રાજકોટ શહેરનાં રામનાથપરા માંથી ૪૮ બોટલ દારૂ સાથે બુટલેગરને ઝડપી લેતી D.C.B પોલીસ

હિન્દ ન્યૂઝ, રાજકોટ,

તા.૧૩/૧૧/૨૦૨૦ ના રોજ રાજકોટ શહેર D.C.B P.I વી.કે.ગઢવીના માર્ગદર્શન હેઠળ P.S.I એસ.વી.સાખરા અને તેમની ટીમે રામનાથપરા મકબરા શેરી.૧ ઓરડીમાં દરોડો પાડી ત્યાંથી દારૂની ૪૮ બોટલ મળી આવતા બુટલેગર સિકંદર ઉર્ફે કબુ ઇકબાલભાઇ નોતિયાર ઉ.૩૫ ની ધરપકડ કરી. ભારતીય બનાવટનો વિદેશી દારૂ કિ.૧૯.૨૦૦ નો દારૂ કબ્જે કર્યો હતો. D.C.B પોલીસ ઇન્સ્પેક્ટર એસ.વી.સાખરા, ધિરેનભાઈ માલકીયા, ઉમેશભાઈ ચાવડા, ભગીરથસિંહ ઝાલા, હિરેનભાઈ સોલંકી, સંજયભાઈ ચાવડા, દિપકભાઈ ડાંગર, મહેશભાઈ મંઢ, યોગીરાજસિંહ જાડેજા, જયપાલસિંહ ઝાલા, કિરીટસિંહ ઝાલા, કામગીરી કરેલ છે.

રિપોર્ટર : દિલીપ પરમાર, રાજકોટ

Related posts

Leave a Comment