હિન્દ ન્યૂઝ, દિયોદર
રાજ્યમાં કોરોના કાળ હાહાકાર મચાવી ગયો છે ત્યારે લોકોએ કોરોનાથી બચવા નકલી ડીગ્રી ધરાવતા લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરતા ઉટ વૈધોનો ભોગ બનવું પડ્યું છે, ત્યારે રાજ્યના પોલીસ વડા આશિષ ભાટિયાના આદેશ બાદ ભુજ રેન્જ આઈજી જે.આર.મોથલીયા અને બનાસકાંઠા એસ.પી.એ બનાસકાંઠા જિલ્લામાં ગરીબ અને ભોળી પ્રજા ના આરોગ્ય સાથે ચેડાં કરતા નકલી ડિગ્રી ધરાવતા (બોગસ) ઊંટ વૈધો ઉપર પણ કાયદો કસવા સૂચનાઓ આપતા દિયોદર મદદનીશ પોલીસ અધિકારી પી.એચ.ચૌધરી ની સૂચનાના આધારે દિયોદર પી.એસ.આઈ. હાર્દિક પી.દેસાઈ તેમજ તેમના સ્ટાફના શંભુજી ઠાકોર હીરાભાઈ પરમાર, નાનજી પટેલ, સુરેશભાઈ, જગદીશભાઈ, તમામ સ્ટાફ દિયોદર વિસ્તારના ગ્રામ્ય વિસ્તારોમાં પેટ્રોલીંગ માં હતા તે દરમિયાન બાતમી મળતા રમેશભાઈ ચાંદાભાઈ રાજપૂત રહે.મકડાલા વાળો, સણાવ ગામના બસ સટેન્ડ ની બાજુમાં ગોગા ક્લિનિક નામનું બોર્ડ લગાવી કોઈપણ જાતની ડિગ્રી કે ના એલોપેથીક માન્ય મેડિકલ ડિગ્રી સરકાર માન્ય ડોક્ટરનું પરમાણપત્ર ધરાવતો ના હોઇ પોતે ડોકટર બની ગરીબ અને ભોળી પ્રજા ના સ્વાસ્થ્ય સાથે બેદરકારી ભર્યું કૃત્ય કરી ગેરકાયદેસર મેડિકલ પ્રેક્ટિસ કરતો ઝડપી તેના પાસેથી એલોપેથીક દવાઓના જથ્થો તેમજ ઇન્જેક્શનો અને સાધનો સ્ટેથોસ્કોપ અને બી.પી. ઇસ્ટુમેન્ટ તથા ઓકસોમિટર નંગ 2 તેમ કરી 10,66/- નો મુદામાલ પકડી તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે
અહેવાલ : પ્રદિપસિંહ વાઘેલા, દિયોદર