હિન્દ ન્યૂઝ, વેરાવળ
વેરાવળ તાલુકા પંચાયતના એ.ટીડીઓ એવા કરશનભાઈ ચોપડા કે જેઓ ૩૮ વર્ષની લાંબી સર્વિસ દરમિયાન વેરાવળ તાલુકા પંચાયત સુત્રાપાળા તાલુકા પંચાયત જિલ્લા પંચાયત ગીર સોમનાથ વગેરેમાં અનેકવિધ શાખાઓમાં પોતાની આગવી કાર્યશૈલી અને કોઠાસુઝ દ્વારા અનેકવિધ ચુંટણીઓ હોય કે અતિવૃષ્ટિ કે કુદરતી આફતોની કામગીરી હોય પોતે રાત દિવસ જોયા વગર એક સાચા કર્મનિષ્ઠ તરીકે ફરજ બજાવેલ છે. જેના ભાગરૂપે આજના આ કાર્યક્રમમાં તાલાળા મત વિસ્તારના ધારાસભ્ય ભગવાનભાઈ બારડ, મામલતદાર ચાંદેગરા, નિવૃત મામલતદાર આંબલીયા, તાલુકા વિકાસ અધિકારી ઠકકર અને વેરાવળ તાલુકા પંચાયતના પ્રમુખના પ્રતિનિધિ જગમાલભાઈ સોલંકીની હાજરીમાં આ ભાવસભર વિદાય સમારંભ યોજાયેલ. ટીડીઓ મામલતદાર તથા ધારાસભ્ય ભગવાનભાઈ બારડ મહાનુભવો દ્વારા પડો-નારીયેળ સાકર અને શાલ ઓઢાડી ભાવસભર કરશનભાઈ ચોપડા નુ સન્માન કરેલ છે. ત્યારબાદ તાલુકા પંચાયતની જુદી જુદી શાખાઓ દ્વારા અને વેરાવળ તાલુકા શિક્ષક સંધ વતી શાલ ઓઢાડી મોમેન્ટો આપી સન્માન કરેલ. આ પ્રસંગે તાલુકા વિકાસ અધિકારી ઠકકર નિવૃત ચોપડાભાઈ ની કામગીરી અને ફરજ નિષ્ઠા બાબતે કહેલ કે તેમનો બહોળો અનુભવ અને કુનેહથી દરેક કામગીરી સરળ બનાવવામાં અમને તેમની મદદ મળી રહેતી અને ભવિષયમાં પણ જરૂર જણાયે તેમનુ માર્ગદર્શન મળતુ રહેશે. આ તકે નિવૃત મામલતદાર આંબલીયા દ્વારા તેમની પોતાની નોકરીના સમય દરમ્યાન ચોપડાભાઈ મહેસુલ તથા પંચાયત સંયુકત રીતે સંકલનમાં રહી તમામ કામોને પોઝીટીવ એપ્રોચ ધરાવી રહી કામગીરી કરતાં તેમજ સરકારી કાર્યક્રમ તેમજ કુદરતી આફતો ચુંટણી વગેરે કામો ટીમવર્કમાં રહી કામગીરી કરતાં તેમજ અમારી સાથે સંકલનમાં સાથે રહી રાત-દિવસ જોયા વગર કામગીરી કરેલ છે. તેનો હુ સાક્ષી છુ એમની પાસેથી અન્ય કર્મચારીએ ઘણુ શીખવા જેવુ છે. અંતમાં તાલાળાના ધારાસભ્ય ભગવાનભાઈ બારડે કહેલ કે દરેક ક્ષેત્રમાં આગળ વધવામાં ખંત મહેનત અને નિષ્ઠા હોવી જોઈએ અને કોઈ પણ ક્ષેત્રમાં અનુભવી ગુરુ ધારણ કરવા પડે પછી તે કોઈ પણ ક્ષેત્ર હોય. અહી જેનો નિવૃત વિદાય સમારંભ છે. એવા ચોપડાભાઈ પણ વહીવટી ક્ષેત્રમાં આવા ગુણો ધરાવે છે. તેઓએ પદાધિકારી હોય કે આમ નાગરીક હોય તેમની સાથે પોતાના અનુભવો અને કુનેહથી અનેકવિધ જટિલ પ્રશ્નોને પોતાની આગવી સુઝબુઝથી આ પ્રશ્નો હલ કરેલ છે. અમો તાલુકા પંચાયતના પ્રમુખ હતાં તે દરમ્યાન તેમની કામગીરી વફાદારી થી કરતાં તેમના પત્ર માં અમારે કયારેય પણ જોવાપણુ રહેતુ નહી અને સહી કરતાં આજના વિદાય સમારંભમાં તથા અધિકારીઓ તથા પદાધિકારીઓ તથા તલાટી સ્ટાફ તથા શીક્ષકો તેમજ પંચાયત સ્ટાફ નો ભવ્ય વિદાય કાર્યક્રમ તેમની કામગીરી અને નિષ્ઠા જોવા મળે છે અને ભાઈ ચોપડાભાઈ પોતાનુ શેષ જીવન પોતાના પરિવાર સાથે તંદુરસ્ત અને આનંદમય રીતે પસાર કરે તેવી શુભેચ્છા પાઠવેલ. ચોપડાભાઈ એ તેમની નોકરીનો અનુભવ જણાવતાં તેમની નોકરીના ૩૮ વર્ષ દરમ્યાન તાલુકા પંચાયતના પ્રમુખ અરસીભાઈ ઝાલા, જશુભાઈ બારડ તથા રાજશીભાઈ જોટવા તથા ભગવાનભાઈ બારડ જેઓ તમામ ધારાસભ્ય રહી ગયેલ તેના વચ્ચે વેરાવળ તાલુકાના સરપંચ તથા સભ્યો સાથે રહી કુદરતી આફતો ભુકંપ સરકારી કાર્યક્રમો તાલુકા પંચાયતની ટીમવર્ક સાથે કામગીરી કરેલ છે. તેમજ તમામ જટિલ પ્રશ્નોના વહિવટી તેમજ રાજકીય પ્રશ્નોના સાથે રહીને નિકાલ કરેલ જેમાં તાલુકા પંચાયત સ્ટાફ તલાટી મંત્રીઓ વગેરે સહકાર આપ્યો તે બદલ આભાર માનેલો છે. આ કાર્યક્રમનુ સંચાલન ડારી પ્રાથમિક શાળાના આ.શિ. અલ્કેશભાઈ ભટે કરેલ તેમજ આભાર વિધિ એ-ટીડીઓ ભાઈ રાજુભાઈ દેલવાડીયાએ કરેલ.
રિપોર્ટર : તુલસી ચાવડા, ગીર સોમનાથ