રાજકોટ શહેરનાં જંગલેશ્વર વિસ્તારમાંથી કુખ્યાત હિસ્ટ્રીશીટર, ૨ ચોરાઉ વાહન સાથે ઝડપાયા

હિન્દ ન્યૂઝ, રાજકોટ

તા.૧૩/૧૧/૨૦૨૦ ના રોજ રાજકોટ શહેર D.C.B P.I વી.કે.ગઢવીના માર્ગદર્શન હેઠળ P.S.I પી.બી.જેબલીયા અને તેમની ટીમે જંગલેશ્વર મેઈન રોડ ઉપરથી ૨ શખ્સોને એક્ટિવા અને ઈંટરનો સાથે સકંજામાં લઇ નામ ઠામ પૂછતાં જંગલેશ્વરમાં રહેતો રોહિત મોહનભાઇ ચાંડપા ઉ.૨૬ રહે. જંગલેશ્વર શેરી.૩૫ રાજકોટ. અને મૂળ પંજાબ ચંદીગઢનો અને હાલ કોઠારીયા રોડ ઉપર રાધાકૃષ્ણનગરમાં રહેતો ગોવિંદસિંગ ઉર્ફે ગોપી દિલીપસિંગ માન ઉ.૨૨ હોવાનું જણાવતા M.C.R ચેક કરતા રોહિત અગાઉ હત્યાની કોશિષ, ચોરી, દારૂ સહીત પ ગુનાઓમાં પકડાઈ ચુક્યો હોવાનું જાણવા મળ્યું હતું. ઈ.ગુજકોપ આધારે વાહનની ચકાસણી કરતા બંને વાહનો ચોરીના હોવાનું જાણવા મળતા બંનેની ધરપકડ કરી. ૬૦ હજારના બંને વાહનો કબ્જે કર્યા હતા. અને જરૂરી કાર્યવાહી કરી હતી. રોહિત ગંજેરી હોવાનું અને મોજશોખ માટે ચોરી કરતો હોવાનું જાણવા મળ્યું છે. એક્ટિવા મોટરસાયકલ નંબર. GJ-03-HC ૪૮૩૯ કિ.૩૫૦૦૦, ઈટનો મોટરસાયકલ નંબર. GJ-03-AM ૪૦૫૧ કિ.૨૫૦૦૦, કુલ.૬૦,૦૦૦ નો મુદ્દામાલ જપ્ત કરેલ છે. પોલીસ ઇન્સ્પેક્ટર વી.કે.ગઢવી, પી.બી.જેબલીયા, વિક્રમભાઈ ગમારા, અંશુમાનભાઈ ગઢવી, કિપાલસિંહ જાડેજા, જીજ્ઞેશભાઈ મારૂ, પ્રતાપસિંહ મોયા, કામગીરી કરેલ છે.

રિપોર્ટર : દિલીપ પરમાર, રાજકોટ

Related posts

Leave a Comment