હિન્દ ન્યુઝ, બોટાદ
બોટાદ જિલ્લામાં આયુર્વેદિક શાખા જિલ્લા પંચાયત બોટાદ દ્વારા અંદાજિત ૬૯,૦૨૦ લાભાર્થીઓને આયુર્વેદિક ઉકાળાનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત આર્સેનિક આલ્બમ, સંશમની વટી તેમજ આર્શેનીક આલ્બમ હોમિયોપેથીક દવાનું વિતરણ કરવામાં આવ્યું હતું. બોટાદ જિલ્લામાં બરવાળા, ગઢડા, રાણપુર ખાતેની તાલુકા પંચાયતની ઓફિસોમાં ૪૫૦ જેટલા કર્મચારી અને લાભાર્થીઓને, બરવાળા નગરપાલિકા, મામલતદાર કચેરી ખાતે ૬૦ લાભાર્થીઓને, દીનદયાળ ચોક બોટાદ ખાતે તેમજ સોનાવાલા જનરલ હોસ્પિટલ ખાતે ૨૫૦૦૦ જેટલા લાભાર્થીઓને, બોટાદ રેલ્વે સ્ટેશન અને બસ સ્ટેશન ખાતે ૧૨૦ કર્મચારી તેમજ લાભાર્થીઓને, રેલ્વે કોલોની ખાતે ૧૫૦૦ લાભાર્થીઓને, એમ.એમ. હાઇસ્કૂલ ગઢડા ખાતે ૧૦૦૦૦ લાભાર્થીઓને, આર.એમ.પી.બેરીંગ રાણપુર- સ્પીનટેક્સ કંપની રાણપુર ખાતે ૪૦૦ લાભાર્થીઓને ઢસા P.H.C પર આશા બેહનોની મીટીંગ તેમજ ૬૦ લાભાર્થીઓને ઉકાળાનું વિતરણ કરવામાં આવ્યું હતું, આ ઉપરાંત બોટાદ જિલ્લાના અલગ અલગ ગામ જેવા કે, ગોધાવારા, રળિયાણા, કારીયાણી, લાઠીદડ, કુંડલી, કેરાળા, વનાળી, નાના ઝીંઝાવદર, પીપળ, ચિરોડા, રાજપરા, મેઘવડીયા, તતાણા, વકળીયા, ઉમરડા ગામોમાં સ્થાનિક લોકોની મદદથી ૩૦૦૦૦ લાભાર્થીઓને, સ્કાય સ્પીનટેક્સ, સ્કાય ટેક્સસ્ટાઈલ લાઠીદડ, રામજી મંદિર રોજીદ ખાતે ૮૦૦ લાભાર્થીઓને અને રામજી મંદિર ખાતે ૫૦૦ લાભાર્થીઓને તથા ગુરુકુળ ગઢડા અને ગુરુકુળ બોટાદ ખાતે ઉકાળાનું વિતરણ કરવામાં આવ્યું હતું. ICDS બરવાળા, ગઢડા, રાણપુર, બોટાદ ઘટક સ્ટાફને તેમજ ICDS બરવાળા અને રાણપુર ખાતે આંગણવાડી વર્કર અને હેલ્પરને આર્સેનિક આલ્બાનું વિતરણ કરવામાં આવ્યું હતું. વિકળીયા, ટાટમ, ખોખરનેરા, બોડીયા, ઉમરાળા, ઢસા જંકશન, સીતાપર ખાતે ૨૦૦૦૦ લાભાર્થીઓને, સરકારી હાઇસ્કૂલ બોટાદ ખાતે ૩૦૦ લાભાર્થીઓને, રેલ્વે કોલોની- ખાતે ૧૩૦ લાભાર્થીઓને, સંશમની વટી બોટાદ જીલ્લાના કુલ ૨૫ PHC સેન્ટરો પર ૭૫ કિલો સંશમની વટીનું વિતરણ કરવામાં આવ્યું હતું. બોટાદ શહેરમાં વોર્ડ વાઈઝ ૨૪૦૦ આર્શેનીક આલ્બમ હોમિયોપેથીક દવાના સેચેટનું વિતરણ તેમજ બોટાદ શહેરમાં સરકારી હાઇસ્કૂલમાં ઉકાળાનું વિતરણ કરવામાં આવ્યું હતું. બોટાદ શહેરની PGVCL કચેરી, જીલ્લા પંચાયત, કલેકટર કચેરી, જાહેર બેંકો, તાલુકા પંચાયતના વિવિધ સ્થળો પર ઉકાળાનું પેકેટ્સ અને હોમિયોપેથીક દવાના સેચેટ્સનું ૧૦૦૦ લાભાર્થીઓને વિતરણ કરવામાં આવ્યું હતું.
રિપોર્ટર : સંજય ડણીયા, બોટાદ