સરકાર દ્વારા લઘુત્તમ ટેકાના ભાવથી તુવેર, ચણા અને રાયડાની ખેડૂતો પાસેથી સીધી ખરીદી કરાશે

હિન્દ ન્યુઝ, ભાવનગર

            ખેડૂતોને તેઓના પાકના પોષણક્ષમ ભાવ મળી રહે તે માટે ખરીફ/રવી સીઝન ૨૦૨૧-૨૨ માં રાજ્ય સરકાર દ્વારા લઘુત્તમ ટેકાના ભાવે તુવેર, ચણા અને રાયડાની ખરીદી ગુજરાત સ્ટેટ કો-ઓપરેટીવ માર્કેટીંગ ફેડરેશન લિ., અમદાવાદ મારફતે કરવામાં આવનાર છે. રાજ્યમાં ખરીફ/રવી સીઝન ૨૦૨૧-૨૨ માં લઘુત્તમ ટેકાના ભાવે તુવેરની ખરીદી તા.૧૫-૨-૨૦૨૨ અને ચણા તથા રાયડાની ખરીદી તા.૧-૩-૨૦૨૨ થી શરૂ કરવામાં આવના૨ છે. જેમાં લઘુતમ ટેકાનાં ભાવે વેચાણ કરવાં ઇચ્છતા ખેડૂતોએ તા.૦૧-૦૨-૨૦૨૨ થી તા.૨૮-૦૨-૨૦૨૨ સુધી વિનામુલ્યે VEC દ્વારા ગ્રામ્ય કક્ષાએ ગ્રામ પંચાયત ખાતેથી કરી શકાશે. ખેડૂતોએ નોંધણી માટે જરૂરી પુરાવા રજૂ કરવાના રહેશે. જેમાં આધારકાર્ડની નકલ, મહેસૂલ રેકર્ડ ગામ નમુનો ૭/૧૨ તથા ૮-અ ની અદ્યતન નકલ, ગામ નમુના ૧૨ માં પાક વાવણી અંગેની નોંધ ન થઈ હોય તો પાકની વાવણી અંગેનો તલાટીના સહી-સિક્કા સાથેનો દાખલો, પાસબુકનાં પ્રથમ પાનાંની નક્લ અથવા કેન્સલ ચેક રજૂ કરવાનાં રહેશે. નોંધણી કરાવતી વખતે તમામ ડોક્યુમેન્ટ્સ સુવાચ્ય રીતે અપલોડ થાય તથા માંગ્યા મુજબના જ અપલોડ થાય તેની નોંધણી સ્થળ/કાઉન્ટર છોડતાં પહેલાં ખેડૂતે ખાસ કાળજી રાખવાની રહેશે. ડોક્યુમેન્ટ્સની ચકાસણી દરમ્યાન જો ભળતા ડોક્યુમેન્ટ્સ કે ખોટા ડોક્યુમેન્ટ્સ અપલોડ કરાયા હોવાનું ધ્યાને આવશે તો તે ખેડૂતનો ક્રમ રદ થશે અને ખરીદી માટે તે ખેડૂતને જાણ કરવામાં આવશે નહીં. નોંધણી બાબતે કોઈ મુશ્કેલી જણાય તો હેલ્પલાઈન નંબર ૦૭૯-૨૬૪૦૭૬૦૭ ઉપર સંપર્ક કરવાનો રહેશે.

Related posts

Leave a Comment