હિન્દ ન્યુઝ, પંચમહાલ બાળ લગ્ન એક ગંભીર સામાજિક કુરિવાજ છે, જેમાં 18 વર્ષથી ઓછી ઉંમરની બાળકી અને 21 વર્ષથી ઓછી ઉંમરના યુવકના લગ્ન કરવામાં આવે છે, જે કાયદાકીય ગુનો છે. બાળ લગ્ન બાળકના સ્વાસ્થ્ય, શિક્ષણ અને સર્વાંગી વિકાસ માટે અત્યંત હાનિકારક છે. નાની ઉંમરે લગ્ન થવાથી ગર્ભાવસ્થા દરમિયાન બાળકીના સ્વાસ્થ્ય પર ગંભીર અસર પડે છે. વૈજ્ઞાનિક રીતે 20 થી 30 વર્ષની ઉંમર માતૃત્વ માટે શ્રેષ્ઠ માનવામાં આવે છે, જ્યારે વહેલા લગ્ન માતૃત્વને જોખમી બનાવી શકે છે. બાળ લગ્ન પ્રતિબંધક અધિનિયમ–2006 મુજબ બાળ લગ્ન કરનાર માતા-પિતા…
Read MoreDay: January 30, 2026
ધોરાજી તાલુકાના તોરણીયા ગામે પ્રાકૃતિક કૃષિની તાલીમ યોજાઈ
હિન્દ ન્યુઝ, ધોરાજી ખેડુતોએ પ્રાકૃતિક કૃષિથી થતા ફાયદાઓ વિશે વિસ્તૃત જાણકારી મેળવી 🚜🌾 ધોરાજી તાલુકાના તોરણીયા ગામે ખેડૂતો માટે એક વિશેષ તાલીમ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ખેડૂતોને રસાયણમુક્ત ખેતી એટલે કે પ્રાકૃતિક કૃષિ અપનાવવા માટે પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. મુખ્ય અંશ: ✅ જમીનની ફળદ્રુપતા જાળવવાની રીતો. ✅ રાસાયણિક ખાતર વગર ઓછા ખર્ચે વધુ ઉત્પાદન. ✅ ગાય આધારિત ખેતીના વિવિધ ફાયદાઓની સમજ. આ તાલીમ દ્વારા ખેડૂતોમાં જાગૃતિ ફેલાવી તેમને સમૃદ્ધ અને સ્વાસ્થ્યપ્રદ ખેતી તરફ વાળવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.
Read Moreસુરતની સ્મીમેર હોસ્પિટલને IDBI બેંકના CSR ફંડ હેઠળ રૂ.૧૦ લાખના ખર્ચે ‘ટ્રેડમિલ સ્ટ્રેસ ટેસ્ટ’ મશીનની ભેટ
હિન્દ ન્યુઝ, સુરત સુરત મહાનગરપાલિકા સંચાલિત સ્મીમેર હોસ્પિટલના મેડિસિન વિભાગમાં દર્દીઓની સુવિધામાં વધારો કરતા IDBI બેંકના CSR ફંડ હેઠળ રૂ.૧૦ લાખના અત્યાધુનિક ટ્રેડમિલ સ્ટ્રેસ ટેસ્ટ મશીનની ભેટ આપવામાં આવી છે. Schiller કંપનીના આ મશીનનું ઇન્સ્ટોલેશન પૂર્ણ કરી આજથી જ મનપાની હોસ્પિટલ કમિટી ચેરમેન મનીષાબેન આહિરના હસ્તે દર્દીઓ માટે ખુલ્લું મૂકવામાં આવ્યું છે. જે હૃદયની તપાસ તેમજ Ischemia હાર્ટ બ્લોક અને અન્ય બીમારીઓમાં અત્યંત સચોટ પરિણામો આપશે. એન્જીયોપ્લાસ્ટી, સ્ટેન્ટ અથવા બાયપાસના દર્દીઓના ફોલો અપમાં આ ટેસ્ટ થઈ શકશે.
Read Moreદાહોદ જિલ્લામાં શહીદ દિન નિમિત્તે કલેક્ટર કચેરી ખાતે બે મિનિટનું મૌન પાળવામાં આવ્યું
૩૦મી જાન્યુઆરી – શહીદ દિન હિન્દ ન્યુઝ, દાહોદ ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામમાં જે વીર જવાનોએ પોતાના પ્રાણના બલિદાન આપ્યા છે, તેવા શહીદ વીરોની સ્મૃતિમાં આજે તા. ૩૦મી જાન્યુઆરી,૨૦૨૬ને શુક્રવારના રોજ શહીદ દિન નિમિત્તે સમગ્ર દેશ-રાજ્યની સાથે દાહોદ જિલ્લામાં સવારે ૧૧.૦૦ કલાકે બે મિનિટનું મૌન પાળવામાં આવ્યું હતું. દાહોદ જિલ્લા સેવાસદન ખાતે જિલ્લા કલેક્ટર યોગેશ નિરગુડેની ઉપસ્થિતિમાં વહિવટી તંત્રના સૌ અધિકારી-કર્મચારીઓએ શહીદ વીરોની સ્મૃતિમાં તેમજ શહીદો પ્રત્યે ઋણ અદા કરવા શ્રદ્ધા અને સન્માનની ભાવનાથી બે મિનિટનું મૌન પાળી શ્રદ્ધાંજલી અર્પણ કરી હતી.
Read Moreવલસાડના વાંકલમાં ૪૦ માં મહાશિવરાત્રિ મહોત્સવની ભવ્ય તૈયારી
હિન્દ ન્યુઝ, વલસાડ વલસાડ જિલ્લાના વાંકલ ગામે આ વર્ષે મહાશિવરાત્રિના પાવન પર્વ નિમિત્તે એક અદ્વિતીય અને અલૌકિક ભક્તિ મહોત્સવ યોજાવા જઈ રહ્યો છે. રુદ્રાક્ષ વિશેષજ્ઞ અને વિશ્વવિખ્યાત શિવ કથાકાર પૂજ્ય બટુકભાઈ વ્યાસના સંકલ્પ અને સાનિધ્યમાં આયોજિત “મહાશિવરાત્રિ મહોત્સવ 2026” અંતર્ગત 31 લાખ રુદ્રાક્ષથી તૈયાર થતું 31 ફૂટ ઊંચું વિરાટ રુદ્રાક્ષ શિવલિંગ નિર્માણ પામે છે, જે સમગ્ર વિશ્વમાં ભક્તિ, શ્રદ્ધા અને ગૌરવનું અનોખું પ્રતીક બની રહ્યું છે. આ ભવ્ય મહોત્સવ 7 થી 15 ફેબ્રુઆરી 2026 દરમિયાન વલસાડ-ધરમપુર રોડ ઉપર આવેલા વાંકલ પાસે – દુલસાડ ખાતે…
Read More