દિયોદર રામ મંદિર ના નિર્માણ માટે અનેક સંગઠનો જોડાયા

હિન્દ ન્યૂઝ, દિયોદર

            બનાસકાંઠા ના દિયોદર ખાતે શ્રી રામ જન્મ ભૂમિ મંદિર નિર્માણ નિધિ સમર્પણ અભિયાન અંતગ્રત દિયોદર ની અનેક સેવાક્રિય સંગઠન ,યુવા સંગઠન તેમજ ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના, ભારત વિકાસ પરિષદ, લાયન્સ કલબ, રાવણા રાજપૂત યુવા સંગઠન તેમજ વહેપારી એસોસિએશન દ્વારા આવો સહુ સાથે મળી ને રામ મંદિર નું નિર્માણ કરીએ ના શૂર સાથે 15 જાન્યુઆરી થી 27 જાન્યુઆરી સુધી એક વિશેષ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. જેમાં રામ મંદિર ના નિર્માણ માટે ઘરે ઘરે જઈ ફાળો એકઠો કરવામાં આવી રહો છે જો કે અનેક દિયોદર શહેર તેમજ તાલુકા માંથી સેવાભાવી લોકો દ્વારા પણ અમૂલ્ય દાન આપી રામ મંદિર ના નિર્માણ માટે એક બિંદુ ઝડપ્યું છે, ત્યારે આવો આપણે પણ રામ મંદિર ના નિર્માણ માટે સહુ સાથે મળી ને રામ મંદિર નું નિર્માણ કરીએ. 

રિપોર્ટર :  પ્રદિપ સિંહ વાઘેલા દિયોદર

Related posts

Leave a Comment