હિન્દ ન્યુઝ, રાધનપુર
જિલ્લા નાસાંતલપુર વારાહી ખાતે સન્માન સમારોહ તથા સ્નેહ મિલન સમારોહ યોજાયો,વઢિયાર જુથ જતોડા વિભાગ નાઈ સમાજ વારાહી ખાતે રાધનપુર વિધાનસભા ના ધારાસભ્ય રઘુભાઈ દેસાઈ ની ઉપસ્થિતિ માં શાન્તિ નાથ સોસાયટી વારાહી ખાતે સમારોહ યોજાયો. જેમાં ખુબ મોટી સંખ્યામાં નાઈ સમાજ ના લોકો ની ઉપસ્થિતિ માં સન્માન સમારંભ તથા સ્નેહ સંમેલન યોજાયું. આ પ્રસંગ એ ધારાસભ્ય દ્વારા નવીન બિલ્ડીંગનું ખાત મુર્હત કરવામાં આવ્યું,આ પ્રસંગે સમાજને ધારાસભ્ય દ્વારા મદદ પણ કરવામાં આવી સમાજના લોકોએ રાધનપુરના ધારાસભ્ય અને કોંગ્રેસના કાર્યકર્તાઓનું સન્માન કરી આવનારી 2022 ની વિધાનસભાની ચૂંટણીમાં રઘુભાઈ દેસાઈને મદદ કરવાની સમાજ ના લોકોએ ખાતરી આપી. સમાજ રઘુભાઈ દેસાઈ સાથે રહે છે તેવા સમાજના આગેવાનો રઘુભાઈ ને ખાતરી આપી. રઘુભાઈ સમાજ માટે હર હંમેશા કામગીરી કરવાની ખાતરી સાથે સમાજના પડખે ઊભી રહેવાની વાત વ્યક્ત કરી હતી. નાઈ સમાજ માટે જ્યારે જરૂર પડે ત્યારે ધારાસભ્ય કરશે મદદ ની આપી ખાતરી.આ પ્રસંગે મહેબુબ ખાન મલેક વારાહી, સરપંચ હરદાસભાઇ આહીર, સમાજના આગેવાનો, ડોક્ટર વિષ્ણુ દાન ઝુલા, મણીભાઈ નાઈ અને અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં કાર્યક્રમ યોજાયો.
રિપોર્ટર : અનિલ રામાનુજ, રાધનપુર