હિન્દ ન્યૂઝ, લાખણી
લાખણી તાલુકાના લવણા ગામની પરણિતાએ તેના પતિ, સાસુ-સસરા અને જેઠ વિરુદ્ધ દહેજ ની માંગ કરી માર જુડ અને માનસિક ત્રાસ આપતા હોવાની દિયોદર પોલિસ મથકે ફરિયાદ નોંધાવી છે. લાખણી પંથક ની યુવતીના લગ્ન 18 વર્ષ અગાઉ થરાદ તાલુકાના સેદલા ખાતે થયા હતા બાદ સાસરિયાઓ પ્રથમ સારું રાખતાં હતા. પરંતુ છેલ્લા એક વર્ષ થી માનસિક ત્રાસ આપતો હોઈ અને માર મારતો હતો.આ સાથે પરિણીતા ના સાસુ સસરા પતિ અને જેઠ દહેજની માંગ કરી અવારનવાર શારિરીક અને માનસિક ત્રાસ આપી જાનથી મારી નાખવાની ધમકી આપતા. હોવાથી પરણિતને પોતાનું ઘર છોડી મજબૂર મહિલા પિયરમાં જઈને રહેવા નો વારો આવ્યો ચેવ સમગ્ર મામલે પરણિતાએ સાસરીયા ના કુલ ચાર વ્યકિત સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે.
બનાસકાંઠા જિલ્લાના લાખણી તાલુકાના લાવણ ગામની પરણીતાએ તેના પતિ સાસુ સસરા જેઠ સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પંથકની યુવતીના લગ્ન સેડલા ગામે અરજણ ભાઈ વીરમાભાઈ રજપૂત સાથે થયા હતા. જે બાદ લગ્ન જીવન દરમિયાન ત્રણ બાળક નો જન્મ થયો હતો. આ તરફ પરણીતાનો પતિ અવાર નવાર મારઝૂંડ કરતો હતો. જોકે મહિલા સાસુ દેમાં બેનbઅને મારા સસરા વિરમાં ભાઈ તેમજ મારો જેઠ લક્ષ્મણભાઈ ભેગા મળીને મહિલા ને શારીરિક માનસિક ત્રાસ ગુજારી જાનથી મારી નાખવાની ધમકી આપતા હતા. જેથી પરિણીતા ત્રણ મહિના થી સાસરીયા ના ત્રાસ થી તેના પિયરમાં જવું પડ્યું.
સૂત્રોએ જણાવ્યું હતું કે પરણીતાએ તેના તેના પતિ અને સાસુ-સસરા અને જેઠ સામે દહેજ માંગી ફરિયાદ નોંધાવતા ચકચાર મચી ગઇ છે. પરિણીતાનો પતિ અવાર-નવાર તેને માર મારતો અને દહેજ પેટે આજ દિન સુધી 6 લાખ રૂપિયા આપેલ છે.. તેમજ ચાર મહિના પહેલા મારા દીકરા હિતેશ ના ઓપીંડી નું ઓપરેશન કરવવુ હોય તો તારા ભાઈ અને બાપ પાસેથી 1 લાખ રૂપિયા લઈને આવ પણ મેં ના પાડતા મને ઘર માંથી કાઢી મુકતા કે તારા બાપ ના ઘર થી એક લાખ રૂપિયા લઈને આવજે પણ મેં મારા ભાઈ ને હાજીજી કરતા તેની સામે પૈસા ન હોવા છતાં ઉછીના લઈને મને પચાસ હજાર આપેલા હિતેશ ને દવાખાને લઈ જવા માટે પણ બીજા પચાસ હજાર માંગતા મેં ના પાડતા મને જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાનું ફરિયાદમાં લખાવ્યું છે. આ સાથે પરિણીતા ના ભાઈ અને પિતા પરિણીતા ના પતિ ને સમજાવ્યા હતા પરંતુ પરિણીતા ના પતિ ન માનતા સમગ્ર મામલે કુલ 4 વેક્તિઓ સામે ફરિયાદ નોંધાઈ છે. પોલીસે ચારે સામે ઇપીકો કલમ 498A, 323, 114, 284(b) , 506 કલમ 3,7 ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
અહેવાલ : પ્રદિપસિંહ વાઘેલા, દિયોદર