હિન્દ ન્યૂઝ, દિયોદર
રાજ્યમાં અનેક નાના મોટા ચોરીઓના બનાવો બને છે અને પોલીસની સતર્કતા ના કારણે અનેક ચોરોને પોલીસે પકડી જેલના સળિયા પાછળ ધકેલાય ત્યારે એવોજ એક બનાસકાંઠા ના અંતરિયાળ દિયોદર તાલુકાના રાવેલ સરદારપુરા નો ધાડી ચોર બનાસકાંઠા એસ ઓ જી ના હાથે પકડાયો છે. ભુજ રેન્જ આઈજી જે આર મોથલીયા અને બનાસકાંઠા પોલિસ અધિક્ષક તરુણ દુગલ સુચના ને લઈ બનાસકાંઠા એસઓજી પાલનપુર ડી આર ગઢવી ના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ એમ કે જાલા તેમજ સ્ટાફના પાલનપુર વિસ્તારમાં પેટ્રોલીંગ માં હતા. સાથે પરસોત્તમભાઈ નરભેરમભાઈ ને બાતમીના આધારે લડબી નાળા પાસે પ્રવીણભાઈ મનસુખભાઇ પ્રજાપતિ રહેવાસી સરદારપુરા રવેલ દિયોદર વાળને બાઇક સાથે પકડી યુક્તિ અને પરયુક્તિ અને અન્ય ચોરીઓ બાબતે પૂછપરછ કરતા બનાસકાંઠા, અમદાવાદ, મહેસાણા, પાટણ, કચ્છ જિલ્લાઓમાં બાઇકોની અલગ અલગ જગ્યાએથી બાઇકોની ચોરીઓ કરી હોવાની કબૂલાત કરેલ અને અન્ય કબૂલાત કરેલ જે અંગે વધુ પૂછપરછ કરતા કુલ 10 બાઇક ચોરી કર્યા હોવાનું બહાર આવેલ જેમાં થી 9 બાઇક પોતાના ખેતરમાં છુપાવ્યા હોવાનું જણાવેલ અને જે તમામ બાઇકોની પોલીસે રિકવરી કરેલ અને એક બાઇક પોતાના મિત્ર ને આપેલ જે ડીસા ઉત્તર પોલીસ સ્ટેશન માં ડિટેઇન કરેલ છે.
રિપોર્ટર : પ્રદીપસિંહ વાઘેલા, દિયોદર