આજ રોજ ડો.બાબા સાહેબ આંબેડકર ભવન ભુજ ખાતે રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ જિલ્લા કારોબારી ની મિટિંગ યોજવામાં આવી

હિન્દ ન્યુઝ, કચ્છ

કચ્છ ખાતે આજ રોજ ડો.બાબા સાહેબ આંબેડકર ભવન ભુજ ખાતે રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ જિલ્લા કારોબારી ની મિટિંગ યોજવામાં આવી. આ મિટિંગ માં કિસાન આંદોલન ને જાહેર સમર્થન અને શહીદ થયેલ ખેડૂતો ને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. તેમજ આવનારી સ્થાનિક સ્વરાજ ની ચૂંટણીઓ માં રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ ના બેનર હેઠળ કચ્છ જિલ્લા માંથી સક્ષમ અપક્ષ ઉભો રાખવામાં આવશે. રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ કચ્છ જિલ્લા ના પ્રમુખ નરેશ મહેશ્વરી ની 3 વર્ષ ની ટર્મ પૂર્ણ થતાં નવા જિલ્લા પ્રમુખ તરીકે હિતેશ મહેશ્વરી તેમજ જિલ્લા પ્રભારી તરીકે રમજાન સમાં સહિત ની નવી જિલ્લા કારોબારી ની રચના કરવામાં આવી.

રિપોર્ટર : રામજી સોંધરા, કચ્છ

Related posts

Leave a Comment