રાજકોટ શહેરના રેસકોર્સમાં યુવતીઓ સામે ખરાબ ઈશારા કરતા ૨ નબીરાઓ ઝડપાયા

હિન્દ ન્યુઝ, રાજકોટ

તા.૧૩/૧૧/૨૦૨૦ ના રોજ રાજકોટ શહેર રેસકોર્સ બગીચામાં હરવા-ફરવા અને બેસવા આવતા કપ્પલ અને યુવતીઓ સામે અમુક ઈસમો જોઈને ખરાબ ઈશારા કરતા હોય તેમજ ન સંભળાય તેવો શબ્દ પ્રયોગ કરતા હોવાની ફરિયાદ આધારે D.C.B P.S.I એચ.બી.ધાંધલ્યા અને તેમની ટિમ તથા હેડ ક્વાટરના મહિલા લોકરક્ષક દ્વારા ડિકોય યોજી વોચ ગોઠવવામાં આવી હતી. દરમિયાન બહુમાળી ભવન ચોકમાં લવગાર્ડનમાં જાળી પાસે ૨ શખ્સો રાત્રીના ૧૧ વાગ્યે યુવતીઓને જોઈ બીભત્સ ઈશારા કરતા હોય તેમજ ખરાબ ન સંભળાય તેવી વાતો કરતા હોવાથી તેઓને સકંજામાં લઇ નામ ઠામ પૂછતાં બંને પોપટપરામાં રહેતો નયન ગોવિંદભાઇ શોભરાજ રહે. પોપટપરા સંતોષી માતાજી ના મંદિર પાસે અને પરસાણાનગરમાં રહેતો રમજાન શકુરભાઈ શેખ હોવાનું જણાવતા બંને વિરુદ્ધ પ્ર.નગર પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી બંનેની ધરપકડ કરી હતી.

રિપોર્ટર : દિલીપ પરમાર, રાજકોટ

Related posts

Leave a Comment