મહુવા ખાતે આવેલ ડિહાઈડ્રેશન પ્લાન્ટની મુલાકાત લેતાં ઉર્જા મંત્રી સૌરભભાઈ પટેલ

હિન્દ ન્યૂઝ, મહુવા 

  રાજ્યમાં તાઉ’ તે વાવાઝોડાના કારણે થયેલ નુકસાનની જાણકારી મેળવવા તેમજ વિજ પુરવઠો ઝડપથી લોકો સુધી પહોંચે તે માટે ઉર્જા મંત્રી સૌરભભાઈ પટેલ આજે ભાવનગર જિલ્લાનાં પ્રવાસે છે. તળાજા અને મહુવા ખાતે વિભાગની કામગીરીની સમીક્ષા કર્યા બાદ તેઓ અચાનક મહુવા ખાતે આવેલ ડિહાઈડ્રેશન પ્લાન્ટની જાત મુલાકાત લેવા માટે પહોંચ્યા હતા જ્યાં તેમણે ડુંગળીને થયેલ નુકસાની અંગેની માહિતી મેળવી હતી.

    ખેડુતોને નુકસાન ઓછું થાય તેમજ મહુવા ખાતે આવેલ તમામ ડિહાઈડ્રેશન પ્લાન્ટમાં પણ ઝડપથી વિજ પુરવઠો યથાવત કરવામાં આવી રહ્યો છે. જેથી ડુંગળીને થતું નુકસાન અટકાવી શકાશે.

    મંત્રીએ જણાવ્યું હતું કે, રાજ્યમાં ૧,૦૦,૦૦૦ થી વધુ થાંભલા ઉભા કરાયા છે. મહુવામાં ટીમો પણ વધારવામાં આવી છે. હાલ ૬૦૦ થી પણ વધુ લોકો આ કામગીરી સાથે જોડાયા છે. જિલ્લામાં વીજળીને પુનઃસ્થાપિત કરવા માટે જિલ્લા વહિવટી તંત્રની કામગીરી પણ ખૂબ જ સરાહનીય રહી છે.

    વહીવટી તંત્ર દ્વારા રાત-દિવસ એક કરીને ઝડપથી લોકોને વિજળી પહોંચાડવાનું કાર્ય કરવામાં આવ્યું છે. પાણી પુરવઠા વિભાગ, શહેરી વિસ્તાર, કોવિડ સેન્ટરો અને એગ્રીકલ્ચર વિભાગોમાં ઝડપથી વીજળી પહોંચાડવા કામગીરી કરવામાં આવી રહી છે તેમ મંત્રીએ વધુમાં જણાવ્યું હતું.

બ્યુરોચીફ (ભાવનગર) : હકીમ ઝવેરી

Related posts

Leave a Comment