શ્રી રામધુન સંતવાણી મંડળ દ્વારા રાજકોટ ખાતે સમૂહ લગ્ન યોજાયો

રાજકોટ,

શ્રી રામધૂનસંતવાણી મંડળ દ્વારા રાજકોટ ખાતે ગતરોજ સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું. જેમાં કુલ 8 દીકરીઓના શાસ્ત્રવિધિ અનુસાર લગ્ન કરાવવામાં આવેલ હતા.


આ સમુહલગ્ન માં ‘રાષ્ટ્રીય હિન્દુ સંઘ’ ગુજરાત પ્રદેશ ના અને તમામ જિલ્લાના પદાધિકારીઓ, સમાજના વિવિધ જ્ઞાતિના અગ્રણીઓ ભેગા મળીને આ સમૂહ લગ્ન સંપન્ન કરાવ્યું હતું. જેમાં ગુજરાત પ્રદેશ અધ્યક્ષ અશ્વિનભાઈ માકડીયા, ગુજરાત પ્રદેશ ઉપાધ્યક્ષ દયારામભાઈ પટેલ, ગુજરાત પ્રદેશ અધ્યક્ષા રચનાબેન પટેલ, ગુજરાત પ્રદેશ સચિવ પરેશકુમાર પુરોહિત, ગુજરાત પ્રદેશ કાર્યકારી હિરેનભાઈ રાઠોડ, રાજકોટ જિલ્લા અધ્યક્ષ હિતેષભાઇ ગોવિંદયા, મહિલા મોરચો અધ્યક્ષા જાગૃતિબેન વિરાસ, દેવભૂમિ દ્વારકા જિલ્લાના અધ્યક્ષ નહેન્દ્રસિંહ જાડેજા, ઉપાધ્યક્ષ સંજીવભાઈ શુકલા, જામનગર જિલ્લા અધ્યક્ષા ડૉ. સીમાબેન પટેલ, નવસારી જિલ્લા અધ્યક્ષ નાગેશભાઈ, મોરબી જિલ્લા અધ્યક્ષ વિપુલભાઈ, ઉપાધ્યક્ષ અશ્વિનભાઈ, યુવા મહિલા મોર્ચા અધ્યક્ષા સોનલબેન, મહા સચિવ પારૂલબેન જોલાપરા તેમજ નામી-અનામી મેહમાનો ઉપસ્થિત રહી, વર – વધૂ ને આશીર્વાદ તેમજ ભેટ-સોગાતો આપી હતી.

આ સમૂહ લગ્નમાં જાગૃતિબેન પંડયા તેમજ સુરજકુમાર પંડયા એ ભારે જેહમત ઉઠાવી હતી.

Related posts

Leave a Comment