રાજકોટ શહેરનાં રૈયા રોડ પર આધારકાર્ડ કઢાવવા કોર્પોરેટરના સહી સિક્કા કરનાર કોંગ્રેસ કાર્યાલય મંત્રીની ધરપકડ કરતી ગાંધીગ્રામ પોલીસ સ્ટેશન

હિન્દ ન્યૂઝ, રાજકોટ

તા.૭/૧૧/૨૦૨૦ ના રોજ રાજકોટ શહેરના હરિધવા રોડ ઉપર રહેતા અને આધારકાર્ડ વિભાગમાં કોન્ટ્રાકટ બેઝ ઉપર નોકરી કરતા અંકિત હર્ષદભાઈ લખતરીયાએ બોગસ આધારકાર્ડ અંગે ફરિયાદ નોંધાવતા ગાંધીગ્રામ પોલીસે રૈયા રોડ બ્રહ્મસમાજ ચોકમાં આવેલ જનસુવિધા કેન્દ્રમાં કૌભાંડ ચલાવતા પ્રકાશ ધીરજલાલ મારવિયા અને સાગર વિનયકાંત રાણપરાની ધરપકડ કરી હતી. તેઓની તપાસમાં તેઓએ ૧૫૦૦ રૂપિયા લેખે ૫૦ જેટલા નેપાળી લોકોને આધારકાર્ડ કાઢી આપ્યાનું જણાવ્યું હતું. તેમજ આ ફોર્મમાં કોંગી કોર્પોરેટર રવજીભાઈ ખીમસુરીયાના સહી સિક્કા કોંગ્રેસ કાર્યાલય મંત્રી વિરલ ભટ્ટે કરી આપ્યા હોવાનું નિવેદન આપતા ગાંધીગ્રામ પોલીસે તેની પણ ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. પ્રજાના સેવક જ સહી સિક્કા કરી ગંભીર ગુનાને અંજામ આપનાર કોંગી કાર્યાલય મંત્રીની ધરપકડ થતા રાજકીય આલમમાં ઘેરા પ્રત્યાઘાતો પડ્યા છે.

રિપોર્ટર : દિલીપ પરમાર, રાજકોટ

Related posts

Leave a Comment