લાખણી તાલુકાના કૂવાણા ગામે ખેડૂતના ખેતરમાં ઘઉંનો પાક શોર્ટ સર્કિટ થી બળી ખાક ખેડૂતને ભારે નુકસાન વેઠવાનો વારો

હિન્દ ન્યૂઝ, દિયોદર

લાખણી તાલુકામાં આવેલા કૂવાણા ગામે બપોરે ઘઉંના ઉભા પાક મા અચાનક આગ લાગતા અફડા તફડી મચી ગઈ હતી. ત્યારે ગત સમયએ ખેડૂતના પરિવાર દ્વારા ઘઉંના પાકની કાપણી થઈ રહી હતી. ત્યારે બપોરે પોતાના ઘરે આરામ કરતા હતા ત્યારે અચાનક ખેતરમાં આગ લાગતા ખેડૂત પરિવાર મા અફડા તફડી મચી ગઈ હતી. ત્યારે આગ ઓળવવા માટે ટ્રેક્ટરો અને બોરના પાણી નો મારો ચલાવ્યો હતો પણ આગ પર કાબુ મેળવવા મુશ્કેલી પડી હતી. ત્યારે ગામ લોકોને જાણ થતાં ઘઉંના ઉભા પાક મા ટેક્ટર દ્વારા ખેતરમાં ખેડી ઊભા સૂકા પાકને છૂટો પાડવા ભારે મથામણ બાદ આગ પર કાબુ મેળવ્યો હતો.

બનાસકાંઠા જિલ્લા ના લાખણી તાલુકાના લવાણા ગામના કરશન ભાઈ વાઘાભાઈ રાજપૂતનું ખેતર બાજુમાં આવેલા કૂવાણા ગામની સીમમાં આવેલા ખેતરમાં ભરબપોરે ઘઉંના ઉભા પાક મા વીજ વાયરના સોર્ટ સરકીટ ના કારણે આગ લાગતા જોત જોતામાં ખેતરમાં ભયંકર આગ લાગતા ઘઉંનો ઉભો પાક બળીને ખાખ થઈ ગયો હતો. ત્યારે ખેડૂત પરિવાર સાથે આજુબાજુના લોકો દોડી આવી ટ્રેક્ટર અને પાણીનો મારો ચલાવી આગ પર ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો, ત્યારે પાંચ વિઘા જમીનમાં ઘઉંના પાકને વ્યાપક નુકસાન થયાનું સામે આવ્યું છે, ખેડૂત ના જાણવ્યા મુજબ બપોરના સમયે આરામ કરી રહ્યા હતા ત્યારે અચાનક વીજ વાયર મા સોર્ટ સરકીટ થતાં ઘઉંના ઉભો પાક બળીને ખાખ થઈ ગયો હતો. જેમાં અઢી વિધા ઘઉં ના પાકમાં ફુવારા ની પાઈપ લાઈન બળી ગઈ હતી સાથે અંદાજે દોઢ લાખ રૃપિયાની ઉપરની સુધીનો ઘઉંના પાક બળીને ખાખ થઈ ગયો હતો. ખેડૂત ની માંગ છે કે સરકાર દ્વારા કોઈ સહાય મળેતો પાક નિષ્ફળ તામાં મદદ મળી શકે નહીંતો ખેડૂતને ભારે નુકસાન જવાની ભીતિ સેવાઈ રહી છે.

અહેવાલ : પ્રદીપસિંહ વાઘેલા, દિયોદર

Related posts

Leave a Comment