કલેકટર યોગેશ નિરગુડે ના અધ્યક્ષ સ્થાને જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન, ખરેડી ખાતે ૧૧ મો એજ્યુકેશનલ ઇનોવેશન ફેસ્ટિવલ યોજાયો

હિન્દ ન્યુઝ, દાહોદ     દાહોદ જિલ્લાના દાહોદ તાલુકામાં આવેલ ખરેડી ખાતે જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન આયોજિત વર્ષ ૨૦૨૫-૨૬ નો ૧૧ મો જિલ્લા કક્ષાનો એજ્યુકેશનલ ઇનોવેશન ફેસ્ટિવલ કલેકટર યોગેશ નિરગુડે ના અધ્યક્ષ સ્થાને યોજવામાં આવ્યો હતો. આ પ્રસંગે કલેકટર યોગેશ નિરગુડે એ જણાવ્યું હતું કે, શિક્ષણની શરૂઆત જ આંગણવાડીથી થાય છે. નાનકડાં બાળકોમાં નાનપણ થી જ સારા સંસ્કારોનું સિંચન કરવાની જવાબદારી શિક્ષકોની છે. શિક્ષકો વિદ્યાર્થીઓને વાંચન-ગણન-લેખનની સાથે તેઓ આગળ વધી સક્ષમ બને એ માટેના પ્રયત્નો કરે એ જરુરી છે. બાળકોને બેઝિક જ્ઞાન આપવા સાથે માર્ગદર્શક તરીકેની મહત્વની જવાબદારી શિક્ષકોએ…

Read More

જિલ્લા કલેક્ટર કેતન ઠક્કરના હસ્તે જામનગરના ધુંવાવ ખાતે એસ.બી.આઈ. RSETI ના રૂ. 1.28 કરોડના વિકાસકામોનું લોકાર્પણ કરાયું

હિન્દ ન્યુઝ, જામનગર  જામનગર તાલુકાના ધુંવાવ સ્થિત એસ.બી.આઈ. ગ્રામીણ સ્વરોજગાર તાલીમ સંસ્થા (RSETI) ખાતે તારીખ 23 જાન્યુઆરી 2026 ના રોજ એક ભવ્ય લોકાર્પણ કાર્યક્રમ યોજાયો હતો. એસ.બી.આઈ. તરફથી પ્રાપ્ત થયેલ રૂ. 1.28 કરોડના CSR ફંડ દ્વારા નવનિર્મિત ટ્રેનિંગ સેન્ટરની કમ્પાઉન્ડ વોલ, બિલ્ડીંગ બેઝ તથા એપ્રોચ રોડનું ઉદ્ઘાટન જામનગર કલેક્ટર કેતન ઠક્કરના હસ્તે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાના ચીફ જનરલ મેનેજર બાલાજીકુમાર સિંઘસામંતાની ગરિમામય ઉપસ્થિતમાં કરવામાં આવ્યું હતું. મહિલા સશક્તિકરણને વેગ આપતા આ કાર્યક્રમમાં ૧૮ સખીમંડળના બહેનોને ‘લખપતિ દીદી’ તરીકે પુરસ્કૃત કરવામાં આવ્યા હતા, તેમજ ૧૦ સખીમંડળના બહેનોને કુલ રૂ. 33 લાખના…

Read More