હિન્દ ન્યૂઝ, રાજકોટ
તા.૧૪/૧૧/૨૦૨૦ ના રોજ રાજકોટ શહેરમાં ૧૧ તારીખે ૧૮૧ ને એક કોલ આવ્યો હતો. જેમાં એક મહિલા છેલ્લા ૨ કલાકથી બેઠા હોય અને મુશ્કેલીમાં હોય તેવું જાગૃત નાગરિકે જણાવતા તુરંત ૧૮૧ ના કાઉન્સેલર સેજલબેન પટેલ, G.R.D રવિનાબેન અને પાઇલોટ ભોલા ભાવિનભાઈ દોડી ગયા હતા. મહિલા કઈ બોલતા નહિ હોવાથી તેઓને કાઉન્સિલ કર્યા હતા. અને સાંત્વના આપતા તેઓએ પોતાની દિકરીના ઘરનું સરનામું આપ્યું હતું. જેથી તેમના દિકરીના ઘરે જતા તેઓએ આ મહિલા તેમના માતા હોવાનું જણાવ્યું હતું. નજીકમાં જ તેમના પતિ રહેતા હોય તેઓને પણ બોલાવ્યા હતા. અને પતિ સાથે મિલન કરાવ્યું હતું. આ પરિવાર ૨ વર્ષથી જ રાજકોટ પેટિયું રળવા આવ્યા હોવાનું અને ઘરેથી કોઈને કીધા વિના નીકળી ગયા હોવાનું જણાવતા તેઓને પણ ધ્યાન રાખવા સૂચના આપી હતી. પરિવારે ૧૮૧ની ટીમનો આભાર માન્યો હતો.
રિપોર્ટર : દિલીપ પરમાર, રાજકોટ