હિન્દ ન્યુઝ, સુરત સુરત જિલ્લા રોડ સેફ્ટી કાઉન્સિલની બેઠક કલેક્ટર કચેરીના સભાખંડમાં જિલ્લા કલેક્ટર ડો.સૌરભ પારધીના અધ્યક્ષસ્થાને મળી હતી. બેઠકમાં જિલ્લામાં માર્ગ સલામતી વ્યવસ્થાને સુદ્રઢ બનાવવા અને અકસ્માતોનું પ્રમાણ ઘટાડવા માટે વિવિધ મહત્વના મુદ્દાઓ પર ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી. સુરત જિલ્લામાં માર્ગ અકસ્માતોને કારણે થતા માનવમૃત્યુના દરમાં ઘટાડો કરવા માટે તમામ સંબંધિત વિભાગોને નિવારાત્મક પગલા અને રોડ મિકેનિઝમ સુદ્રઢ કરી માર્ગ સલામતી સુનિશ્ચિત કરવા કલેક્ટરશ્રીએ જણાવ્યું હતું. તેમણે જિલ્લામાં આવેલા રસ્તા અને પુલો હેવી વેહીકલ્સ માટે નથી બન્યા તેમનો ઉપયોગ આવા ભારે વાહનો માટે…
Read MoreMonth: January 2026
‘નમો લક્ષ્મી યોજના’: દીકરીઓના શિક્ષણ થકી સશક્તિકરણનું ધ્યેય
હિન્દ ન્યુઝ, સુરત સુરતની એક એવી કન્યા શાળા જેમાં અભ્યાસ કરતી ધો.૯થી ૧૨ની ૧૦૦ ટકા વિદ્યાર્થિઓને નમો લક્ષ્મી યોજના હેઠળ આવરી લેવાઈ નમો લક્ષ્મી યોજનાનું સફળ અમલીકરણ અને ઉમદા હેતુની પૂર્તિનું શ્રેષ્ઠ ઉદાહરણ એટલે વિ.ઠા. ચોકસી કન્યા વિદ્યાલય: ધો.૯થી ૧૨ની ૮૭૦ દીકરીઓને મળી રહી છે આ યોજનાની રૂ.૫૦ હજારની સ્કોલરશીપ રાજ્ય સરકારની નમો લક્ષ્મી યોજનાના પરિણામે રાજ્ય સરકાર અનુદાનિત વિ.ઠા. ચોકસી કન્યા વિદ્યાલયમાં ધો.૯થી ૧૨માં દીકરીઓના નામાંકનમાં વધારો નોંધાયો જે દીકરીઓએ અમારી શાળામાં ધો.૯ અને ધો.૧૦ નો અભ્યાસ કર્યા બાદ ભણવાનું છોડી દીધું હતું, તે પણ હવે અધૂરો…
Read Moreછોટાઉદેપુર વન વિભાગ દ્વારા ફતેપુરા નર્સરી ખાતે રૂ.૨.૦૦ કરોડના ખર્ચે નવનિર્મિત થનાર ‘ટ્રાન્ઝીટ હોસ્ટેલ’નું શિલાન્યાસ
હિન્દ ન્યુઝ, છોટાઉદેપુર ગુજરાત સરકારના વન અને પર્યાવરણ વિભાગના સંકલ્પને સાકાર કરતા, છોટાઉદેપુર વન વિભાગ હેઠળ ‘ટ્રાન્ઝીટ હોસ્ટેલ’ મકાનનું શિલાન્યાસ પ્રાભારીમંત્રી મનીષાબેન વકીલના વરદહસ્તે કરવામાં આવ્યું હતું. પ્રભારીમંત્રી મનીષાબેન વકીલે જણાવ્યું હતું કે, વન વિભાગની ફતેપુરા નર્સરી ખાતે અંદાજે ૮૦૦૦ ચોરસ ફૂટ જમીન પર અંદાજિત રૂ. ૨.૦૦ કરોડના ખર્ચે અત્યાધુનિક સુવિધાઓ સાથે તૈયાર થનાર ‘ટ્રાન્ઝીટ હોસ્ટેલ’ વન વિભાગના કર્મચારીઓના કલ્યાણ અને શૈક્ષણિક પ્રગતિ માટે સીમાચિહ્નરૂપ સાબિત થશે.વન વિભાગ હેઠળના અંતરિયાળ વિસ્તારો જેવા કે રંગપુર, ડોલરીયા, પાનવડ, કવાંટ અને છોટાઉદેપુર રેંજના ફોરેસ્ટર તથા બીટગાર્ડ મિત્રો દિવસ-રાત જંગલની સુરક્ષામાં કાર્યરત હોય છે.અંતરિયાળ…
Read Moreસનરાઈઝ સ્કૂલ ખાતે ઉમંગભેર પ્રજાસત્તાક દિનની ઉજવણી
હિન્દ ન્યુઝ, ધ્રોલ ધ્રોલ તાલુકામાં આવેલ સનરાઈઝ ઇંગ્લીશ એન્ડ ગુજરાતી માધ્યમ સ્કુલ ખાતે 26 જાન્યુઆરીના રોજ 77 માં પ્રજાસત્તાક દિન નિમિત્તે ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમ યોજવામાં આવ્યો. આ કાર્યક્રમનું આયોજન શાળાના સંચાલક અરવિંદભાઈ ભીમાણી તેમજ આચાર્ય પ્રવિણાબેન ભીમાણી દ્વારા કરવામાં આવ્યું. સાંસ્કૃતિક કાર્યક્રમમાં બાળકો દ્વારા નૃત્ય અને નાટકની અનોખી રજૂઆત કરાઈ તેમજ શહીદોના જીવન પ્રસંગો નું ચિત્ર બાળકોની સામે રજૂઆત કરવામાં આવી. આ ઉપરાંત બાળકો દ્વારા આસપાસના વિસ્તારમાં ઘરે ઘરે રાષ્ટ્રીય જાગૃતિ અંગે બાળકોની મુલાકાતનું આયોજન કરી સાંસ્કૃતિક, રાષ્ટ્રીય તેમજ બંધારણીય માહિતી વિશે જાગૃતિ ફેલાવવાની પહેલ…
Read Moreજળસંપત્તિ અને પાણી પુરવઠા રાજ્યમંત્રી ઈશ્વરસિંહ પટેલે નહેર સુધારણા કામોનું નિરીક્ષણ કર્યું
હિન્દ ન્યુઝ, નવસારી જળસંપત્તિ અને પાણી પુરવઠા વિભાગના રાજ્ય મંત્રી ઈશ્વરસિંહ પટેલે ઉકાઈ–કાકરાપાર કમાંડ વિસ્તાર હેઠળ દક્ષિણ ગુજરાતમાં અમલમાં મૂકાયેલા નહેર સુધારણા પ્રોજેક્ટોની પ્રત્યક્ષ મુલાકાત લઈને કામગીરીની વિગતવાર સમીક્ષા કરી હતી. નવસારી જિલ્લામાં ચાલતા આ મહત્વના પ્રોજેક્ટ અંતર્ગત મંત્રી ઇશ્વરસિંહ પટેલે નવસારી જિલ્લાના જલાલપોર તાલુકાના મહુવર ગામે ઉભરાટ બ્રાંચ નહેરો તેમજ એરુ ખાતે સબ માઈનોર નહેરોમાં ચાલી રહેલા લાઈનીંગ અને સ્ટ્રક્ચર વર્કનું સ્થળ પર જઈ નિરીક્ષણ કર્યું હતું. દક્ષિણ ગુજરાતના ખેડૂતો માટે આ નહેર યોજના મહત્વની હોવાનું જણાવતા મંત્રીશ્રીએ…
Read Moreનવ સર્જિત વાવ થરાદ જિલ્લાને મળશે અદ્યતન જિલ્લા સેવા સદન
હિન્દ ન્યુઝ, થરાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે થરાદ ખાતે અંદાજે ₹70 કરોડના ખર્ચે 39 એકરના વિસ્તારમાં નિર્માણ પામનાર જિલ્લા સેવા સદનનું ભૂમિપૂજન વિધાનસભાના માનનીય અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી તથા રાજ્યમંત્રી સ્વરૂપજી ઠાકોર સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિમાં સંપન્ન કર્યું. ગ્રીન બિલ્ડિંગના ધોરણે નિર્માણ પામનાર અત્યાધુનિક સુવિધાઓ સાથેના આ સેવા સદનમાં જિલ્લા કલેક્ટર કચેરી સહિત રાજ્ય સરકારના વિવિધ વિભાગોની 30થી વધુ જિલ્લા સ્તરીય કચેરીઓ કાર્યરત કરવામાં આવશે, જેના પરિણામે જિલ્લાના નાગરિકોને એક જ સ્થળેથી સરકારના વિવિધ વિભાગોની સેવાઓ સરળતાએ પ્રાપ્ત થશે અને તેમના સમય અને સંસાધનોની બચત થશે તેમજ વહીવટી કાર્યક્ષમતામાં વધારો…
Read Moreતા.૨૫મી જાન્યુઆરી- ૧૬મો રાષ્ટ્રીય મતદાતા દિન-૨૦૨૬
હિન્દ ન્યુઝ, સુરત જિલ્લા કલેક્ટર ડો.સૌરભ પારધીના અધ્યક્ષસ્થાને એમ.ટી.બી.કોલેજ કેમ્પસમાં રાષ્ટ્રીય ‘મતદાતા દિવસ- ૨૦૨૫’ (NVD-2025) ની ઉજવણી કરાશે જિલ્લા કલેક્ટર અને જિલ્લા ચૂંટણી અધિકારી ડો.સૌરભ પારધીના અધ્યક્ષસ્થાને તા.૨૫મી જાન્યુ.એ સવારે ૧૧.૩૦ વાગ્યે સાર્વજનિક એજ્યુકેશન ટ્રસ્ટ, એમ.ટી.બી.કોલેજ કેમ્પસ, ચોપાટી ગાર્ડનની સામે, અઠવાલાઈન્સ ખાતે ‘માય ઇન્ડિયા, માય વોટ’ થીમ અને ‘Citizen at the Heart of Indian Democracy’ ની ટેગલાઈન સાથે પર ૧૬મા રાષ્ટ્રીય ‘મતદાતા દિવસ- ૨૦૨૫’ (NVD-2025) ની ઉજવણી કરવામાં આવશે.
Read Moreઉમરગામ નગરપાલિકાના ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે પ્રજાસત્તાક પર્વની ઉજવણીમાં ઉપસ્થિત
હિન્દ ન્યુઝ, ઉમરગામ રાજ્યના આદિજાતિ વિકાસ, ખાદી, કુટીર અને ગ્રામોદ્યોગ વિભાગના કેબિનેટ મંત્રી નરેશભાઈ પટેલ તા. ૨૬/૦૧/૨૦૨૬ના રોજ સવારે ૯ કલાકે ઉમરગામ નગરપાલિકાના ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે પ્રજાસત્તાક પર્વની ઉજવણીમાં ઉપસ્થિત રહી બપોરે ૧૨ કલાકે કલગામમાં આવેલી એકલવ્ય મોડેલ રેસીડેન્શીયલ સ્કૂલનું ખાતમુહૂર્ત કરશે. ત્યારબાદ અનુકૂળતાએ ઉમરગામ તાલુકાના માણેકપુર ગામમાં વૃંદાવન ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે યોજાનાર ઉમરગામ તાલુકા વારલી સમાજની મેગા ક્રિકેટ ટુર્નામેન્ટ ૨૦૨૬માં હાજરી આપશે. કાર્યક્રમ પૂર્ણ થયેથી ચીખલી, જિ.નવસારી જવા રવાના થશે.
Read Moreતા.૨૫મી જાન્યુઆરી- ૧૬મો રાષ્ટ્રીય મતદાતા દિન-૨૦૨૫
હિન્દ ન્યુઝ, તા.૨૫મી જાન્યુઆરી-૧૯૫૦ના રોજ ભારતીય ચૂંટણી પંચની સ્થાપના કરવામાં આવી હતી, જેને વર્ષ ૨૦૧૧ થી રાષ્ટ્રીય મતદાતા દિવસ (NVD) તરીકે પણ ઉજવવામાં આવે છે. આ દિનની ઉજવણીનો ઉદ્દેશ્ય ભારતના નાગરિકોને મતદાર તરીકે તેમના અધિકારો અને જવાબદારીઓથી વાકેફ કરવાનો છે. આ વર્ષે & “Nothing Like Voting, I Vote for Sure” (મતદાન જેવું શ્રેષ્ઠ બીજું કઈ નથી, હું ચોક્કસપણે મતદાન કરીશ) થીમ પર મતદાતા દિનની ઉજવણી થઈ રહી છે. ભારતના ચૂંટણી પંચ (ECI)ની સ્થાપના ૨૫/૦૧/૧૯૫૦ ના રોજ પ્રથમ પ્રજાસત્તાક દિવસની પૂર્વ સંધ્યાએ કરવામાં આવી હતી. બંધારણ સભાએ આર્ટિકલ ૩૨૪…
Read Moreસુરત જિલ્લામાં બાગાયત ખાતાની સહાયલક્ષી યોજનાઓ માટે ખેડૂતોએ સમયમર્યાદામાં ક્લેમ સબમિટ કરવા અનુરોધ
હિન્દ ન્યુઝ, સુરત સુરત જિલ્લામાં વર્ષ ૨૦૨૫-૨૬ માટે બાગાયત ખાતા દ્વારા ખેડૂતલક્ષી વિવિધ સહાયલક્ષી યોજનાઓ અમલમાં મુકવામાં આવી છે. આ યોજનાઓ અંતર્ગત પેકિંગ મટીરીયલ્સ, હાઇબ્રીડ શાકભાજી બિયારણ, છુટા ફુલો, જામફળ અને આંબા જેવા ફળ પાકોના વાવેતર, કેળ (ટીસ્યુ કલ્ચર), ટ્રેલીઝ મંડપ (કાચા, અર્ધપાકા અને પાકા), કૃષિ યાંત્રીકરણ પ્રોત્સાહન, પ્લાસ્ટિક આવરણ (મલ્ચિંગ), શાકભાજી પાકો માટે ક્રોપ કવર, વેલાવાળા શાકભાજી માટે ટીસ્યુ કલ્ચરથી ઉત્પન્ન પ્લાન્ટિંગ મટીરીયલ તેમજ બાગાયતી પાકોમાં વોટર સોલ્યુબલ ખાતર જેવા ઘટકો માટે સહાય આપવામાં આવી રહી છે. ઉપરોક્ત યોજનાઓ હેઠળ i-khedut 2.0 પોર્ટલ…
Read More