હિન્દ ન્યુઝ, જામનગર રાજ્યપાલ આચાર્ય દેવવ્રત આવતીકાલથી બે દિવસ સુધી જામનગર જીલ્લાની મુલાકાતે છે. આવતીકાલ તા.૧૧ ના રોજ સવારે ૧૦:૩૦ કલાકે તેઓનું જામનગર એરપોર્ટ આગમન થશે. ત્યારબાદ તેઓ સવારે ૧૧:૦૦ વાગ્યાથી સર્કીટ હાઉસ જામનગર ખાતે જીલ્લાના અધિકારીઓ અને આત્માના અધિકારીઓ સાથે પ્રાકુતિક ખેતી સંદર્ભે બેઠક યોજશે. બપોરે તેઓ રિલાયન્સ જવા રવાના થશે. તા.૧૨ના રોજ સવારે ૧૦:૪૫ કલાકે રાજ્યપાલ લાલપુર તાલુકાના મીઠોઈ ગામે ગ્રામજનો અને ખેડૂતો સાથે મુલાકાત કરશે. અને ત્યાંથી તેઓ દેવભૂમિ દ્વારકા જવા રવાના થશે
Read MoreMonth: January 2025
જામનગરમાં કલા મહાકુંભ અંતર્ગત તા.૧૧ થી તા.૧૩ જાન્યુઆરી દરમિયાન વિવિધ સ્પર્ધાઓનું આયોજન
હિન્દ ન્યુઝ, જામનગર રમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ ગાંધીનગર દ્વારા જિલ્લા વહીવટીતંત્ર જામનગરની રાહબરી હેઠળ જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓની કચેરી જામનગર દ્વારા આ વર્ષે પણ કલા મહાકુંભનું તાલુકાથી શરુ થઈ રાજ્યકક્ષા સુધી આયોજન કરવામાં આવ્યું છે. જામનગર જીલ્લા-શહેરકક્ષાની સ્પર્ધા આગામી તા.૧૧/૦૧/૨૦૨૫ થી તા.૧૩/૦૧/૨૦૨૫ દરમ્યાન યોજાશે. જેમાં દુહા-છંદ-ચોપાઈ,નિબંધ,કાવ્યલેખન અને ગઝલ શાયરી લેખન સ્પર્ધા તા.૧૧/૦૧/૨૦૨૫નાં રોજ વિભાજી હાઈસ્કૂલ ખાતે યોજાશે. સ્પર્ધકોએ બપોરે ૧૨:૦૦ કલાકે રીપોર્ટીંગ કરવાનું રહેશે. તા.૧૨/૦૧/૨૦૨૫ના રોજ નવાનગર હાઈસ્કૂલ ખાતે સવારે ૦૯:૦૦ કલાકે લોકગીત-ભજન તેમજ બપોરે ૧૨:૦૦ કલાકે લગ્નગીત અંગેની સ્પર્ધા યોજાશે. વિભાજી હાઇસ્કુલ ખાતે તા.૧૨/૦૧/૨૦૨૫ના રોજ…
Read Moreઆગામી તા.22 જાન્યુઆરીના રોજ ધ્રોલમાં ”તાલુકા સ્વાગત ફરીયાદ નિવારણ કાર્યક્રમ” યોજાશે
હિન્દ ન્યુઝ, જામનગર ”સ્વાગત ફરીયાદ નિવારણ કાર્યક્રમ”ની રાજય અને જિલ્લા કક્ષાએ મળેલી સફળતા બાદ મુખ્યમંત્રીશ્રીએ ગુજરાત રાજ્યના નાગરિકોના ગામ કે તાલુકા કક્ષાના પ્રશ્નો અસરકારક અને ન્યાયિક રીતે હલ થાય તે માટે તાલુકા કક્ષાએ ”તાલુકા સ્વાગત ફરીયાદ નિવારણ કાર્યક્રમ” દર માસના ચોથા બુધવારે યોજવાનું સૂચન કર્યું છે. જે અનુસાર જામનગર જિલ્લામાં આવેલા ધ્રોલ તાલુકામાં ”તાલુકા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ” આગામી તારીખ 22/01/2025ના રોજ સવારના 11:00 કલાકથી કાર્યક્રમ પૂર્ણ થાય ત્યાં સુધી મદદનીશ કલેકટર, ધ્રોલના અધ્યક્ષસ્થાને ધ્રોલના મીટીંગ હોલમાં યોજવામાં આવશે. આગામી તારીખ 18 જાન્યુઆરી સુધીમાં અરજદારોએ તાલુકા સ્વાગત કાર્યક્રમના મથાળા હેઠળ…
Read Moreસોશિયલ મીડિયા- સ્માર્ટ ફોનની નકારાત્મક અસરોથી દૂર રહેવા શિક્ષકો-વાલીઓ અને બાળકો માટે ગાઈડલાઈન જાહેર કરાશે
હિન્દ ન્યુઝ, ગાંધીનગર રાજ્ય શિક્ષણ મંત્રી પ્રફુલભાઈ પાનશેરીયાના અધ્યક્ષસ્થાને ગાંધીનગર ખાતે યોજાયેલ બેઠકમાં ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ વિભાગના અધિક મુખ્ય સચિવ સહિત શિક્ષણ વિભાગના અધિકારીઓ દ્વારા બાળકોને સોશિયલ મીડિયા- સ્માર્ટ ફોનની નકારાત્મક અસરોથી કઈ રીતે દૂર રાખી શકાય તે અંગે ચર્ચા વિમર્શ. ચિલ્ડ્રન યુનિવર્સિટી, ટીચર યુનિવર્સિટી તેમજ સાયકાટ્રીસ્ટની સાથે પરામર્શ કરીને પરિપત્ર જાહેર કરાશે. એન.જી.ઓ, ધાર્મિક સંસ્થાઓ, સામાજિક કાર્યકરો તેમજ મીડિયાના મિત્રોને આ મહાભિયાનમાં જોડાવવા માટેની મંત્રીની અપીલ.
Read Moreજસદણ શહેરની અંદર ટ્રાફિકની ગંભીર સમસ્યા
હિન્દ ન્યુઝ, જસદણ જસદણ શહેરમાં મેઈન બજાર, જુના બસસ્ટેશન, જુના માર્કેટિંગ યાર્ડ સહિત અનેક વિસ્તારોમાં ટ્રાફિકના સમસ્યાએ મજા મુકી છે. શહેરની અંદર સર્જાતા વારંવાર ટ્રાફિકથી શહેરીજનો તોબા પોકારી ઉઠ્યા છે, ત્યારે જસદણ પોલીસ દ્વારા આ વિસ્તારમા ટ્રાફિક વોર્ડન મુકવામાં આવે તેવી શહેરીજનો માંગ કરી રહ્યા છે અને જો ટ્રાફિક સમસ્યાનો ઉકેલ નહીં આવે તો ઉચકક્ષાએ રજુઆત કરવામાં આવશે. રિપોર્ટર : વિજય ચાંવ, જસદણ
Read Moreરાજકોટ શહેર ટ્રાફિક પોલીસ તેમજ આર.ટી.ઓ. ના સંયુક્ત ઉપક્રમે રાષ્ટ્રીય માર્ગ સલામતી માસની ઉજવણી
હિન્દ ન્યુઝ, રાજકોટ રાજકોટ શહેર ટ્રાફિક પોલીસ તેમજ આર.ટી.ઓ. ના સંયુક્ત ઉપક્રમે રાષ્ટ્રીય માર્ગ સલામતી માસની ઉજવણી અંતર્ગત વિવિધ જનજાગૃતિના કાર્યક્રમો રોજબરોજ કરવામાં આવી રહ્યા છે. જેના અનુસંધાને ગૌરીદળ ખાતે રોડ સેફટી ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાઇ હતી. જેનો મુખ્ય હેતુ રોડ સેફ્ટી બાબતે લોકોમા જાગૃતિ લાવવા માટેનો હતો. આ ટુર્નામેન્ટમા રાજકોટ, જૂનાગઢ, જામનગર, ભાવનગર, મોરબી, બોટાદ, સુરેન્દ્રનગર, અમરેલી અને દેવ ભૂમિ દ્વારકા સહીત કુલ ૮ જિલ્લાની ટિમોએ ભાગ લીધો હતો. આ રોડ સેફટી ટુર્નામેન્ટમા જામનગર જિલ્લાની ટીમ વિજેતા બની હતી.
Read Moreनयी दिल्ली में स्वामी विवेकानंदजी के जन्मदिन के अवसर पर 12 जनवरी को आयोजित राष्ट्रीय युवा महोत्सव
हिन्द न्यूज़, नयी दिल्ली नयी दिल्ली में स्वामी विवेकानंदजी के जन्मदिन के अवसर पर 12 जनवरी को आयोजित होने वाले राष्ट्रीय युवा महोत्सव में भाग लेने के लिए गुजरात के 45 युवाओं का चयन हुआ है। राजभवन में गुजरात के इन तेजस्वी युवाओं से मुलाकात की और उन्हें अभिनंदन-शुभकामनाएं दी। प्रधानमंत्री नरेंद्र मोदीजी वर्ष 2047 तक विकसित भारत निर्माण के लिए संकल्पबद्ध हैं। विकसित भारत का सबसे ज्यादा लाभ युवापीढ़ी और उनकी संतानों को मिलेगा। विश्व में भारत का गौरव बढ़े, भारत विश्वगुरु के तौर पर पुन:स्थापित…
Read Moreપશુપાલન વિભાગ જામનગર દ્વારા લાલપુર તાલુકાના સિંગચ ગામે ઊંટ સારવાર કેમ્પ યોજાયો
હિન્દ ન્યુઝ, જામનગર ઊંટો ગ્રામીણ સમુદાયોની આજીવિકાનો અભિન્ન ભાગ છે. આ પ્રાણીઓને ન્યુમોનિયા, પોક્સ, સ્કીન ડીસીઝ, પરોપજીવી ચેપ, પોષણની ઉણપ અને અન્ય ઈજાઓ વગેરે જેવા વિવિધ સ્વાસ્થ્ય પડકારોનો સામનો કરવો પડે છે. ત્યારે આ મુદ્દાઓને હલ કરવા માટે, ગ્રામીણ વિસ્તારોમાં રોગોનું સમયસર નિદાન અને સારવાર પૂરી પાડવા સમર્પિત ઊંટ સારવાર કેમ્પનું દર વર્ષે પશુપાલન શાખા, જિલ્લા પંચાયત જામનગરના માર્ગદર્શન હેઠળ આયોજન કરવામા આવે છે.જેમાં રસીકરણ (એંટી-સરા) અને કૃમિનાશક દવાઓ (એંટી મેંજ)ના કાર્યક્રમો હાથ ધરી ચેપી રોગોના પ્રસારને રોકવામાં આવે છે. જે અંતર્ગત જિલ્લા પંચાયત જામનગર સંચાલિત પશુ…
Read Moreઆણંદ ખાતે તા.૧૮ મી જાન્યુઆરીના રોજ જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક મળશે
હિન્દ ન્યુઝ, આણંદ જિલ્લા કલેકટર પ્રવીણ ચૌધરીના અધ્યક્ષસ્થાને આગામી તા.૧૮/૦૧/૨૦૨૫ના શનિવારના રોજ સવારના ૧૧-૦૦ કલાકે સરકીટ હાઉસ ,આણંદ ખાતેના સભાખંડમાં જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક મળશે. સંકલન અને ફરિયાદ સમિતિની ભાગ-૧ ની બેઠક યોજાયા બાદ તરત જ સંકલન સમિતિના ભાગ-૨ ની બેઠક યોજાશે. જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની મળનાર આ બેઠકમાં સંબંધિત તમામ અધિકારીઓએ સમયસર ઉપસ્થિત રહેવા આણંદ, નિવાસી અધિક કલેકટરએ એક યાદીમાં જણાવ્યું છે.
Read Moreઆણંદ જિલ્લા રોજગાર કચેરી દ્વારા જાન્યુઆરી માસમાં રોજગાર અને એપ્રન્ટીસ ભરતી મેળો યોજાશ
હિન્દ ન્યુઝ, આણંદ આણંદ જિલ્લા રોજગાર કચેરી, મોડેલ કેરિયર સેન્ટર આણંદ દ્વારા જાન્યુઆરી માસ ૨૦૨૫માં “રોજગાર અને એપ્રેન્ટીસ ભરતી મેળા”નું આયોજન કરવામાં આવેલ છે. આ ભરતી મેળો ઓક્ટોબર માસમાં તારીખ ૧૦ થી ૩૧ જાન્યુઆરીના રોજ સવારે ૧૧:૦૦ કલાકે જિલ્લાના વિવિધ સ્થળોએ યોજાશે. જે અનુસાર તારીખ ૧૦ જાન્યુઆરીના રોજ પેટલાદમાં તાલુકામાં આર. કે.પરીખ આર્ટસ અને સાયન્સ કોલેજ કેમ્પસ, દંતાલી રોડ ખાતે, તારીખ ૧૭ જાન્યુઆરીના રોજ મોડેલ કેરિયર સેન્ટર, આણંદ રૂમ નંબર-૩૨૭, ત્રીજો માળ,જુનું સેવા સદન,બોરસદ ચોકડી પાસે,તારીખ ૨૪ જાન્યુઆરીના આણંદની નલિની અરવિંદ એન્ડ…
Read More