હિન્દ ન્યૂઝ, દિયોદર
દિયોદર તાલુકા ખરીદ વેચાણ સંધ ની ચૂંટણી યોજવામાં આવી હતી. જ્યાં દિયોદર વેચાણ સંધ ની ચૂંટણી યોજાવાની હતી. પણ બીજી ટર્મ માટે ચેરમેન પદે ઇશ્વર ભાઈ તરક અને વાઈસ ચેરમેન તરીકે વનરાજસિંહ વાઘેલા ની બિન હરીફ વરણી થતાં દિયોદર માર્કેટ યાર્ડના શાસક પક્ષના હોદ્દેદારો ઉત્સાહ જોવા મળ્યો હતો.
દિયોદર તાલુકા વેચાણ સંઘ ની ચૂંટણીમાં વર્તમાન માર્કેટ યાર્ડના ચેરમેન તરીકે ઇશ્વર ભાઈ તરક હતા. પણ દિયોદર ખરીદ વેચાણ સંઘ વિભાગ મા ચેરમેન તરીકે બીજા ટર્મ માટે આજે દિયોદર પ્રાંત અધિકારી એમકે દેસાઈ ની અધ્યક્ષતામાં ચેરમેન અને વાઈસ ચેરમેન ની નિમણુંક કરવામાં આવી હતી. જેમાં બીજી ટર્મ માટે ઇશ્વર ભાઈ તરક ની ચેરમેન તરીકે વરણી કરવામાં આવી હતી, જ્યારે વાઈસ ચેરમેન તરીકે દિયોદર ભાજપના પ્રમુખ વનરાજસિંહ વાઘેલા ની બિન હરીફ વરણી થતાં પેનલના લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો.
દિયોદર માર્કેટ યાર્ડની ચૂંટણી મા હાલ શાસક પક્ષ તરીકે ભાજપના ઇશ્વર ભાઈ તરક દિયોદર માર્કેટ યાર્ડની ચૂંટણી મા ચેરમેન તરીકે સત્તામાં ચાલુ હોય, ત્યારે દિયોદર ખરીદ વેચાણ સંઘ વિભાગમાં ચેરમેન તરીકે ની બીજા ટર્મ માટે હોદેદારો ની નિમણૂક કરવાની હતી. ત્યારે ચેરમેન, વાઈસ ચેરમેન તરીકે બિન હરીફ વરણી કરવામાં આવી હતી.
મહત્વનું છે કે દિયોદર ખરીદ વેચાણ સંઘ ની બીજા ટર્મ માટે ચેરમેન ઇશ્વર ભાઈ તરક અને વાઈસ ચેરમેન વનરાજસિંહ વાઘેલાની વરણી બિન હરીફ કરવામાં આવી હતી. દિયોદર પ્રાંત અધિકારી મહેન્દ્ર ભાઈ દેસાઈ ની અધ્યક્ષતામાં ચૂંટણી યોજાઈ હતી. ત્યારે મહત્વનું છે કે દિયોદર તાલુકા પંચાયત કારોબારી ચેરમેન મનજી ભાઈ જોષી, બનાસ ડેરી ના ડિરેક્ટર ઇશ્વર ભાઈ પટેલ, મંત્રી દિલાવરખાન દયા, અને માર્કેટના ચૂંટાયેલા ડિરેકટરો ઉપસ્થિત રહ્યા હતા.
અહેવાલ : પ્રદીપસિંહ વાઘેલા, દિયોદર