સુશાસન સપ્તાહ અંતર્ગત સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરના નલીનકાંત ગાંધી ટાઉન હોલ ખાતે સાંસદ દિપસિંહ રાઠોડની અધ્યક્ષતામાં કાર્યક્ર્મ યોજાયો

હિન્દ ન્યુઝ,

ભારત બિચારૂ- બાપડુ રહ્યું નથી, ભારત આજે વિશ્વગુરૂ બનવા જઇ રહ્યુ છે : સાંસદ દિપસિંહ રાઠોડ

સુશાસન સપ્તાહ અંતર્ગત સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરના નલીનકાંત ગાંધી ટાઉન હોલ ખાતે સાંસદ દિપસિંહ રાઠોડની અધ્યક્ષતામાં કાર્યક્ર્મ યોજાયો. સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ તથા આદિજાતિ વિકાસ વિભાગ દ્રારા લાભાર્થીઓને સહાય વિતરણ, પ્રમાણપત્ર વિતરણ મહાનુભવોના હસ્તે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સાબરકાંઠા-અરવલ્લી સાંસદ દિપસિંહ રાઠોડે જણાવ્યું હતું કે, પૂર્વ વડાપ્રધાન અટલજીના માનમાં તેમના જન્મ દિવસને આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ સુશાસન દિન તરીકે ઉજવવાનું શરૂ કરી ખુબ જ પ્રશંસનિય કામગીરી કરી છે. વડાપ્રધાન જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે ગામડામાં થ્રી-ફેઝ વિજળીથી વિકાસ યાત્રાની શરૂઆત કરી હતી. આજે ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી ભારતને વિશ્વગુરૂ બનવા તરફ વિકાસ યાત્રા આગળ વધારી રહ્યા છે. કોરોનાના કપરા સમયે ભારતે સમગ્ર વિશ્વને મદદ કરી હતી. આજે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમાં ભારત બિચારૂ-બાપડુ રહ્યું નથી. આજે આપણે છેવાડાના માનવીએ વિકાસના ફળ ચાખ્યા છે અને ભવિષ્યમાં આપણો વિકાસ વધુ વેગવંતો બને તે માટે આપણે સૌ નાગરીકોએ પોતાનો સહયોગ આપી આત્મનિર્ભર ભારત તરફ આગળ વધવાનું છે. રાજ્યસભા સાંસદ શ્રીમતી રમીલાબેન બારાએ પ્રાસંગિક પ્રવચન કરતા જણાવ્યું હતું કે, આજે છેવાડાના પોશીનાના ગામડાઓ સુધી વિજળી, પાણી અને આરોગ્યલક્ષી સેવાઓ પહોચાડી આપણને સુશાસનના ફળ મળી રહ્યા છે. આદિજાતી વિસ્તારના નાગરીકોને જંગલ- જમીનના હક દાવાઓ આ સરકારે આપી સાચા અર્થમાં વનબંધુઓનુ કલ્યાણ કર્યું છે. વધુમાં તેમણે જણાવ્યું કે, પાલદઢ વાવના ૧૨૦૦ શહિદોને શ્રધ્ધાનંજલી આપતા નરેન્દ્રભાઇએ વિરાંજલી વનનું નિર્માણ કરાવ્યું હતું. આપણા આ શહિદ વિરોને ઇતિહાસમાં અમર કરી દિધા. આજે આઝાદીના ૭૫ વર્ષના અમૃત મહોત્સવ પ્રસંગેએ શહિદોને નમન. આ પ્રસંગે આદિજાતી વિકાસ વિભાગના વિકાસ કામોના લોકાર્પણ અને ખાતમુહુર્ત મહાનુભવોના હસ્તે કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે હિંમતનગર ધારાસભ્યશ્રી રાજેન્દ્રસિંહ ચાવડા, કલેક્ટર હિતેષ કોયા, નગરપાલિકા પ્રમુખ શ્રીમતી યતીનબેન મોદી, તાલુકા પંચાયત પ્રમુખ વિનોદભાઇ, મહિલા અગ્રણી કું. કૌશલ્યા કુંવરબા, પ્રયોજના વહિવટદાર ચૌધરી અન્ય અમલીકરણ અધિકારીઓ તેમજ મોટી સંખ્યામાં લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Related posts

Leave a Comment