કોડીનાર તાલુકાના પાંચ પીપળવા ગામના કોમ્યુનિટી હોલ ખાતે સ્વચ્છતા પખવાડિયા અંતર્ગત કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, કોડીનાર દ્વારા કાર્યક્રમ નું આયોજન

હિન્દ ન્યૂઝ, કોડીનાર

                                                    તા. ૩૦/૧૨/૨૦૨૦, આજ રોજ કોડીનાર તાલુકાના પાંચ પીપળવા ગામના કોમ્યુનિટી હોલ ખાતે સ્વચ્છતા પખવાડિયા અંતર્ગત કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, કોડીનાર દ્વારા એક કાર્યક્રમ નું આયોજન કરવામાં આવેલ. આ કાર્યક્રમ માં અધ્યક્ષ સ્થાને પાંચ પીપળવા ગામના સપૂત અને ગીર સોમનાથ જિલ્લા પંચાયતના કારોબારી ચેરમેન પ્રતાપભાઈ ડોડીયા ઉપસ્થિત રહેલ સાથે સાથે ગામના સરપંચ ડોડીયા અને ગામના 70 થી વધારે ખેડૂત ભાઈઓએ આ કાર્યકમ માં ઉત્સાહભેર ભાગ લીધેલ.

કાર્યકમની શરૂઆત કેવિકે ના પાક સંરક્ષણ નિષ્ણાંત રમેશ રાઠોડ દ્વારા મહેમાનોના શાબ્દિક સ્વાગત થી કરી અને સમગ્ર કાર્યકમની રૂપરેખા આપેલ અને વધુમાં જણાવેલ કે ભારત સરકાર દ્વારા અને માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા સ્વચ્છ ભારત મિશન અંતર્ગત આ વર્ષે 16 થી 31 ડિસેમ્બર ને સ્વચ્છતા પખવાડિયા તરીકે ઉજવવાનું નકકી કરેલ છે. તેમાં કેવિકે દ્વારા કરવામાં આવતી કામગીરી ની વિગતે વાત કરી હતી અને સૌને ગાંધીજીના સ્વચ્છતાના વિચારોને જીવનમાં ઉતારવા અનુરોધ કર્યો હતો. કેવિકે ના વડા જીતેન્દ્ર સિંઘે સ્વચ્છતાવિશે ઉદાહરણો આપી વાત કરી અને જણાવ્યું હતું કે આપણે આપણી આજુબાજુ પણ સાફ સફાઈ રાખવી જોઈએ. જિલ્લા પંચાયતના કારોબારી ચેરમેન પ્રતાપભાઈ ડોડીયા એ ઉપસ્થિત ગ્રામજનોને દર અઠવાડિયે પોત પોતાની શેરી અને મહોલ્લો સાફ કરવા અપીલ કરી હતી. વધુમાં તેને સરકાર દ્વારા કરવામાં આવતી આરોગ્ય લક્ષી કામગીરીની વિગતે વાત કરી હતી. ઉપસ્થિત સૌને રમેશ રાઠોડે સ્વચતા ના શપથ લેવડાવ્યા હતા. સરપંચ અરવિંદભાઈ ડોડીયા અને માજી સરપંચ સુરસિંગભાઈ ડોડીયા હાજર રહ્યા હતા.

ત્યારબાદ ઉપસ્થિત મહેમાનો અને ગ્રામજનો દ્વારા આસપાસના વિસ્તારની સાફ સફાઈ કરવામાં આવી હતી. કાર્યક્રમની આભાર વિધિ કેવિકેના જમીન વિજ્ઞાન નિષ્ણાંત સતીશ હડિયલ દ્વારા કરવામાં આવી હતી. કેવિકેના રાજેન્દ્ર પરમારે સફાઈ ને લગતી કામગીરીનું સફળ આયોજન કરેલ. આ કાર્યકમને સફળ બનાવવા માટે પાંચ પીપળવાના બાલુભાઈ વાળા અને સમગ્ર ગામ જનોએ જહેમત ઉઠાવી હતી. કેવિકે દ્વારા ઉપસ્થિત સૌને માસ્કનું વિનામૂલ્યે વિતરણ પણ કરવામાં આવ્યું હતું.

 

રિપોર્ટર : ભગીરથ અગ્રાવત, કોડીનાર

Related posts

Leave a Comment