મોરા ગ્રામ પંચાયત દ્વારા સ્વચ્છતા અને વિકાસ કામગીરીને નવી ગતિ

હિન્દ ન્યુઝ, સુરત

જિલ્લા કલેક્ટર ડો.સૌરભ પારધી અને જિલ્લા વિકાસ અધિકારી શ્રીમતી શિવાની ગોયલે પ્રવાસન સ્થળ તરીકે વિકસિત થઈ રહેલા સુંવાલી બીચની તા.૦૬ ડિસે.-૨૦૨૫ ના રોજ મુલાકાત લીધી હતી, જે દરમિયાન મોરા ગ્રામ પંચાયતની પણ મુલાકાત લઈ મોરા તથા આસપાસના વિસ્તારોમાં સ્વચ્છતા જળવાઈ રહે તે માટે સુવ્યવસ્થિત અને સઘન કાર્યવાહી કરવા સૂચનાઓ આપી હતી. આ સૂચનાઓના અનુસંધાને મોરા ગ્રામ પંચાયત દ્વારા છેલ્લા ૨૦ દિવસથી સઘન સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવ્યું છે, જેમાં ગામને બે ઝોનમાં વિભાજિત કરી ટેકનોલોજી આધારિત રૂટ મેપિંગ સાથે GPS આધારિત ડોર ટુ ડોર કચરા સંગ્રહ વ્યવસ્થા અમલમાં મૂકવામાં આવી છે.

વધુ અસરકારક સફાઈ માટે અગાઉના ૧૦ સફાઈ કર્મચારીઓની સામે હવે દિવસ દરમ્યાન ૧૫ તથા રાત્રિ દરમ્યાન વધારાના ૧૫ થી ૨૦ સફાઈ કર્મચારીઓ દ્વારા નિયમિત સફાઈ કરવામાં આવી રહી છે. સાથે સાથે ગામના વિવિધ વિસ્તારોમાં રહેલા લેગસી વેસ્ટના કચરાના ઢગલાઓ દૂર કરવાની કામગીરી પણ સતત ચાલી રહી છે. સ્વચ્છતા જળવાઈ રહે તે હેતુસર જાહેર સ્થળોએ CCTV કેમેરા દ્વારા મોનિટરીંગ અને ગામના મુખ્ય પ્રવેશદ્વાર તેમજ સુંવાલી રોડ પર સોલાર આધારિત CCTV કેમેરા સ્થાપિત કરવામાં આવ્યા છે. ગ્રામ પંચાયતની સામાન્ય સભાની તા. ૧૫/૧૨/૨૦૨૫ સામાન્ય સભાના ઠરાવ નંબર – ૪૪૫ (૧) થી રૂપિયા ૫૦૦૦ હજાર સુધીની દંડ કરવા માટેની કાર્યવાહી શરૂ છે.

Related posts

Leave a Comment