હિન્દ ન્યુઝ, ડાંગ મહિલા અને બાળ વિકાસ, ગાંધીનગર હેઠળ કાર્યરત ડાંગ જિલ્લામાં આઈ.સી.ડી.એસ શાખા દ્વારા ગત તારીખ ૧૭ સપ્ટેમ્બર ના રોજ જિલ્લા કક્ષાએ “પા-પા પગલી પ્રોજેક્ટ” હેઠળ ભૂલકા મેળા કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ હતું. જેમાં આંગણવાડી કાર્યકર બહેનો દ્વારા ટીચિંગ લર્નિંગ મટીરિયલ (TLM) આંગણવાડીમાં આવતા ૩ થી ૬ વર્ષના બાળકોના સર્વાંગી વિકાસ માટે પૂર્વ પ્રાથમિક શિક્ષણની કુલ ૧૭ થીમ આધારિત બનાવવામાં આવ્યા હતા અને નિદર્શન કરવામાં આવ્યું હતું. આ ભૂલકાં મેળામાં વિજેતા થયેલ કૃતિને ઝોન કક્ષાએ ભરૂચ ખાતે મોકલવામાં આવી હતી. જેમાં “હું અને મારું કુટુંબ” થીમની કૃતિમાં…
Read MoreCategory: Education
વિદ્યાર્થીનીએ ‘સ્વચ્છતા હી સેવા ૨૦૨૫’ અંતર્ગત નિબંધ સ્પર્ધામાં ઓખા મઢીનું નામ રોશન કર્યું
હિન્દ ન્યુઝ, દેવભૂમિ દ્વારકા જીવિકા જળ અને સ્વચ્છતા મિશન (વાસ્મો) તથા જિલ્લા શિક્ષણ વિભાગના સંયુક્ત આયોજનો હેઠળ જિલ્લાના પ્રાથમિક શાળાઓમાં “સ્વચ્છતા હી સેવા – ૨૦૨૫” કાર્યક્રમ અંતર્ગત વિવિધ સ્પર્ધાઓ યોજાઈ હતી. આ સ્પર્ધામાં ઠેકળ શ્રી ઓખા મઢી નેશ પ્રાથમિક શાળાની ધોરણ- 5 ની વિદ્યાર્થિની કુ. કિંજલ મેશુરભાઈ ગઢવીએ ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી પ્રથમ સ્થાન હાંસલ કરી શાળાનું ગૌરવ વધાર્યું હતું. વિદ્યાર્થિનીને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા. આ અવસરે વાસ્મોના અધિકારીઓએ જણાવ્યું કે બાળકોમાં બાળપણથી જ સ્વચ્છતા અંગે જાગૃતિ લાવવી એ અભિયાનનું મુખ્ય ધ્યેય છે. …
Read Moreઠેબા ગામે શ્રી કે.જે. શાહ માધ્યમિક શાળા તેમજ ઠેબા તાલુકા શાળા ખાતે વિવિધ યોજનાઓ વિષે વિદ્યાર્થીઓને વિસ્તૃત સમજ આપવામાં આવી
હિન્દ ન્યુઝ, જામનગર જામનગર જિલ્લા બાળ સુરક્ષા એકમ દ્વારા ઠેબા ગામે શ્રી કે.જે. શાહ માધ્યમિક શાળા તેમજ ઠેબા તાલુકા શાળા ખાતે જિલ્લા સમાજ સુરક્ષા કચેરી તેમજ જિલ્લા બાળ સુરક્ષા એકમ અંતર્ગત ચાલતી વિવિધ યોજનાઓ વિષે વિદ્યાર્થીઓને વિસ્તૃત સમજ આપવામાં આવી હતી. જેમાં દતક વિધાન, જુવેનાઈલ જસ્ટીસ એક્ટ, જુવેનાઈલ જસ્ટીસ રૂલ્સ અને પોક્સો એક્ટ ૨૦૧૨ વિષે તથા નશામુક્ત ભારત અભિયાનની વિદ્યાર્થીઓને સમજુતી આપવામાં આવી હતી. બાદમાં વિદ્યાર્થીઓ તથા શિક્ષકોએ નશામુક્ત ભારત અભિયાન અંતર્ગત શપથ લીધા હતા.
Read Moreકાલાવડ નગરપાલિકા ખાતે સ્વચ્છતા હી સેવા કાર્યક્રમ અંતર્ગત મેરેથોન, સાઈકલોથોન તથા રંગોળી સ્પર્ધાનું આયોજન કરાયું
સ્વચ્છોત્સવ -૨૦૨૫ હિન્દ ન્યુઝ, કાલાવડ સમગ્ર રાજ્યમાં સ્વચ્છતા હી સેવા-૨૦૨૫ કાર્યક્રમની ઉજવણીના ભાગરૂપે વિવિધ સફાઈ અભિયાનો હાથ ધરવામાં આવ્યા છે. ત્યારે જામનગર જિલ્લામાં પણ સ્વચ્છતા હી સેવા કાર્યક્રમ અંતગર્ત કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. કાલાવડ નગરપાલિકા દ્વારા મ્યુનિસિપલ હાઈસ્કુલ ખાતે મેરેથોન તથા સાઈકલોથોનનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમજ શાળાના વિદ્યાર્થીઓએ લોકોમાં સ્વચ્છતા પ્રત્યે જાગૃતતા આવે તે હેતુથી સ્વચ્છતા રાખવા અંગેનો સંદેશો આપતા ચિત્રો અને રંગોળીઓ બનાવી હતી. આ ઉપરાંત જેપીએસ સ્કુલ ખાતે વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ સ્વચ્છતા અંગેના શપથ લીધા હતા. ઉલ્લેખનીય છે કે, રાષ્ટ્રપિતા મહાત્મા…
Read Moreસરદાર વલ્લભભાઇ પટેલની 150મી જન્મજયંતિ નિમિત્તે એક વિશેષ કાર્યક્રમનું આયોજન
હિન્દ ન્યુઝ, રાજકોટ રાજકોટમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની શ્રી સરદાર વલ્લભભાઇ પટેલ ચેર દ્વારા સરદાર વલ્લભભાઇ પટેલની 150મી જન્મજયંતિ નિમિત્તે એક વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. “બિલ્ડિંગબોન્ડ, બિલ્ડિંગનેશન: સેલિબ્રેટિંગ ધ આઇડિયાસ ઓફ સરદાર પટેલ” થીમ હેઠળ યોજાયેલા આ સમારોહમાં દેશના લોહપુરુષના રાષ્ટ્રએકતા, એકીકરણ અને સારા શાસન પ્રત્યેના જીવનભરના યોગદાનને હૃદયપૂર્વકસ્મરણ કરવામાં આવ્યું હતું. કેન્દ્રીય મંત્રી ડો. મનસુખ માંડવિયાએ છાત્રોને સરદાર પટેલે 562 રજવાડાઓને કઈ રીતે એકત્ર કર્યા તેના વિશે જુદા-જુદા કિસ્સાઓ સંભળાવી જાણકારી આપી હતી. તેમજ અગાઉની સરકારે સરદાર પટેલનું મહત્વ વધારવા કોઈ પ્રયાસ કર્યો નહીં હોવાનો આરોપ લગાવ્યો…
Read Moreમહિલા સશક્તિકરણ માટે ઉમદા પગલાં – સંકલ્પ ડીસ્ટ્રીકટ હબનું વિશેષ અવેરનેસ કેમ્પેઈન!
હિન્દ ન્યુઝ, રાજકોટ જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી, રાજકોટ દ્વારા મિશન શક્તિ યોજના હેઠળ “સંકલ્પ ડીસ્ટ્રીકટ હબ ફોર એમ્પાવરમેન્ટ ઓફ વિમેન” (DHEW) દ્વારા 📅 તા. ૦૨/૦૯/૨૦૨૫ થી ૧૨/૦૯/૨૦૨૫ દરમિયાન ખાસ “સ્પેશિયલ અવેરનેશ કેમ્પેઈન” યોજાયું. 🎯 મુખ્ય ઉદ્દેશ – મહિલાઓ અને યુવાનોમાં જાગૃતિ લાવવી, સશક્તિકરણ માટે માર્ગદર્શન આપવું અને નવી તકો પૂરી પાડવી. 🌱 આ કાર્યક્રમનો મહત્વપૂર્ણ ભાગ હતો રિજીયોનલ સાયન્સ સેન્ટર, રાજકોટની એક્સપોઝર વિઝિટ – 📚 ત્રંબા ગામની કૃષ્ણા ઇન્ટરનેશનલ સ્કૂલના ૧૦૦થી વધુ ઉત્સાહી વિદ્યાર્થીઓને વિજ્ઞાનની અનોખી દુનિયામાં લઈ જવાયા । 🔬 વિદ્યાર્થીઓને ૬ ગેલેરીનું અન્વેષણ કરીને…
Read Moreસૌરાષ્ટ્ર ઝોન (રાજકોટ અને જૂનાગઢ)ની સંયુક્ત કાર્ય શિબિર
હિન્દ ન્યુઝ, રાજકોટ સૌરાષ્ટ્ર ઝોન (રાજકોટ અને જૂનાગઢ)ની સંયુક્ત કાર્ય શિબિરનો રાજકોટ જિલ્લાના ધોરાજી ખાતે સંયુક્ત માહિતી નિયામક મિતેશ મોડાસિયાના માર્ગદર્શન અને પ્રેરણા હેઠળ પ્રારંભ થયો હતો. ચોમાસામાં પ્રકૃતિ જ્યારે સોળે કળાએ ખીલી છે, ત્યારે ધોરાજી પાસે આવેલા પાટણવાવ ગામમાં ઓસમ ડુંગરની તળેટીમાં બે દિવસીય કાર્યશાળાનો પ્રારંભ થયો હતો. આ કાર્યશાળામાં સૌરાષ્ટ્ર ઝોનમાં સમાવિષ્ટ જિલ્લા કચેરીઓની કામગીરીની સમીક્ષા સાથે તેમજ સરકારની જનકલ્યાણકારી યોજનાઓની પ્રચાર પ્રસિદ્ધિ વધુ સારી કેવી રીતે કરી શકાય તે અંગેનું ચિંતન કરવામાં આવશે. આપત્તિ વ્યવસ્થાપન સમયે સંપાદકીય કામગીરી, વહીવટી બાબતો અંગેની કુશળતા, મેદસ્વિતા મુક્ત…
Read Moreમહિલા સશક્તિકરણ માટે એક નવી દિશા – વિકાસ અને ન્યાયને સાથે રાખીને આગળ વધીએ!
હિન્દ ન્યુઝ, રાજકોટ રાજકોટમાં યોજાયેલી એક મહત્વપૂર્ણ સમીક્ષા બેઠકમાં 🔸 રાષ્ટ્રીય મહિલા આયોગના અધ્યક્ષ વિજ્યા રહાટકરે 👉🏼 સૌરાષ્ટ્ર ઝોનનાં ૬ જિલ્લાની મહિલાલક્ષી યોજનાઓ અને કાયદાઓની થતી અમલવારીની વિગતવાર સમીક્ષા કરી હતી. 🌿 ખાસરૂપે હાઇલાઇટ: ✔️ “નવી દિશા, દીકરી આગળ વધો” પહેલ – શાળામાંથી ડ્રોપઆઉટ દીકરીઓને શૈક્ષણિક જગતમાં ફરી આગળ વધારવાનો પ્રેરણાત્મક પ્રયાસ ✔️ વર્કિંગ વુમન હોસ્ટેલ – કાર્યરત મહિલાઓ માટે સુરક્ષિત અને સ્વચ્છ નિવાસ ✔️ ‘તેરે મેરે સપને’ – પ્રિ-મેરેજ કાઉન્સેલિંગ ✔️ મહિલાઓ પર થતા ગુન્હાઓની સમસ્યાઓ માટે પોલીસ વિભાગની કાર્યક્ષમતા ✔️ સખી વન સ્ટોપ સેન્ટર, મહિલા સહાયતા કેન્દ્ર વગેરે…
Read Moreવડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ આપેલા ‘પઢાઈ ભી, પોષણ ભી’ના ધ્યેયને સાકાર કરતી ગુજરાત સરકાર…
સુશાસનના 4 વર્ષ હિન્દ ન્યુઝ, ગાંધીનગર મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ડિસેમ્બર 2024માં શરૂ કરેલ “મુખ્યમંત્રી પૌષ્ટિક અલ્પાહાર યોજના” અંતર્ગત રાજ્યની 32,200થી વધુ પ્રાથમિક શાળાઓના 40 લાખથી વધુ વિદ્યાર્થીઓને મળી રહ્યો છે પૌષ્ટિક અલ્પાહાર… મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ગુજરાતના મુખ્યમંત્રી તરીકે કાર્યકાળ સંભાળ્યો એને આજે 13 સપ્ટેમ્બર, 2025ના રોજ 4 વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે. સુશાસનના આ 4 વર્ષ દરમ્યાન મુખ્યમંત્રી દ્વારા શરૂ થયેલી અનેક લોકકલ્યાણકારી યોજનાઓએ રાજ્યની પ્રજાનો સર્વાંગી વિકાસ સુનિશ્ચિત કર્યો છે…
Read Moreબોટાદ જિલ્લા માહિતી કચેરી દ્વારા શિક્ષક દિવસ વિશેષ શ્રેણી-3
હિન્દ ન્યુઝ, બોટાદ નાના બાળકોના હાથમાં પેન્સિલ પકડાવતાં, અક્ષરમાળા શીખવતાં અને ગણિતનો પાયો નાખી બાળકોનું ઘડતર કરતા આપણાં શિક્ષકો.. જેઓ દ્રઢપણે માને છે કે, “બાળકોનો પાયો મજબૂત હશે તો જ ભાવિ મજબૂત થઈ શકશે” આવા જ એક શિક્ષક છે ગઢડા (સ્વા.)ની શ્રી ભંડારીયા પ્રાથમિક શાળામાં કાર્યરત શ્રી અશોક કુમાર પરમાર.. જેમને તાજેતરમાં શિક્ષક દિવસની ઉજવણી અંતર્ગત ગઢડા તાલુકા કક્ષાએ શ્રેષ્ઠ શિક્ષકનો પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો હતો. …
Read More