આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ ૨૦૨૬ હિન્દ ન્યુઝ, ભુજ ગુજરાત સરકાર દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ રાજ્યના અન્ય સ્થળોની સાથે કચ્છના ધોળાવીરા ખાતે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. ધોળાવીરા ખાતે ૧૦ જાન્યુઆરી ૨૦૨૬ના રોજ સવારે ૯.૩૦ કલાકે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનો પ્રારંભ થશે. આ પતંગ મહોત્સવમાં ૧૮ દેશના ૪૫ તથા ૭ રાજ્યના ૨૩ પતંગબાજો ધોળાવીરાના આકાશમાં અવનવી પતંગોની રંગોળી રચશે. આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનું આયોજન ગુજરાત પ્રવાસન નિગમ લિમિટેડ અને જિલ્લા વહીવટીતંત્ર કચ્છના સંયુક્ત ઉપક્રમે કરવામાં આવ્યું છે. આ આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવમાં જિલ્લા પંચાયતના પ્રમુખ જનકસિંહ…
Read MoreMonth: January 2026
રાજ્યમંત્રી રમેશભાઈ કટારાના અધ્યક્ષ સ્થાને રાજ્ય કક્ષાનો પ્રજ્ઞાચક્ષુ દિવ્યાંગ ખેલાડીઓ માટે દિવ્યાંગ ખેલ મહોત્સવનો શુભારંભ
હિન્દ ન્યુઝ, દાહોદ બ્લાઈંડ વેલફેર કાઉન્સિલ, દાહોદ અને નેશનલ એસોશિએશન ફોર ધી બ્લાઈંડ, દાહોદના સંયુક્ત ઉપક્રમે પ્રજ્ઞાચક્ષુ દિવ્યાંગ ખેલાડીઓ માટે રાજ્ય કક્ષાનો સ્પે. ખેલ મહાકુંભ દાહોદ જિલ્લાના દેવગઢ બારિયા તાલુકામાં આવેલ મહારાજા જયદીપસિંહજી, રમત-ગમત સંકુલ, દેવગઢ બારીયા ખાતે રાજ્યમંત્રી રમેશભાઈ કટારાના અધ્યક્ષ સ્થાને ૦૪ દિવસ ચાલનારા દિવ્યાંગ ખેલ મહોત્સવ નો પ્રારંભ કરવામાં આવ્યો હતો. પ્રજ્ઞાચક્ષુ દિવ્યાંગ ખેલાડીઓમાં રમત-ગમતની ભાવના, આત્મવિશ્વાસ તથા પ્રતિભાને પ્રોત્સાહન આપવાના હેતુસર રાજ્ય કક્ષા સ્પેશિયલ ખેલ મહાકુંભમાં તમામ ખેલાડીઓ ઉત્સાહ પૂર્વક ભાગ લઇ દાહોદ અને ગુજરાતનું નામ રોશન કરે તેવી શુભેચ્છા રાજ્ય મંત્રીશ્રી રમેશભાઈ કટારાએ સૌ…
Read More‘સોમનાથ સ્વાભિમાન પર્વ’; અતૂટ આસ્થાના 1000 વર્ષ
હિન્દ ન્યુઝ, સોમનાથ ભારતીય ઋષિ સંસ્કૃતિનું વહન કરતી વર્ષો જૂની શ્રી સોમનાથ સંસ્કૃત પાઠશાળા; જ્યાં નિત્ય વેદની ઋચા, શ્લોક, મંત્રનો ગુંજારવ થાય છે, સાથે જ અહીં વિદ્યાર્થીઓ ભારતના પૌરાણિક અને આધ્યાત્મિક જ્ઞાનને આત્મસાત કરે છે. અહીં ઋષિ કુમારો ભારતીય સંસ્કૃતિના અભિન્ન ભાગરૂપ સંસ્કૃત સાહિત્ય, વેદ, પુરાણ, જ્યોતિષ, વૈદિક ગણિત, વાસ્તુશાસ્ત્ર, આયુર્વેદ સહિતના વિષયનો અભ્યાસ કરી રહ્યા છે. શ્રી સંસ્કૃત સોમનાથ પાઠશાળામાં ધોરણ 9થી 12 સુધીનો અભ્યાસ કરાવવામાં આવે છે.
Read Moreદાદા અને પિતા બાદ દીકરીઓના હાથમાં પતંગની ડોર: સુરતના એક જ પરિવારની ત્રીજી પેઢીની ૮ બહેનો ચલાવે છે ૭૫ વર્ષ જૂનો પતંગનો વ્યવસાય
હિન્દ ન્યુઝ, સુરત પતંગ માટે પ્રખ્યાત સુરતના રાંદેર ફકીરવાડના રમજુબેન પતંગવાલા અને તેમની બહેનો એક સિઝનમાં જાતે બનાવીને વેચે છે ૫૦થી ૬૦ હજાર પતંગ સુરતી રંગીન અને સુપર વ્હાઈટ કાગળમાંથી બનાવે છે સાડી સત્તાવીસ ચીલ, ચોત્રીસ પોણીયા, સાડત્રીસ અડદિયા, રોકેટ અને પ્રિન્ટ સહિતની પતંગની અન્ય વેરાઈટી ઉત્તરાયણ પર્વના દિવસો અગાઉ જ રાંદેરના પ્રખ્યાત પતંગ માર્કેટમાં સુરતીઓની ભીડ ઉમટી પડે છે. જેનું કારણ છે ત્યાં વસતા વર્ષો જૂના પતંગના વ્યાપારીઓ, જેઓ પરંપરાગત રીતે પેઢીઓથી પતંગના વ્યવસાય સાથે સંકળાયેલા છે. ૩૫ વર્ષથી…
Read Moreकेंद्रीय कृषि मंत्री शिवराज सिंह चौहान ने अंतरराष्ट्रीय संगठनों के प्रतिनिधियों से की बैठक
हिन्द न्यूज़, दिल्ली केंद्रीय कृषि एवं किसान कल्याण मंत्री श्री शिवराज सिंह चौहान ने आज नई दिल्ली स्थित कृषि भवन में एक उच्चस्तरीय बैठक की अध्यक्षता की, जिसमें प्रमुख अंतरराष्ट्रीय एवं बहुपक्षीय विकास साझेदार संगठनों के प्रतिनिधियों ने भाग लिया। इनमें फूड एंड एग्रीकल्चर ऑर्गनाइजेशन (FAO), वर्ल्ड फूड प्रोग्राम (WFP), इंटरनेशनल फंड फॉर एग्रीकल्चरल डेवलपमेंट (IFAD), वर्ल्ड बैंक, एशियन डेवलपमेंट बैंक (ADB), डॉयचे गेसेलशाफ्ट फ्यूर इंटरनेशनेले जुसामेनआर्बाइट (GIZ) तथा जापान इंटरनेशनल कोऑपरेशन एजेंसी (JICA) शामिल हैं। बैठक का उद्देश्य सहयोग को और सुदृढ़ करना, दीर्घकालिक विकास प्राथमिकताओं का…
Read Moreસોમનાથની સ્થાનિક મહિલાઓ રોજગારી મેળવી સ્ત્રી સશક્તિકરણ તરફ આગળ
હિન્દ ન્યુઝ, સોમનાથ પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં જીવ માત્રનું કલ્યાણ થઈ રહ્યું છે. દાદાની દિવ્ય આશિષમાં સોમનાથની સ્થાનિક મહિલાઓ રોજગારી મેળવી સ્ત્રી સશક્તિકરણ તરફ આગળ વધી રહી છે. સોમનાથ મહાદેવ મંદિરમાં સમાનઘરથી લઈ આકાશે લહેરાતી ધજા સુધી અને બિલ્વવનથી લઈને વસ્તુ પ્રસાદ સુધી મંદિર ટ્રસ્ટ દ્વારા ફક્ત સ્થાનિક મહિલાઓને પ્રાધાન્ય આપવામાં આવે છે. ભગવાન સોમનાથની પાવન ભૂમિ પરથી આસ્થા, સ્ત્રીસશક્તિકરણ અને આત્મનિર્ભર ભારતનો એક નવો અધ્યાય લખાયો છે. અહીં, મહાદેવને અર્પણ થતાં પીતાંબર હવે માત્ર આસ્થાનું પ્રતીક નથી, પરંતુ દાદાના વસ્ત્રો ગ્રામીણ મહિલાઓના આર્થિક સ્વાવલંબનનું માધ્યમ…
Read Moreસોમનાથ સ્વાભિમાન પર્વ : સોમનાથ મંદિરનું પુનઃનિર્માણએ વિનાશના પ્રયાસ પર નિર્માણના વિજયની ગાથા
હિન્દ ન્યુઝ, જૂનાગઢ સોમનાથ મંદિર સરદારના લોખંડી સંકલ્પ અને પ્રેરણાથી લોક ફાળાથી પુનઃ નિર્મિત થયું સરદારે જન્મદિવસની ઉજવણી પ્રસંગે અન્ય ખર્ચ ન કરવા અને સોમનાથ મંદિર માટે ભંડોળ એકત્ર કરવાની ટહેલ નાખી હતી સોમનાથ મંદિરના વૈભવ પર અનેકોવખત વિદેશી આક્રાંતાઓએ કરડી નજર કરી, પરંતુ આધ્યાત્મિક અને સાંસ્કૃતિક ચેતનારૂપ સોમનાથને બચાવવા માટે જ્ઞાતિજાતિના ભેદભાવ વગર સ્થાનિક રાજવંશો અને લોકો બહાદુરીથી લડ્યા હતા મુશ્કેલીઓ – પડકારો વચ્ચે સોમનાથ મંદિરના પુનઃ નિર્માણ માટે પ્રતિબદ્ધતા આજે પ્રેરણારૂપ સોમનાથ મંદિરના પુનઃનિર્માણ અને ઇતિહાસની રસપ્રદ વાત કરે છે ઇતિહાસકાર ડો. વિશાલ જોશી ભારતીય…
Read Moreમોરા ગ્રામ પંચાયત દ્વારા સ્વચ્છતા અને વિકાસ કામગીરીને નવી ગતિ
હિન્દ ન્યુઝ, સુરત જિલ્લા કલેક્ટર ડો.સૌરભ પારધી અને જિલ્લા વિકાસ અધિકારી શ્રીમતી શિવાની ગોયલે પ્રવાસન સ્થળ તરીકે વિકસિત થઈ રહેલા સુંવાલી બીચની તા.૦૬ ડિસે.-૨૦૨૫ ના રોજ મુલાકાત લીધી હતી, જે દરમિયાન મોરા ગ્રામ પંચાયતની પણ મુલાકાત લઈ મોરા તથા આસપાસના વિસ્તારોમાં સ્વચ્છતા જળવાઈ રહે તે માટે સુવ્યવસ્થિત અને સઘન કાર્યવાહી કરવા સૂચનાઓ આપી હતી. આ સૂચનાઓના અનુસંધાને મોરા ગ્રામ પંચાયત દ્વારા છેલ્લા ૨૦ દિવસથી સઘન સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવ્યું છે, જેમાં ગામને બે ઝોનમાં વિભાજિત કરી ટેકનોલોજી આધારિત રૂટ મેપિંગ સાથે GPS આધારિત ડોર ટુ ડોર કચરા સંગ્રહ વ્યવસ્થા…
Read Moreએક જ જન્મમાં, એક જ દિવસે અને એક જ સ્થળે આધ્યાત્મિક દર્શનનો લાભ એટલે શ્રી ૫૧ શકિતપીઠ પરિક્રમા મહોત્સવ
હિન્દ ન્યુઝ, બનાસકાંઠા આગામી ૩૦ જાન્યુઆરીથી ૧ ફેબ્રુઆરી ૨૦૨૬ સુધી ત્રણ દિવસીય ‘શ્રી ૫૧ શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ-૨૦૨૬’નું આયોજન કરાશે શ્રી ૫૧ શક્તિપીઠ પરિક્રમા મહોત્સવના સુચારુ આયોજન સંદર્ભે જિલ્લા કલેકટર મિહિર પટેલના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ પાર્કિંગ, સ્વચ્છતા, નિશુલ્ક ભોજન સહિત શ્રદ્ધાળુઓને તમામ સુવિધાઓ પૂરી પાડવા વહીવટી તંત્ર સજ્જ માઈભક્તોને આગામી શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ ૨૦૨૬માં પધારવા માટે જિલ્લા કલેકટર દ્વારા આમંત્રણ પાઠવાયું
Read Moreનવી દિલ્હીમાં ૬૮મી રાષ્ટ્રીય શૂટિંગ ચેમ્પિયનશિપ સ્પર્ધામાં સાવલી તાલુકા રાઇફલ એસોસિએશન (STRA) ની ટ્રેપ શૂટર ચમકી
હિન્દ ન્યુઝ, દાહોદ ૧૯ વર્ષિય યશાયાએ ડબલ ટ્રેપ યુથ અને જુનિયર મહિલા શ્રેણીઓમાં ગોલ્ડ મેડલ,સિનિયર મહિલા ઇવેન્ટમાં બ્રોન્ઝ મેડલ જીતી દાહોદની રહેવાસી અને સાવલી તાલુકા રાઇફલ એસોસિએશનની સભ્ય, યશાયા હાફિઝ કોન્ટ્રાક્ટર તાજેતરમાં નવી દિલ્હીમાં યોજાયેલ શોટગન ઇવેન્ટ્સ – ૨૦૨૫ માં ૬૮મી રાષ્ટ્રીય શૂટિંગ ચેમ્પિયનશિપ સ્પર્ધામાં ચમકી. ૧૯ વર્ષિય યશાયાએ ડબલ ટ્રેપ યુથ અને જુનિયર મહિલા શ્રેણીઓમાં ગોલ્ડ મેડલ જીત્યો, જ્યારે તે જ સ્કોરથી તેણીએ સિનિયર મહિલા ઇવેન્ટમાં બ્રોન્ઝ મેડલ મેળવ્યો. ડબલ ટ્રેપમાં રાષ્ટ્રીય સ્પર્ધામાં વ્યક્તિગત મેડલ જીતવાનો આ તેણીનો સતત પાંચમો વર્ષ છે, જે પોતે જ એક નોંધપાત્ર સિદ્ધિ છે.…
Read More