ગોંડલ ખાતે પોલીસ ભરતીમાં એક અજીબ અને પ્રેરણાદાયી બનાવ માં સુખદ અને દુઃખદ બંને મિશ્ર લાગણીઓ

હિન્દ ન્યુઝ, ધાંગધ્રા

ધાંગધ્રા ગામ નો એક ઉમેદવાર મામાણી મોહીનુદ્દીન મુસ્તાકભાઈ રવિવારે સાંજે ગ્રાઉન્ડ પરીક્ષા ના આગળના દિવસે સુન્ની મુસ્લિમ જમાત ગોંડલ દ્વારા વ્યવસ્થા કરાવેલ ત્યારે અચાનક સમાચાર મળ્યાં કે એના દાદા નું અવસાન થયેલ છે. અચાનક આવી પડેલ આ દુઃખદ સમાચાર થી મોહીનુદ્દીન પણ અચાનક સંકટ આવી પડતા તેઓ સતત મોબાઈલ થી ઘરે સગા સંબંધીઓ સાથે સંપર્કમાં રહ્યા અને બીજા દિવસે આ ભાઈને ગ્રાઉન્ડ હતુ તેથી તેઓ હિંમત હારી ગયેલ અને પોતાના દાદા ના અવસાનનાં સમાચાર સાંભળીને ખુબ દુઃખી પણ હતા. સામે ફોન પર તેમને હિમ્મત આપી ને ગોંડલ ગ્રાઉન્ડ પહોંચાડવામાં આવ્યા. તેમણે ખુબ જ હિંમત, જુસ્સો, માનસિક સ્વસ્થતા, ગંભીરતા, સમર્પણ અને ધૈર્યનો પરીચય આપતાં પાંચ કિમી દોડ ૧૯ મિનિટ અને ૪૨ સેકંડ માં દોડ પૂરી કરી હાજર સૌના દિલ જીતી લીધા. ઉપરાંત એક દાખલો બેસાડ્યો અને બીજા માટે પ્રેરણાસ્ત્રોત બન્યા.

રિપોર્ટર : સલીમ ઘાંચી, ધાંગધ્રા

 

Related posts

Leave a Comment