હિન્દ ન્યુઝ, સુરત
સુરત ના લસકાણા માં આવેલ શ્રી જલારામબાપા નું મંદિર ખાતે કોરોના જેવા સંકટ સમય માં પણ જલારામબાપા ની અસીમ કૃપા રહી હતી અને છે. આ બાપા ના દર્શનાર્થે રોજે રોજ પગપાળા જતા ભક્તો તેમજ ભૂખ્યા લોકો ને હૃદય પૂર્વક જમવા માટે ની સુવિધા ખોલેલ અન્નક્ષેત્ર માં થી આપવામાં આવે છે. કોરોના નાં હળવા ગતિ માં પણ ભૂખ્યા લોકેને ભોજન આપી રહ્યા છે. માન.ધન્વતદાદા કોટક ને જલારામબાપા એ આપેલ આશીર્વાદ બાદ તેમણે પોતાની જ મહેનત થી પૂજ્ય જલારાબાપા નું મંદિર બનાવી લોકોને જમવા, પ્રસાદ લેવાની શરૂઆત કરી. તેમણ પોતે લોકોને ત્રણ ત્રણ ફૂટ ના અંતરે બેસાડી લોકડાઉન માં જલારામબાપા નો પ્રસાદ જમાડ્યો. હાલ માં પોતે ધન્વતદાદા ઉભા રહી લોકોને પ્રસાદ લીધા વગર નથી જવા દેતા. મંદિર માં સેવા આપતાં અનેક લોકો પણ ત્યાં સમયસર હાજરી આપી બાપા જલારામ ના ચરણોમાં વંદન કરી સેવા પ્રવૃત્તિ શરૂ કરે છે.
રિપોર્ટર : મહેશ ચોડવડીયા, વરાછા