હિન્દ ન્યુઝ, નવસારી નવસારી જિલ્લા વહીવટી તંત્ર અને નાગરિક સંરક્ષણ વિભાગના સંયુક્ત ઉપક્રમે આયોજિત પાંચ દિવસીય તાલીમ શિબિરના આજે બીજા દિવસે ફાયર સેફ્ટી અને ઈમરજન્સી રેસ્ક્યુ પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો હતો. નવસારીના ટાઉન હોલ ખાતે ચાલી રહેલી આ તાલીમમાં આજે તજજ્ઞો દ્વારા આગજની અને અકસ્માત સમયે બચાવ કામગીરીના પાઠ ભણાવવામાં આવ્યા હતા. આજે લગભગ ૪૦૦ જેટલા તાલીમાર્થીઓ લુન્સીકુઈ ખાતે આવેલા મોડેલ ફાયર સ્ટેશનની મુલાકાત લીધી હતી અને આગના બનાવો સમયે કેવી રીતે બચાવ કરવો તે પ્રત્યક્ષ અનુભવ આધારિત જ્ઞાન મેળવ્યું હતું. તાલીમના બીજા સત્રમાં ફાયર એક્સપર્ટ્સ…
Read MoreDay: February 4, 2026
દક્ષિણ ગુજરાતમાં વાઇબ્રન્ટ ગુજરાત રીજનલ કોન્ફરન્સ દરમ્યાન રીજનલ કક્ષાનાં એમએસઇ એવોર્ડ અપાશે
હિન્દ ન્યુઝ, વલસાડ દક્ષિણ ગુજરાત (વલસાડ, તાપી, સુરત, નવસારી, ડાંગ અને ભરૂચ) રીજયન માટે સુરત ખાતે તા.૦૯ અને તા.૧૦ એપ્રિલે વાઇબ્રન્ટ ગુજરાત રીજનલ કોન્ફરન્સ યોજાશે MSME ક્ષેત્રના ઉદ્યોગો માટે તા.૧૦/૦૪/૨૦૨૬ના રોજ MSME કોન્ક્લેવ યોજાનાર છે દક્ષિણ ગુજરાતના માઇક્રો તથા સ્મોલ એકમો માટે ઉત્ક્રૃષ્ટ પર્ફોર્મન્સ આધારે પાંચ કેટેગરીમાં એવોર્ડ અપાશે અરજીઓ તા.૨૦/૦૨/૨૦૨૬ સુધીમાં વલસાડ જિલ્લા ઉદ્યોગ કેન્દ્રની કચેરીને રજુ કરવાની રહેશે
Read Moreમાતાનામઢથી કોટડા રોડ ઉપર વાહનોની અવર જવર પ્રતિબંધની મર્યાદા વધારાઈ
હિન્દ ન્યુઝ ભુજ માતાનામઢથી કોટડા રોડનાં ચે.૦/૬૦૦ થી ૩/૬૦૦ સુધીનો રસ્તો સામાન્ય વાહન વ્યવહાર માટે બંધ કરવા તથા વૈકલ્પિક રસ્તાનો ઉપયોગ કરવા કચ્છ જિલ્લા મેજિસ્ટ્રેટ આનંદ પટેલ દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. જિલ્લા મેજિસ્ટ્રેટ આનંદ પટેલ કચ્છ-ભુજ દ્વારા ગુજરાત પોલીસ અધિનિયમ ૧૯૫૧ની કલમ ૩૩(૧) (બી) અન્વયે ફરમાવેલ છે કે, તા.૩૧/૧૨/૨૦૨૬ સુધીના સમયગાળા માટે માતાના મઢથી કોટડા રોડના ચે.૦/૬૦૦ થી ૩/૬૦૦ સુધીના રસ્તા પરથી વાહનો અવર-જવર કરી શક્શે નહીં. જ્યારે વૈકલ્પિક માર્ગ/રસ્તા તરીકે ચે.૦/૬૦૦ થી ડાબી તરફ પાકો ડામર રસ્તો કોટડા ગામ તરફ ચે.૩/૬૦૦ પર…
Read Moreડાંગ જિલ્લાના સુબીર તાલુકા પંચાયત ખાતે સંપૂર્ણતા અભિયાન ૨.૦ નો પ્રારંભ કરાયો
હિન્દ ન્યુઝ, ડાંગ આકાંક્ષા જિલ્લા અને આકાંક્ષા બ્લોક કાર્યક્રમ અંતર્ગત ડાંગ જિલ્લા કક્ષાનો સંપૂર્ણતા અભિયાન ૨.૦ કાર્યક્રમ સુબીર તાલુકા પંચાયત કચેરી ખાતે યોજાયો હતો. ઉલ્લેખનીય છે કે, સંપુર્ણતા અભિયાન ૧.૦ ની સફળતાને આગળ વધારવા માટે સંપુર્ણતા અભિયાન ૨.૦ નો કાર્યક્રમ તા. ૨૮ જાન્યુઆરીથી તા. ૧૪ એપ્રિલ ૨૦૨૬ સુધી આયોજન કરવામાં આવેલ છે. જેમાં પોષણ, શિક્ષણ અને કૃષિ વિષયોના પસંદ કરેલા ૬ સૂચકાંકો પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે. અત્રે ઉલ્લેખનીય છે કે, એસ્પિરેશનલ ડિસ્ટ્રિક્ટ્સ પ્રોગ્રામ (ADP) ૨૦૧૮ માં શરૂ થયો હતો, જેમાં દેશના ૧૧૨ પછાત જિલ્લાઓને ઝડપી વિકાસ તરફ આગળ ધપાવવાનો…
Read More