નવી દિલ્હીમાં ૬૮મી રાષ્ટ્રીય શૂટિંગ ચેમ્પિયનશિપ સ્પર્ધામાં સાવલી તાલુકા રાઇફલ એસોસિએશન (STRA) ની ટ્રેપ શૂટર ચમકી

હિન્દ ન્યુઝ, દાહોદ

૧૯ વર્ષિય યશાયાએ ડબલ ટ્રેપ યુથ અને જુનિયર મહિલા શ્રેણીઓમાં ગોલ્ડ મેડલ,સિનિયર મહિલા ઇવેન્ટમાં બ્રોન્ઝ મેડલ જીતી

દાહોદની રહેવાસી અને સાવલી તાલુકા રાઇફલ એસોસિએશનની સભ્ય, યશાયા હાફિઝ કોન્ટ્રાક્ટર તાજેતરમાં નવી દિલ્હીમાં યોજાયેલ શોટગન ઇવેન્ટ્સ – ૨૦૨૫ માં ૬૮મી રાષ્ટ્રીય શૂટિંગ ચેમ્પિયનશિપ સ્પર્ધામાં ચમકી.

૧૯ વર્ષિય યશાયાએ ડબલ ટ્રેપ યુથ અને જુનિયર મહિલા શ્રેણીઓમાં ગોલ્ડ મેડલ જીત્યો, જ્યારે તે જ સ્કોરથી તેણીએ સિનિયર મહિલા ઇવેન્ટમાં બ્રોન્ઝ મેડલ મેળવ્યો. ડબલ ટ્રેપમાં રાષ્ટ્રીય સ્પર્ધામાં વ્યક્તિગત મેડલ જીતવાનો આ તેણીનો સતત પાંચમો વર્ષ છે, જે પોતે જ એક નોંધપાત્ર સિદ્ધિ છે. વર્ષોથી સમર્પણ અને કૌટુંબિક પ્રતિબદ્ધતાને કારણે તેણીના સ્કોરમાં સતત સુધારો થયો છે.

હાલ તેણી MIT-વર્લ્ડ પીસ યુનિવર્સિટી, પુણેમાં બેચલર ઓફ લિબરલ આર્ટ્સની ડિગ્રીનો અભ્યાસ કરે છે. તે પુણેમાં બાલેવાડી શોટગન શૂટિંગ રેન્જમાં તેના કોચ સિદ્ધાર્થ પવારના માર્ગદર્શન હેઠળ તાલીમ લેવા માટે સમયનું સુચારૂ સંચાલન કરે છે.

Related posts

Leave a Comment