પ્રધાનમંત્રી આવાસ યોજના (ગ્રામીણ) અંતર્ગત આવાસ બાંધકામ માટે સર્વે તા. ૩૧ જાન્યુઆરી ૨૦૨૫ સુધી હાથ ધરાશે

હિન્દ ન્યુઝ, ભાવનગર ગ્રામીણ વિકાસ વિભાગ દ્વારા અમલિકૃત પ્રધાનમંત્રી આવાસ યોજના (ગ્રામીણ) માં વ્યક્તિગત ધોરણે આવાસ બાંધકામ માટે રૂા.૧,૨૦,૦૦૦/- ની સહાય ના નવો સર્વે (વર્ષ ૨૦૨૪-૨૫ થી વર્ષ ૨૦૨૮-૨૯ સુધીનો) હાથ ધરવામાં આવેલ છે. જેની છેલ્લી તા.૩૧-૦૧-૨૦૨૫ છે. જેમા વ્યક્તિ પોતે આ મુજબના ધારાધોરણો ન ધરાવતો હોવો જોઇએ (૧) થ્રી વ્હિલ / ફોર વ્હિલ વાહન (ર) ખેતી લાયક સાધન થ્રી વ્હિલ / ફોર વ્હિલ વાહન (૩) રૂા. ૫૦,૦૦૦ થી ઉપર કીસાન ક્રેડીટ લીમીટ (૪) ઘરનો કોઇ વ્યક્તિ સરકારી કર્મચારી (૫) ઘરનો કોઇ પણ વ્યક્તિ સરકાર સાથે નોંધાયેલ બીન કૃષી ઉદ્યોગો…

Read More

વન વિભાગ દ્વારા સ્વૈચ્છિક સંસ્થાઓના સહયોગથી કરુણા અભિયાન-૨૦૨૫ અંતર્ગત ઇજાગ્રસ્ત પક્ષીઓની સારવાર અને બચાવની કામગીરીનું આયોજન

હિન્દ ન્યુઝ, ભાવનગર તા.૧૪ જાન્યુઆરી ના રોજ આપણે સૌ ઉતરાયણનો તહેવાર સમગ્ર ગુજરાતમા હર્ષોલ્લાસથી દર વર્ષે ઉજવીએ છીએ.પતંગ ઉડાડવાની મજા માણતા ઘણી વખત પતંગની દોરીથી પક્ષીઓ ઇજાગ્રસ્ત થાય છે કે મૃત્યુ પામે છે.આ અબોલ અને નિર્દોષ પક્ષીઓના જીવ અમુલ્ય છે. તેથી તેમને બચાવવા એ આપણી સૌ ની નૈતિક ફરજ છે.વન વિભાગ દ્વારા સ્વૈચ્છિક સંસ્થાઓ અને સ્વંયસેવકોના સાથ સહકારથી ‘કરુણા અભિયાન-૨૦૨૫’ અંતર્ગત ઇજાગ્રસ્ત પક્ષીની સારવાર અને બચાવની કામગીરીનું આયોજન કરવામાં આવેલ છે. આ માટે નીચે મુજબના કેન્દ્રો અને સંપર્કો નક્કી થયેલ છે. ઇજાગ્રસ્ત પક્ષીઓના જીવ બચાવવા, આ કરુણા અભિયાનમાં સહભાગી થવા…

Read More

સમગ્ર દેશમાં પ્રથમ વખત ગુજરાતના બાળકો સોશિયલ મીડિયા- સ્માર્ટ ફોનની નકારાત્મક અસરોથી દૂર રહે તે માટે શિક્ષકો-વાલીઓ અને બાળકો માટે રાજ્ય સરકાર ગાઈડલાઈન જાહેર કરશે

હિન્દ ન્યુઝ, ભાવનગર સમગ્ર દેશમાં કેટલાક સમયથી બાળકોમાં સોશિયલ મીડિયા- સ્માર્ટ ફોનનો વ્યાપ વધી રહ્યો છે, જેના કારણે બાળકોમાં વાંચન શક્તિ અને રમત ગમતનો વ્યાપ પણ ઘટી રહ્યો છે, જેની ચિંતા કરીને રાજ્ય શિક્ષણ મંત્રી પ્રફુલ પાનશેરીયાએ સ્વર્ણિમ સંકુલ -૨ ગાંધીનગર ખાતે ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ વિભાગના અધિક મુખ્ય સચિવ સુનયના તોમર સહિતના ઉચ્ચ અધિકારીઓ સાથે આજે બાળકોને સોશિયલ મીડિયા- સ્માર્ટ ફોનની નકારાત્મક અસરોથી બાળકોને કઈ રીતે દૂર રાખી શકાય તે અંગે ગંભીર ચર્ચા કરવામાં આવી હતી. વધુમાં મંત્રીએ ઉમેર્યું કે, બાળકો – વાલીઓ અને શિક્ષકો માટે ચિલ્ડ્રન યુનિવર્સિટી અને…

Read More

ભાવનગરના રોજગારવાંચ્છુઓ માટે રોજગારી મેળવવાની ઉમદા તક

હિન્દ ન્યુઝ, ભાવનગર જિલ્લા રોજગાર વિનિમય કચેરી, ભાવનગર દ્વારા તા.૧૦/૦૧/૨૦૨૫ને શુક્રવારના રોજ સવારે ૧૦:૩૦ કલાકે,જિલ્લા રોજગાર વિનિમય કચેરી, એફ-૫/૬, બહુમાળી ભવન, ભાવનગર ખાતે ભરતીમેળાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ખાનગીક્ષેત્રનાં અંદાજિત ૦૨ એકમ(કંપની)માં આઇ.ટી.આઇ. ડિપ્લોમા(ઓટોમોબાઇલ), ૧૦ પાસ, ૧૨પાસ તથા સ્નાતકની લાયકાત ધરાવતા ઉમેદવારો માટે સર્વિસ એડવાઇઝર, સેલ્સ એક્ઝિક્યુટિવ, ઓટો મિકેનિક, હેલ્પર, એજન્ટ વગેરે જગ્યાઓ ભરવાની છે. ઉપરોક્ત શૈક્ષણિક લાયકાત ધરાવતા રોજગારવાંચ્છુઓને ભરતીમેળામાં રૂબરૂ મુલાકાત તેમજ ઇન્ટરવ્યુ માટે રિઝ્યુમની ૨ નકલ સાથે સ્વખર્ચે ઉપસ્થિત રહેવા તેમજ નોકરીદાતા, જગ્યા અને જરૂરી લાયકાત અંગેની વિસ્તૃત માહિતી માટે જિલ્લા રોજગાર કચેરીની ટેલિગ્રામ ચેનલ EMPLOYMENT…

Read More

અમરેલી થી ઉત્તર પ્રદેશ પ્રયાગ રાજ મહાકુંભમાં સેવા કાજે એમ્બ્યુલન્સ રવાના

હિન્દ ન્યુઝ, અમરેલી         “આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ” ‘રાષ્ટ્રીય બજરંગદળ’ ઇન્ડિયન હેલ્થલાઈ અમરેલી દ્વારા આજ રોજ ઉત્તર પ્રદેશ પ્રયાગ રાજ મહાકુંભમાં સેવા કાજે એમ્બ્યુલન્સ રવાના કરવામાં આવ્યું હતું. “આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ” નાં રાષ્ટ્રીય અધ્યક્ષ પ્રવિણભાઇ તોગડીયા નાં આદેશ અનુસાર વિવિધ સ્થળો કુંભ મેળો આવના યાત્રીકો માટે ભોજન વ્યવસ્થા કરવામાં આવશે. ચા પીવડાવા ની યોજના, નિઃશુલ્ક મેડિકલ સેવા પણ આપવામાં આવશે.        મહાકુંભ પ્રયાગરાજ જવા માટે એમ્બ્યુલન્સનું અમરેલી થી પ્રસ્થાન કરવામાં આવ્યું. જેમાં ડૉ. ગજેરા સૌરાષ્ટ્ર પ્રાંત અધ્યક્ષ, “આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ” સૌરાષ્ટ્ર પ્રાંત સંગઠન મહામંત્રી નિર્મળભાઈ, વિભાગ અધ્યક્ષ દેસાણી,…

Read More

વેરાવળ એસ.ટી ડેપો ખાતે નેશનલ રોડ સેફ્ટી માસની ઉજવણી

હિન્દ ન્યુઝ, વેરાવળ     વેરાવળ એસ.ટી. ડેપો ખાતે નેશનલ રોડ સેફ્ટી મન્થ-૨૦૨૫ની ઉજવણી કરવામાં આવી હતી. જે અંતર્ગત ગીર સોમનાથ સહાયક વાહન વ્યવહાર પ્રાદેશિક કચેરીના અધિકારીઓ દ્વારા વેરાવળ એસ.ટી. ડેપો ખાતે એક સેમિનાર યોજાયો હતો.  જેમાં આર.ટી.ઓના અધિકારીઓ સહિત તજજ્ઞોએ એસ.ટી.ના ડ્રાઈવર કર્મચારીઓને ડ્રાઈવિંગ કરતી વખતે રાખવાની થતી કાળજી તેમજ ટ્રાફિક સિગ્નલ સહિત વિવિધ રોડ-રસ્તાઓની નિશાનીઓ વિશે સમજૂતી આપી તાલીમ અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ તકે એસ.ટી.ડેપો મેનેજર દિલીપ શામળાએ ડ્રાઈવિંગ વખતે રાખવી જોઈતી કાળજી અંગે માર્ગદર્શન આપી ટ્રાફિક નિયમોનું ચોક્સાઈથી પાલન કરવા પ્રતિજ્ઞા લેવડાવી હતી. તેમજ સહાયક…

Read More

આગામી તા.૨૩ જાન્યુઆરીના રોજ જિલ્લા કક્ષાનો સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાશે

હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ      મુખ્યમંત્રી દ્વારા નાગરિકોના પડતર પ્રશ્નોના ઉકેલ માટે ‘સ્વાગત ઓનલાઈન ફરિયાદ નિવારણ’ કાર્યક્રમ યોજવામાં આવે છે. ગીર સોમનાથ જિલ્લામાં તા.૨૩ જાન્યુઆરી ૨૦૨પ એટલે કે ચોથા ગુરુવારે સવારે ૧૧ કલાકે જિલ્લા કક્ષાનો સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ ઈણાજ, જિલ્લા સેવા સદન ખાતે યોજાશે. જિલ્લા કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજા અને સંબંધિત ખાતાના અધિકારીઓ ઉપસ્થિત રહી અરજદારોના પ્રશ્નો સાંભળશે. જિલ્લાકક્ષાએ નિકાલ કરવાપાત્ર હોય તેવા પડતર પ્રશ્નો કલેક્ટર કચેરી, ગીર સોમનાથ જિલ્લો, વેરાવળ-તાલાલા રોડ, ઈણાજ વેરાવળ ખાતે સીધા પણ રજૂ કરી શકશે.  નાગરિકોએ જિલ્લા સ્વાગતમાં ઓનલાઇન અરજી અંગ્રેજી માસની તા.૧ થી…

Read More

આગામી તા. ૨૨ જાન્યુઆરીના રોજ તાલુકા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાશે

હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ     ”સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ”ની રાજય અને જિલ્લા કક્ષાએ મળેલી સફળતા બાદ મુખ્યમંત્રીએ ગુજરાત રાજ્યના નાગરિકોના ગામ કે તાલુકા કક્ષાના પ્રશ્નો અસરકારક અને ન્યાયિક રીતે હલ થાય તે માટે તાલુકા કક્ષાએ ”તાલુકા સ્વાગત ફરીયાદ નિવારણ કાર્યક્રમ” દર માસના ચોથા બુધવારે યોજવાનું સૂચન કર્યું છે. જે અનુસાર ગીર સોમનાથ જિલ્લામાં તાલુકા કક્ષાનો ”તાલુકા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ” તાલુકાકક્ષાના પ્રશ્નો બાબતે મામલતદાર કચેરી ખાતે આગામી તારીખ ૨૨/૦૧/૨૦૨પ ના રોજ સવારના ૧૧:૦૦ કલાકે યોજાશે.  જે પ્રશ્ન, રજૂઆતનો નિકાલ તાલુકાકક્ષાએ થતો હોય તે અરજી તાલુકા કક્ષાના સ્વાગત કાર્યક્રમ માટે…

Read More

ગીર સોમનાથ જિલ્લાની સરકારી કચેરીઓની ૨૦૦ મીટરની ત્રિજયામાં વિવિધ કૃત્યો કરવા ઉપર પ્રતિબંધ

હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ      જિલ્લામાં આવેલ સરકારી કચેરીઓ સામે સંસ્થાઓ, લોકો તેમની માંગણીના કારણો દર્શાવી ઉપવાસ/ધરણા/દેખાવો/રેલી/આત્મવિલોપન/સૂત્રોચ્ચાર કરે છે અને સરકારી કચેરીનાં પરિસરમાં તેમજ તેની આસપાસમાં બેસી જવાથી સફાઈના પ્રશ્નો ઉપસ્થિત થાય છે. જેથી ઘોંઘાટ થાય તેમજ સરકારી કચેરીઓમાં રોજીંદી કાર્યવાહીમાં રૂકાવટ ઉભી થતી હોય છે. આ કારણોસર અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ રાજેશ આલ દ્વારા સમગ્ર જિલ્લામાં આવેલ તમામ સરકારી કચેરીઓની પ્રિમાઈસીસની ૨૦૦ મીટરની ત્રિજયામાં વિવિધ કૃત્યો કરવા ઉપર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. આ જાહેરનામા અનુસાર જિલ્લામાં આવેલ તમામ સરકારી કચેરીઓની પ્રિમાઈસીસની ૨૦૦ મીટરની ત્રિજયામાં કોઈએ ઉપવાસ/ધરણા ઉપર બેસવું નહી.…

Read More

ટંડેલ માટે ફરજિયાત પોલીસ વેરિફિકેશન

હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ   ગીર સોમનાથ જિલ્લો વિશાળ દરિયાકિનારો ધરાવે છે. જિલ્લામાં પવિત્ર યાત્રાધામ સોમનાથ મહાદેવનું મંદિર આવેલું છે. આ સિવાય જિલ્લામાં પર્યટનનાં તથા ઘણાં ધાર્મિક સ્થળો આવેલાં છે. જયાં વિશાળ પ્રમાણમાં દેશ-વિદેશના પ્રવાસીઓ આવે છે. જિલ્લાનાં મુખ્ય મથક વેરાવળ ખાતે મત્સ્યઉદ્યોગ કેન્દ્ર આવેલ છે. જિલ્લાની મોટા ભાગની વસ્તી દરિયાઈ ખેતી સાથે સંકળાયેલી છે. જેથી માછીમારી કરવા માટે બહારથી કે અન્ય રાજયોમાંથી માણસો લાવી તેમને ટંડેલ તરીકે કામમાં ઉપયોગ કરવામાં આવે છે. આવા સંજોગોમાં જાહેર જનતાની સલામતી તથા સુરક્ષા માટે તકેદારીના પગલા લેવા આવશ્યક જણાતા અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ રાજેશ…

Read More