લોકસભા સામાન્ય ચૂંટણી – ૨૦૨૪ હિન્દ ન્યુઝ, આણંદ લોકસભા સામાન્ય ચૂંટણી – ૨૦૨૪ નું મતદાન સમગ્ર રાજ્યમાં ત્રીજા તબક્કામાં તા. ૭ મી મે ના રોજ યોજાનાર છે, તેની સાથે જ આણંદ જિલ્લામાં પણ લોકસભા સામાન્ય ચૂંટણી અને ૧૦૮- ખંભાત વિધાનસભાની પેટા ચૂંટણી પણ યોજાશે. આ ચૂંટણીમાં યુવા મતદારોની વાત કરીએ તો ૧૮ થી ૧૯ વર્ષની વય ધરાવતા ખંભાત વિધાનસભામાં ૪૯૦૫, બોરસદ વિધાનસભામાં ૫૮૧૭,આંકલાવ વિધાનસભામાં ૫૬૦૧, ઉમરેઠ વિધાનસભામાં ૫૫૮૭, આણંદ વિધાનસભામાં ૫૩૬૧, પેટલાદ વિધાનસભામાં ૬૧૮૩ અને સોજીત્રા વિધાનસભામાં ૪૯૯૩ મળીને કુલ ૩૮, ૪૪૭ યુવા મતદારો મતદાનમાં સહભાગી બનનાર છે.…
Read MoreCategory: Politics
દેશના એકમાત્ર મતદાર ધરાવતા મત કેન્દ્ર એવા ગીરગઢડાના બાણેજની મુલાકાત લેતા જિલ્લા કલેકટર
હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ મતદારોની દ્રષ્ટીએ ભારત એ વિશ્વની સૌથી મોટી લોકશાહી છે, સાથોસાથ વિશાળ અને વૈવિધ્યસભર ભૂપૃષ્ઠોને કારણે પણ દેશનો એકપણ નાગરિક મતદાનના અધિકારથી વંચિત રહી ન જાય તે સુનિશ્ચિત કરવું એ પણ મોટો પડકાર છે. પરંતુ ભારતના ચૂંટણી પંચના ‘Every Vote Counts’ ના અભિગમને સાર્થક કરવામાં ગીર સોમનાથ જિલ્લાનું ચૂંટણી તંત્ર પણ એટલું જ સુસજ્જ છે. જ્યાં પરિવહનની જરૂરી વ્યવસ્થાઓના અભાવે પહોંચવું મુશ્કેલીભર્યું હોય છે અથવા મતદારોને મતદાન કરવા દૂર સુધીનું અંતર કાપવું પડે છે. આવી તમામ વિપરિત પરિસ્થિતિઓમાં પણ જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર દિગ્વિજયસિંહ ડી.…
Read Moreલોકસભા ચૂંટણીમાં મતદાન માટે મતદાર ફોટો ઓળખકાર્ડ-EPIC ઉપરાંત અન્ય ૧૨ દસ્તાવેજો પણ માન્ય રહેશે
હિન્દ ન્યુઝ, જામનગર લોકસભાની સામાન્ય ચૂંટણી-૨૦૨૪ તથા વિધાનસભાની પેટાચૂંટણી દરમિયાન મતદાન કરતાં પહેલાં મતદારે મતદાર ફોટો ઓળખકાર્ડ-EPIC રજૂ કરી પોતાની ઓળખ પ્રસ્થાપિત કરવાની રહેશે. EPIC ઉપરાંત ભારતના ચૂંટણી પંચ દ્વારા મતદાન માટે અન્ય ૧૨ દસ્તાવેજો પણ માન્ય કરવામાં આવ્યા છે. રાજ્યની ૨૬ લોકસભા બેઠકોની સામાન્ય ચૂંટણી તથા ૦૫ વિધાનસભા બેઠકોની પેટાચૂંટણી માટે તા.૦૭/૦૫/૨૦૨૪ના રોજ મતદાન યોજવામાં આવશે. ભારતના ચૂંટણી પંચની સુચના અનુસાર મતદાનના દિવસે મતદારની ઓળખ માટે મતદાર ફોટો ઓળખકાર્ડ-EPIC રજૂ કરવાનું રહેશે. મતદાર ફોટો ઓળખકાર્ડ-EPIC ની અવેજીમાં અન્ય ૧૨ દસ્તાવેજો ભારતના ચૂંટણી પંચ દ્વારા માન્ય કરવામાં આવ્યા છે…
Read Moreચૂંટણી પ્રચાર માટે કોઈપણ ધાર્મિક સ્થળોનો ઉપયોગ કરવા પર તથા ધાર્મિક કાર્યક્રમોમાં ચૂંટણી પ્રચાર પર પ્રતિબંધ અંગે જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરાયું
હિન્દ ન્યુઝ, ભાવનગર ભારતના ચૂંટણી પંચ દ્વારા લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪નો ચૂંટણી કાર્યક્રમ જાહેર થયેલ છે અને તે મુજબ મતદાન તા.૭/૫/૨૦૨૪ના રોજ તેમજ મતગણતરી ૪/૬/૨૦૨૪ના રોજ થનાર છે તે મુજબ ચૂંટણી પ્રક્રિયા દરમ્યાન આદર્શ આચારસંહિતાનો અમલ કરવા ધાર્મિક સ્થળોનો ચૂંટણી પ્રચાર માટે ઉપયોગ ન થાય તે અંગેના નિયંત્રણ રાખવાની જરૂરિયાત જણાતાં ભાવનગર જિલ્લા મેજિસ્ટ્રેટ આર.કે.મહેતાએ તેમને મળેલી સત્તાની રૂએ જાહેરનામું પ્રસિદ્ધ કર્યું છે. જાહેરનામામાં જણાવ્યાં મુજબ કોઇપણ મંદીર, મસ્જીદ, ચર્ચ, ગુરુદ્વારા અથવા કોઇપણ ધાર્મિક/પ્રાર્થના સ્થળોનો ચૂંટણી પ્રચાર માટે ઉપયોગ કરી શકશે નહી. ધાર્મિક સંસ્થાઓ (દુરૂપયોગ નિવારણ) અધિનિયમ-૧૯૮૮ હેઠળ ધાર્મિક સંસ્થાઓના ફંડ અને…
Read Moreલોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ ઉના ખાતે મતદારોને માટે મતદાર જાગૃતિ અભિયાન અંતર્ગત સમજ અપાઈ
લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ હિન્દ ન્યુઝ, ગીર-સોમનાથ ગીર સોમનાથ જિલ્લાના એચ.એમ.વી કોલેજ ઉના ખાતે વિદ્યાર્થી સન્માન સમારોહ પ્રસંગેમાં મતદાર જાગૃતિ અભિયાન અંતર્ગત તમામ નવા મતદારોને મતદાન મહત્વ સમજાવીને મતદાન કરવાનો સંકલ્પ લેવડાવ્યો હતો. જેમાં વિદ્યાર્થી સન્માન સમારોહ પ્રસંગેમાં કોલેજના વિદ્યાર્થીઓ જેઓ પહેલી વખત પોતાના મતાધિકારનો ઉપયોગ કરવાના હોય તેવા યુવા મતદારોને મતદાનનુ મહત્વ સમજાવવામાં આવ્યું હતું. તેમજ લોકોને મતદાન કરવા અનુરોધ કરવામાં આવ્યો હતો અને તમામ લોકોએ મતદાન કરવા માટે સંકલ્પ લેવડાવવામાં આવ્યો હતો.
Read Moreશોર્ટ મેસેજ સર્વિસીસ (એસએમએસ) ના ઉપયોગ પર પ્રતિબંધ મૂકવા પર જાહેરનામું બહાર પાડતા જિલ્લા મેજિસ્ટ્રેટ
લોકસભા સામાન્ય ચૂંટણી-ર૦૨૪ હિન્દ ન્યુઝ, ભાવનગર ભારતનાં ચૂંટણી આયોગ દ્વારા લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ યોજવાનું જાહેર કરેલ સદર ચૂંટણી અન્વયે કેટલીક વ્યકિતઓ દ્વારા આદર્શ આચારસંહિતા તથા ચૂંટણી કાયદાનો ભંગ થતો હોય તેવા વાંધાજનક શોર્ટ મેસેજ સર્વીસીસ (એસએમએસ) અન્ય વ્યકિતઓને મોકલતા હોય છે. જેથી ચૂંટણી સંદર્ભે આદર્શ આચારસંહિતાનો, ચૂંટણી કાયદાનો તથા ભારતના ચૂંટણી આયોગ દ્વારા વખતો વખત અપાતી સૂચના/આદેશનો ભંગ થાય તેવા શોર્ટ મેસેજ સર્વીસીસ(એસએમએસ) પર પ્રતિબંધ મૂકવો જરૂરી જણાય છે. જિલ્લા મેજિસ્ટ્રેટ, ભાવનગર જિલ્લો, ભાવનગર, ફોજદારી કાર્યરીતિ અધિનિયમ-૧૯૭૩ની (૧૯૭૪ નો બીજો અધિનિયમની) કલમ- ૧૪૪ અન્વયે મળેલ સત્તાની રૂઇએ આથી ફરમાવું છું…
Read Moreચૂંટણી પ્રચાર માટે રાજકીય પક્ષો/ઉમેદવારોએ હંગામી ચૂંટણી કાર્યાલય શરૂ કરવા માટે પાલન કરવાની સૂચનાઓ અંગે ભાવનગર જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરાયું
લોકસભા સામાન્ય ચૂંટણી-ર૦૨૪ હિન્દ ન્યુઝ, ભાવનગર ભારત ચૂંટણી આયોગ દ્વારા લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ યોજવાનું જાહેર કરેલ છે તે મુજબ લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ અંતર્ગત તા.૦૭/૦૫/૨૦૨૪નાં રોજ મતદાન થનાર છે. ભારતના ચૂંટણી આયોગના પરીપત્ર તા.૧૨/૧૧/૨૦૦૭થી આદર્શ આચારસંહિતાનું કડકપણે પાલન કરવાની સુચનાઓ આપવામાં આવેલ છે. જેનો તમામ રાજકીય પક્ષો અને ચૂંટણી લડતા ઉમેદવારોએ તથા તેમના કાર્યકરોએ ચુસ્તપણે અમલ કરવાનો રહે છે. સદરહું આચાર સંહિતામાં રાજકીય પક્ષો/ઉમેદવારો દ્વારા ચૂંટણી પ્રચાર માટે હંગામી ચૂંટણી કાર્યાલય શરૂ કરવા માટેની સૂચનાઓ થયેલ છે.જેને અનુલક્ષીને ભાવનગર જિલ્લા મેજિસ્ટ્રેટ આર.કે.મહેતાએ તેમને મળેલી સત્તાની રૂએ જાહેરનામું પ્રસિદ્ધ કર્યું…
Read Moreજાહેર મકાન, જમીન, ખાનગી મકાન, દિવાલ વગેરે મિલકતોનો બગાડ થતો અટકાવવા અંગે ભાવનગર જિલ્લાના મેજિસ્ટ્રેટ દ્વારા જાહેરનામું બહાર પડાયું
લોકસભા સામાન્ય ચૂંટણી-ર૦૨૪ હિન્દ ન્યુઝ, ભાવનગર ભારતના ચૂંટણી આયોગ દ્વારા લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ યોજવાનું જાહેર કરેલ છે. જેનાં અનુસંધાને ભારતના ચૂંટણી આયોગની તા.૭/૧૦/૨૦૦૮ની સુચનાના પારા-૫(બી) મુજબ જ્યાં મિલ્કતોના બગાડ ઉપર પ્રતિબંધ અંગે સ્થાનિક કાયદો નથી, ત્યાં પણ કોઈપણ પ્રકારનો કાયમી (પરમેનન્ટ) કે અર્ધકાયમી (સેમી પરમેનન્ટ) બગાડ ખાનગી મિલ્કત ઉપર થઈ શકતો નથી. એટલું જ નહીં ખાનગી માલિક મંજુરી આપે તો પણ આવો કાયમી કે અર્ધકાયમી બગાડ થઇ શકતો નથી. પારા-પ(એ) મુજબ હંગામી કે સરળતાથી હટાવી શકાય કે દૂર કરી શકાય તેવી જાહેરાતો જેમ કે, ફલેગ, બેનર્સ વગેરે ખાનગી માલિકની સહમતિથી…
Read Moreચૂંટણી પ્રચાર વખતે કટ આઉટ, ધ્વજ, બેનર,હોર્ડિંગ્સ, પોસ્ટર વગેરેના ઉપયોગ ઉપર તથા શાળા કોલેજોના મેદાનોના ઉપયોગ ઉપર નિયમન કરવા અંગે ભાવનગર જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ
લોકસભા સામાન્ય ચૂંટણી-ર૦૨૪ હિન્દ ન્યુઝ, ભાવનગર ભારતના ચૂંટણી પંચ દ્વારા લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪નો ચૂંટણીનો કાર્યક્રમ જાહેર થયેલ છે. લોકસમાં સામાન્ય ચૂંટણી ૨૦૨૪ સંદર્ભે ચૂંટણી પ્રક્રિયા દરમ્યાન રાજકીય પક્ષો/ ઉમેદવારો તરફથી વિશાળ કટઆઉટ,જાહેરાત પાટીયા/બેનર્સ વગેરે દ્વારા પૈસાની તાકાતનું આડંબરયુક્ત પ્રદર્શન ન થાય તે હેતુથી ભારતના ચૂંટણી પંચ દ્વારા નકકી કરેલ આચારસંહીતા મુજબ તથા અપાયેલ વિવિધ સૂચનાઓ અનુસાર નિયમન કરવું જરૂરી છે. ભાવનગર જિલ્લા મેજિસ્ટ્રેટ આર.કે.મહેતાએ તેમને મળેલી સત્તાની રૂએ જાહેરનામામાં દ્વારા ચૂંટણીલક્ષી ચોપાનીયા, ભીંતચિત્રો, હોડીંગ, બેનર્સ છાપવા/લગાવવા બાબતે તથા શાળા, કોલેજોના મેદાનના ઉપયોગ પર નિયમન કરવા નીચે મુજબના નિયમો તાત્કાલિક અમલમાં…
Read Moreચૂંટણી પ્રચારમાં સત્તાધારી પક્ષ દ્વારા પ્રજાના પૈસાથી થતાં ચૂંટણી પ્રચાર પર પ્રતિબંધ ફરમાવતુ ભાવનગર જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરાયું
લોકસભા સામાન્ય ચૂંટણી-ર૦૨૪ હિન્દ ન્યુઝ, ભાવનગર ભારતના ચૂંટણી આયોગ દ્વારા લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ યોજવાનું જાહેર કરેલ છે. તે મુજબ લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ અંતર્ગત તા.૦૭/૦૫/૨૦૨૪ નાં રોજ મતદાન થનાર છે. ભારતના ચૂંટણી આયોગના તા.૧૩/૪/૨૦૦૯ના પત્રથી આદર્શ આચારસહિતાનું કડકપણે પાલન કરવાની સુચનાઓ આપવામાં આવેલ છે. જેનો તમામ રાજકીય પક્ષો અને ચૂંટણી લડતા ઉમેદવારોએ તથા તેમના કાર્યકરોએ ચુસ્તપણે અમલ કરવાનો રહે છે. સદરહું આચારસંહિતામાં જે-તે વિસ્તારના સત્તાધારી પક્ષ દ્વારા પોતાની સત્તાનો ઉપયોગ કરી પ્રજાના પૈસાથી પોતાના પક્ષની સિધ્ધિઓ કે ચૂંટણી પ્રચાર અંગેની જાહેરાતો વર્તમાનપત્રો તથા અન્ય માધ્યમો દ્વારા કરવા અને હોડીંગ્સ…
Read More