જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર ડી.ડી.જાડેજાની અધ્યક્ષતામાં પ્રિન્ટિંગ પ્રેસના સંચાલકો સાથે બેઠક યોજાઇ

  લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ  લોકસભા સામાન્ય ચૂંટણી ૨૦૨૪ સંદર્ભે જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેકટર ડી.ડી.જાડેજાએ જિલ્લાના પ્રિન્ટિંગ પ્રેસના સંચાલકો સાથે બેઠક યોજી હતી. આ મિટિંગમાં પ્રિન્ટિંગ પ્રેસના માલિકો તેમજ સંચાલકોને ચૂંટણીલક્ષી વિવિધ કાયદાકીય જોગવાઈ અને આચારસંહિતા વિશે માહિતી આપવામાં આવી હતી. આ બેઠકમાં જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર ડી.ડી.જાડેજાએ ચૂંટણી ખર્ચ દેખરેખ નિયંત્રણ અંગે સૂચનાઓ અનુસાર પુસ્તિકાઓ, પોસ્ટરો વગેરેનું દેખરેખ અને નિયંત્રણ બાબતે જરૂરી સૂચનાઓ આપી હતી તેમજ જિલ્લામાં ચૂંટણી પ્રચાર-પ્રસાર દરમિયાન રાજકીય પક્ષો દ્વારા પ્રકાશિત કરવામાં આવતા પોસ્ટર, બેનર્સ, પેમ્ફલેટ સહિતના સાહિત્યના પ્રકાશનમાં તેના લખાણ સહિતની બાબતોમાં…

Read More

ભાવનગર જિલ્લા ચૂંટણી અધિકારી આર. કે. મહેતાનાં અધ્યક્ષસ્થાને ‘ડિસ્ટ્રિક્ટ ઇન્ટેલિજન્સ કમિટી’ની બેઠક યોજાઇ

લોકસભા સામાન્ય ચૂંટણી-ર૦૨૪ હિન્દ ન્યુઝ, ભાવનગર  આગામી લોકસભા સામાન્ય ચૂંટણી સંદર્ભે ભાવનગર જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર આર. કે. મહેતાનાં અધ્યક્ષસ્થાને ડિસ્ટ્રિક્ટ ઇન્ટેલિજન્સ કમિટીની કલેકટર કચેરી ખાતે ખાસ બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર આર. કે. મહેતાએ વિવિધ વિભાગોના અધિકારીઓને વિવિધ સૂચનાઓ આપી હતી. આ ઉપરાંત ગેરકાયદેસર રોકડ અને નશીલા પદાર્થો સહિતની બાબતો પર દેખરેખ રાખવા તથા ECI ની SOP મુજબ અમલવારી કરવા સંબંધિતોને સૂચના આપવામાં આવી હતી. આ તકે બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી જી. એચ.સોલંકી, પોલીસ અધિક્ષક ડો. હર્ષદ પટેલ, નાયબ વન સંરક્ષક સાદીક મુંજાવર,…

Read More

જિલ્લા ચૂંટણી અધિકારી આર. કે. મહેતાના અધ્યક્ષસ્થાને રાજકીય પક્ષોના પ્રતિનિધિઓ સાથે બેઠક યોજાઈ

લોકસભા સામાન્ય ચૂંટણી-ર૦૨૪ હિન્દ ન્યુઝ, ભાવનગર  આગામી લોકસભા ચૂંટણી સંદર્ભે બાબતે જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર આર. કે. મહેતાના અધ્યક્ષસ્થાને રાજકીય પક્ષોના પ્રતિનિધિઓ સાથે બેઠક યોજવામાં આવી હતી. આ બેઠકમાં ચૂંટણી સમય દરમિયાન રાજકીય પક્ષો અને ચૂંટણી લડતા ઉમેદવારોએ ધ્યાનમાં રાખવાના વિવિધ વિષયો અંગે ચર્ચા કરી જરૂરી બાબતો અંગે રાજકીય પક્ષોના પ્રતિનિધિઓને અવગત કરવામાં આવ્યા હતા. આ બેઠકમાં આદર્શ આચારસંહિતાના અમલ માટે, પક્ષના ચૂંટણી ખર્ચના વિવિધ ભાવ અંગે તથા વિવિધ ચૂંટણીલક્ષી મુદ્દાઓ અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. આ તકે બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી જી. એચ.સોલંકી, નિવાસી અધિક કલેક્ટર એન.…

Read More

છોટાઉદેપુર જિલ્લા ચૂંટણી અધિકારીનું રાજકીય પક્ષના પ્રતિનિધિઓને માર્ગદર્શન

હિન્દ ન્યુઝ, છોટાઉદેપુર      છોટાઉદેપુર જિલ્લાના જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેકટર અનીલ ધામેલીયાએ લોકસભા સામાન્ય ચૂંટણી -૨૦૨૪ સંદર્ભે રાજકીય પક્ષના પ્રતિનિધિઓ અને ઉપસ્થિત અધિકારીઓને માર્ગદર્શન આપતા જણાવ્યું હતું કે, ભારતના ચૂંટણી પંચ દ્વારા લોકસભાની સામાન્ય ચૂંટણી જાહેર કરવામાં આવી છે તે મુજબ છોટાઉદેપુર જિલ્લાની ૨૧મી લોકસભા બેઠકની ચૂંટણી ત્રીજા તબકકામાં યોજાશે. ભારતના ચૂંટણી પંચ દ્વારા ગેઝેટ પ્રસિદ્ધ કરવાની તારીખ ૧૨ એપ્રિલ નક્કી કરવામાં આવી છે. ઉમેદવારીપત્રો ભરવાની છેલ્લી તા. ૧૯/૦૪/૨૦૨૪, ઉમેદવારીપત્રો ચકાસણી કરવાની તા.૨૦/૦૪/૨૦૨૪, ઉમેદવારીપત્રો પાછા ખેંચવાની તા. ૨૨/૦૪/૨૦૨૪ તથા તા. ૦૭/૦૫/૨૦૨૪ના રોજ મતદાન યોજાશે. મત ગણતરી તા.…

Read More

આદર્શ આચારસંહિતાનો ભંગ થાય તેવા કૃત્યો પર પ્રતિબંધ

લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ હિન્દ ન્યુઝ, છોટાઉદેપુર        લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ની જાહેરાત થતાં આદર્શ આચારસંહિતા અમલી છે. છોટાઉદેપુર લોકસભા મત વિસ્તારમાં આગામી તા.૦૭ મે, ૨૦૨૪ના રોજ મતદાન યોજાશે. ચૂંટણીની આદર્શ આચારસંહિતા અમલી હોય જિલ્લા ચૂંટણી અધિકારી -વ- જિલ્લા મેજીસ્ટ્રેટએ ફોજદારી કાર્યરીતિ અધિનિયમ-૧૯૭૩ (વર્ષ ૧૯૭૪નો બીજો અધિનિયમ)ની કલમ-૧૪૪ અન્વયે ચૂંટણી પ્રચાર નિયમન બાબતે જાહેરનામું બહાર પાડ્યું છે. જે-તે વિસ્તારના સત્તાધારી પક્ષ દ્વારા હોર્ડિંગ્સ, માસ મીડિયા, વર્તમાનપત્રો, ટી.વી.ચેનલોમાં તથા અન્ય વિજાણુ માધ્યમોમાં પોતાના પક્ષની સિદ્ધિઓ કે ચૂંટણી પ્રચાર અંગેની જાહેરાતો પોતાની સત્તાનો ઉપયોગ કરી પ્રજાના પૈસાથી કરી શકશે નહીં, જાહેર કે…

Read More

જાહેર નાણાંનો હિસ્સો ધરાવતી તમામ સંસ્થાઓ, કચેરીઓ તથા રાજકીય પક્ષોએ ચુસ્તપણે આદર્શ આચાર સંહિતાનો અમલ કરવાનો રહેશે- જિલ્લા ચૂંટણી અધિકારી બી.કે.પંડયા

લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ હિન્દ ન્યુઝ, જામનગર      ભારતના ચૂંટણી પંચ, નવી દિલ્હી દ્વારા લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ તા.૦૭/૦૫/૨૦૨૪ ના રોજ યોજવા માટેનો વિગતવાર કાર્યક્રમ જાહેર કરવામાં આવેલ છે. આથી તા.૧૬/૦૩/૨૦૨૪ ના રોજથી ભારતના ચૂંટણી પંચે બહાર પાડેલ રાજકીય પક્ષો અને ઉમેદવારો માટે આદર્શ આચાર સંહિતા, અધિકારી તથા કર્મચારીઓની બદલી પર પ્રતિબંધ સહિતની મુક્ત અને ન્યાયી ચૂંટણી યોજવા માટેની તમામ સૂચનાઓ અમલમાં આવેલ છે.આ સુચનાઓનો અમલ રાજ્ય સરકાર, રાજકીય પક્ષો, ઉમેદવારો, સચિવાલયના તમામ વિભાગો, ખાતાઓ, કચેરીઓ, સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ, બોર્ડ/નિગમો, સહકારી મંડળીઓ વગેરે કે જેમાં જાહેર નાણાંનો જરા પણ હિસ્સો હોય…

Read More

જામનગર જિલ્લા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ અને તાલુકા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ મોકૂફ જાહેર કરાયા

હિન્દ ન્યુઝ, જામનગર     મુખ્યમંત્રીના કાર્યાલય, ગાંધીનગરથી મળેલી સૂચના મુજબ આગામી લોકસભા સામાન્ય ચૂંટણી અને વિધાનસભા બેઠકોની પેટા ચૂંટણી-2024 ની આદર્શ આચાર સંહિતાને ધ્યાનમાં રાખતા માહે માર્ચ-2024 થી માહે મે-2024 ના જામનગર જિલ્લા અને તમામ તાલુકાઓમાં તાલુકા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજવામાં આવશે નહીં. જેની જામનગર જિલ્લાના તમામ નાગરિકોને ખાસ નોંધ લેવા માટે અધિક નિવાસી કલેકટર બી.એન.ખેર, જામનગરની યાદીમાં જણાવવામાં આવ્યું છે.

Read More

જામનગર જિલ્લામાં ચુંટણી ફરજ માટે નિમાયેલા અધિકારીઓ અને કર્મચારીઓને કાર્યપાલક મેજિસ્ટ્રેટની સત્તાઓ સોંપવામાં આવી

હિન્દ ન્યુઝ, જામનગર      લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ અનુસંધાને ૧૨-જામનગર સંસદીય મતવિસ્તારમાં સમાવિષ્ટ જિલ્લાના તમામ પ (પાંચ) વિધાનસભા મતદાર વિભાગો માટે કે જેમને મુખ્ય નિર્વાચન અધિકારીશ તરફથી, આ કચેરી તરફથી, નોડલ અધિકારી તરફથી, ચૂંટણી અધિકારી/મદદનીશ ચૂંટણી અધિકારી તરફથી ચૂંટણી વિષયક કામગીરી સોંપવામાં આવેલી હોય અને તે પૈકી જે અધિકારીશ્રીઓ અને કર્મચારીઓને હોદ્દાની રૂએ કાર્યપાલક મેજિસ્ટ્રેટના અધિકાર મળેલા નથી તેવા અધિકારીઓ અને કર્મચારીઓને ચૂંટણીની કામગીરી મુક્ત અને ન્યાયી રીતે કરી શકાય તેમજ કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ પર સંપૂર્ણપણે નિયંત્રણ રાખી શકાય તે માટે સરકારના ગૃહ વિભાગના વંચાણ-ર માં દર્શાવેલા જાહેરનામા મુજબ…

Read More

લોકસભા સામાન્‍ય ચુંટણી – 2024 અંતર્ગત ઉમેદવારી ફોર્મ ભરવા સમયે ચૂંટણી અધિકારીની કચેરી ખાતે ૫(પાંચ) કરતાં વધુ વ્યક્તિઓના પ્રવેશ પર પ્રતિબંધ

હિન્દ ન્યુઝ, જામનગર     લોક સામાન્‍ય ચૂંટણી – ૨૦૨૪ અંતર્ગત જામનગર જિલ્લામાં આગામી તા.૭-૦૫-૨૦૨૪ ના રોજ મતદાન યોજાનાર છે. આ ચૂંટણી માટે ઉમેદવારોએ ઉમેદવારી પત્ર રજૂ કરવા સમયે તેમના ટેકેદારો અથવા દરખાસ્ત કરનારા અને અન્ય ચાર વ્યક્તિઓ સહિત કુલ પાંચ વ્યક્તિઓને જ વાહનો સાથે ચૂંટણી અધિકારી/ મદદનીશ ચૂંટણી અધિકારીની કચેરીમાં પ્રવેશ મળી શકશે. પાંચ કરતા વધુ વ્યક્તિઓના પ્રવેશ કરવા પર અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ બી. એન. ખેર દ્વારા પ્રતિબંધ ફરમાવ્યો છે. તેમજ ઉમેદવારી પત્ર રજૂ કરવા આવતા સમયે ચૂંટણી અધિકારી કે મદદનીશ ચૂંટણી અધિકારીની કચેરી આસપાસના ૧૦૦ મીટરના વિસ્તારમાં વધુમાં…

Read More

ઉમેદવારી ફોર્મ ભરવા સમયે ચૂંટણી અધિકારી/મદદનીશ ચૂંટણી અધિકારીશ્રીની કચેરીના ૧૦૦ મીટરના વિસ્તારમાં ૩થી વધુ વાહનો રાખવા/હંકારવા પર પ્રતિબંધ

હિન્દ ન્યુઝ, જામનગર      લોકસભા સામાન્ય ચૂંટણી ૨૦૨૪ અંતર્ગત જામનગર જિલ્લામાં ઉમેદવારો ઉમેદવારી ફોર્મ ભરવા સમયે તેમના ટેકેદારો અને વાહનો સાથે ચૂંટણી અધિકારી/મદદનીશ ચૂંટણી અધિકારીની કચેરીમાં જશે ત્યારે ભારતના ચૂંટણીપંચની સૂચના અનુસાર ઉમેદવારી ફોર્મ ભરવા સમયે ચૂંટણી અધિકારીશ્રી/મદદનીશ ચૂંટણી અધિકારીની કચેરીના ૧૦૦ મીટરના વિસ્તારમાં કોઈપણ સંજોગોમાં ૩ કરતાં વધુ વાહનો રાખવા કે હંકારવાની મંજૂરી મળવાપત્ર નથી. જેથી અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ ભાવેશ એન. ખેર દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે કે, સમગ્ર જામનગર જિલ્લામાં લોકસભા સામાન્ય ચૂંટણી ૨૦૨૪ અન્વયે ઉમેદવારોએ ચૂંટણી પ્રચારમાં ઉપયોગમાં લેવાના વાહનો માટે સક્ષમ સત્તાધિકારી પાસેથી પરવાનગી…

Read More