રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ કોડીનારની કારોબારી બેઠક યોજાઈ

હિન્દ ન્યૂઝ, કોડીનાર

રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘની કારોબારી બેઠક જય ખોડલ હોટલ ખાતે યોજાઈ હતી. જેમાં તાલુકાના અધ્યક્ષ, મંત્રી, સંગઠન મંત્રી તેમજ કારોબારી સદસ્યો હાજર રહ્યા હતા. વડીલ શિક્ષક હાજાભાઇ નકુમ દ્રારા દિપ પ્રાગટ્ય કરી કાર્યક્રમની શરુઆત કરવામાં આવી હતી. વરિષ્ઠ ઉપાધ્યક્ષ ભીખુભાઇ ગોહિલ દ્રારા સંગઠન અંગે માર્ગદર્શન આપવામાં આવેલ.

આ બેઠકમાં સંગઠનના કાર્યો, સમાજ ઉપયોગી કાર્યો તેમજ નોંધાયેલા સદસ્યતાની માહિતી ની રજૂઆત કરવામાં આવી હતી. મહામંત્રી રવિભાઈ પરમારે સંગઠન અને સરકાર દ્વારા ચાલતી વિવિધ શિક્ષક હિત ની યોજનાઓ ની માહિતિ અને પ્રગતિની ખાત્રી આપી હતી. એચ.ટાટ ના પ્રશ્નો, ઓ પી કેમ્પ અને જિલ્લા ફેર કેમ્પ રેશિયો વધારવો, સેવા વર્ગ ૨ માટેની પરિક્ષામા અનુભવ ગણવો. HTAT ની જેમ વ્યાયામ શિક્ષકોને અલગ જ કેડર ગણવી, જુની પેન્શન યોજના, 7 માં પગાર પંચ સમિક્ષા, રામજન્મ ભુમી તિર્થક્ષેત્ર, શિક્ષક સમન્વય હેતુ ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્ટ વગેરે વગેરે બાબતો પર માહિતી આપવામાં આવી હતી.
સમગ્ર કાર્યક્રમનું સંકલન સંગઠનમંત્રી યોગેશભાઇ ડોડીયાએ કરેલ અને બેઠકને સફળ બનાવેલ.

રિપોર્ટર : ભગીરથ અગ્રાવત, કોડીનાર

Related posts

Leave a Comment