હિન્દ ન્યૂઝ, ગીર-સોમનાથ
દિવાળી ને લઈને વેરાવળ ની બજારમાં ધૂમ ખરીદી નીકળેલ છે. આસપાસ 50 થી વધુ ગામડાના લોકો અહીં ખરીદી કરવા આવે છે. જેમાં અનેક લોકો માસ્ક પહેર્યા વગરના આવતા હોય છે. પણ માસ્ક એ ભારત સરકાર દ્વારા ફરજિયાત છે અને તે લોકની સલામતી માટે પણ જરૂરી છે. સામાજીક-રાજકીય આગેવાનો એ આ અંગે ની રજૂઆત કરી. એ દરમિયાન પી.આઈ.પરમાર એ જણાવ્યું કે, છતાં જે લોકો શહેર મા માસ્ક વગરના દેખાશે તેમને તહેવાર નિમિતે દન્ડ નહિ પણ પોલીસ પરિવાર વતી તેમને માસ્ક આપવામાં આવશે અને તેમની સલામતી ની ચિંતા કરવામાં આવશે. આ તકે કોંગ્રેસ ના શહેર પ્રમુખ દિનેશ રાયઠ્ઠા, સામાજીક કાર્યકર્તા અફઝલ પંજા, વેપારી અગ્રણી બકુલ પટેલ, જીગ્નેશ સેવડા અને ખનજન જોશી એ લોકો વતી રજૂઆત કરેલ હતી.
રિપોર્ટર : મો.સઈદ મહિડા, ગીર સોમનાથ