નિવૃત કર્મચારીઓ માટે રાજ્ય સરકારની ખરિફ માર્કેટીંગ સિઝન MSP મગફળી ખરીદી માટે મેનપાવર એજન્સી મારફતે ફીક્સ પગારમાં કર્મચારી તરીકે રસ ધરાવતાં કર્મચારીઓ અરજી કરી શકશે

હિન્દ ન્યુઝ, ભાવનગર

રાજ્ય સરકાર દ્વારા ખરીફ માર્કેટીંગ સિઝન-૨૦૨૧-૨૨ દરમ્યાન ટેકાના ભાવે મગફળી, બાજરી વગેરે જન્સીનાં ખરીદ કેન્દ્ર માર્કેટીંગ યાર્ડ ખાતે ભાવનગર તથા બોટાદ જીલ્લા માટે રાજ્ય સરકારનાં તથા બોર્ડ – નિગમનાં નિવૃત કર્મચારી વર્ગ -૩ ની જરૂરીયાત હોય, ગુજરાત રાજ્ય નાગરીક પુરવઠા નિગમ લી.નાં માન્ય મેનપાવર એજન્સી મારફતે ફીક્સ પગારમાં મર્યાદીત સંખ્યામાં કર્મચારી લેવાના થાય છે. માત્ર ખરીદ કેન્દ્ર પર (APMC) માં અને MSP ખરીદીને લગતી તમામ કામગીરીની જવાબદારીઓ સાથે કામ કરવા ઇચ્છતા નિવૃત કર્મચારીઓને અભ્યાસ, એલ.પી.સી., ક્યાં હોદ્દા પર ફરજમાં હતા, તેના આધાર પુરાવા, આરોગ્ય અંગેનું પ્રમાણપત્ર તથા પોલીસ ક્લિયરન્સ સર્ટી વગેરે તમામ ડોક્યુમેન્ટ સાથે દિન -૫ માં ગુજરાત રાજ્ય નાગરીક પુરવઠા નિગમ લી., સરકારી અનાજ ગોડાઉન કમ્પાઉંડ, મસ્તારામ બાપા મંદિરની બાજુમાં ચિત્રા, ભાવનગર ખાતે અરજી કરી શકાશે. ફીલ્ડવર્ક માર્કેટીંગ યાર્ડ ખાતે કામગીરી કરવાની થતી હોય, ફક્ત જીલ્લા કચેરી કે ઓફિસ કામ કરવામાં માંગતા કર્મચારીઓએ અરજી કરવી નહી તેમ જિલ્લા પુરવઠા મામલતદારની યાદીમાં જણાવાયું છે.

બ્યુરોચીફ (ભાવનગર) : હકીમ ઝવેરી

Related posts

Leave a Comment