ગીર-સોમનાથ જિલ્લામાં મતદાનના દિવસે છેલ્લા કલાકમાં કોવીડ-૧૯ પોઝીટીવ મતદાર મતદાન કરી શકશે

હિન્દ ન્યૂઝ, ગીર-સોમનાથ

મતદારોએ મતદાન મથકે કોવીડ-૧૯ની માર્ગદર્શીકાનું પાલન કરવાનું રહેશે

ગીર-સોમનાથ જિલ્લામાં નગરપાલિકા જિલ્લા/તાલુકા પંચાયતની ચૂંટણી તા. ૨૮/૦૨/૨૦૨૧ નાં રોજ યોજાનાર છે.

   મતદારોને મુખ્ય પ્રવેશ દ્વાર પર થર્મલ ગન દ્વારા મતદારોનું ચેકીંગ કરવામાં આવશે. કોવીડ-૧૯ પોઝીટીવ દર્દી મતદાન કરવા માંગતા હોય તેમણે મતદાન દિવસના એક દિવસ અગાઉ સબંધિત વિસ્તારના ચૂંટણી અધિકારી અને આરોગ્ય નોડલ અધિકારીને લેખિતમાં જાણ કરવાની રહેશે. કોવીડ-૧૯ પોઝીટીવ વ્યક્તિને મતદાનના છેલ્લા કલાક દરમ્યાન નિયત સ્થળે સરકારશ્રીની નિયત માર્ગદર્શીકાનું પાલન થાય તે રીતે મતદાન મથકે આવવાનું રહેશે.

      કોવીડ-૧૯ શંકાસ્પદ વ્યક્તિએ મતદાન દિવસ પહેલા આર.ટી.પી.સી.આર. ટેસ્ટ કરાવવાનો રહેશે. તેમજ આર.ટી.પી.સી.આર. ટેસ્ટનો રીપોર્ટ ચૂંટણી અધિકારી અને આરોગ્ય નોડલ અધિકારીને લેખિતમાં જાણ કરવાની રહેશે. જે મતદારનો આર.ટી.પી.સી.આર. નેગેટીવ હોય પરંતુ કોવીડ-૧૯ ના લક્ષણો ધરાવતા હોય અને મતદાન કરવા માંગતા હોય તેઓએ સ્વખર્ચે ખરીદેલ માસ્ક ફેસ શીલ્ડ અને પ્લાસ્ટીક ગ્લોબ્ઝ પહેરીને મતદાન મથકે આવવાનું રહેશે અને મતદાન કરી શકશે.

 

Related posts

Leave a Comment