨ ના રોજ મવડી મેઇન રોડ તથા અંબાજી કડવા પ્લોટ મેઇન રોડ વિસ્તારમાં આવેલ ફરસાણ ના ધંધાર્થિઓની સ્થળ પર ચકાસણી હાથ ધરવામાં આવેલ. જેમાં કુલ ૧૫ ફુડ બિઝનેસ ઓપરેટર દ્વારા વપરાશમાં લેવાતા ખાધ્ય તેલ ની TPC વેલ્યુ ની સ્થળ પર ચકાસણી કરવામાં આવેલ તથા ૭ કી.ગ્રા. દાજિયું તેલ નાશ કરેલ તથા ૭ ફુડ બિઝનેસ ઓપરેટર ને નોટિસ આપવામાં આવેલ.

• ચકાસણી કરેલ ધંધાર્થિઓની વિગત :-

ફૂડ વિભાગ દ્વારા શહેરના મવડી મેઇન રોડ તથા અંબાજી કડવા પ્લોટ મેઇન રોડ વિસ્તારમાં આવેલ (૧)જલારામ ગાંઠિયા (૨)રમેશ સ્વીટ માર્ટ -વપરાશ માં લેવાતું ૧.૫ કી.ગ્રા. દાજિયું તેલ નાશ તથા નોટિસ આપેલ (૩)ભેરુનાથ નમકીન (૪)કચ્છી માંડવી દાબેલી (૫)જય જલારામ ભજીયા -વપરાશ માં લેવાતું ૧ કી.ગ્રા. દાજિયું તેલ નાશ તથા નોટિસ આપેલ (૬)મોમાઈ ફરસાણ-વપરાશ માં લેવાતું ૧.૫ કી.ગ્રા. દાજિયું તેલ નાશ તથા નોટિસ આપેલ (૭)મયુર મિક્ષ ભજીયા (૮)પટેલ ફરસાણ (૯)રામેશ્વર ફરસાણ (૧૦)ખટુસ ફાસ્ટ ફૂડ (૧૧)ડે નાઈટ ફાસ્ટ ફૂડ -વપરાશ માં લેવાતું ૧ કી.ગ્રા. દાજિયું તેલ નાશ તથા નોટિસ આપેલ (૧૨)રાજશક્તિ ગાંઠિયા (૧૩)શ્રી નાથજી ગાંઠિયા (૧૪)મિલન સ્વીટ માર્ટ -વપરાશ માં લેવાતું ૨ કી.ગ્રા. દાજિયું તેલ નાશ તથા નોટિસ આપેલ (૧૫)શ્રીનાથજી ફરસાણ માર્ટ ની સ્થળ પર તપાસ કરી વપરાશ માં લેવાતા ખાધ્ય તેલ ની TPC વેલ્યુની ચકાસણી કરવામાં આવેલ

રિપોર્ટર : કમલેશ લાઠીયા, રાજકોટ

Related posts

Leave a Comment