શોર્ટ મેસેજ સર્વિસીસ (એસએમએસ) ના ઉપયોગ પર પ્રતિબંધ મૂકવા પર જાહેરનામું બહાર પાડતા જિલ્લા મેજિસ્ટ્રેટ

લોકસભા સામાન્ય ચૂંટણી-ર૦૨૪

હિન્દ ન્યુઝ, ભાવનગર 

ભારતનાં ચૂંટણી આયોગ દ્વારા લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ યોજવાનું જાહેર કરેલ સદર ચૂંટણી અન્વયે કેટલીક વ્યકિતઓ દ્વારા આદર્શ આચારસંહિતા તથા ચૂંટણી કાયદાનો ભંગ થતો હોય તેવા વાંધાજનક શોર્ટ મેસેજ સર્વીસીસ (એસએમએસ) અન્ય વ્યકિતઓને મોકલતા હોય છે. જેથી ચૂંટણી સંદર્ભે આદર્શ આચારસંહિતાનો, ચૂંટણી કાયદાનો તથા ભારતના ચૂંટણી આયોગ દ્વારા વખતો વખત અપાતી સૂચના/આદેશનો ભંગ થાય તેવા શોર્ટ મેસેજ સર્વીસીસ(એસએમએસ) પર પ્રતિબંધ મૂકવો જરૂરી જણાય છે. જિલ્લા મેજિસ્ટ્રેટ, ભાવનગર જિલ્લો, ભાવનગર, ફોજદારી કાર્યરીતિ અધિનિયમ-૧૯૭૩ની (૧૯૭૪ નો બીજો અધિનિયમની) કલમ- ૧૪૪ અન્વયે મળેલ સત્તાની રૂઇએ આથી ફરમાવું છું કે, ચૂંટણી અન્વયે કોઇ વ્યકિતએ આદર્શ આચારસંહિતાના ભંગ તથા ચૂંટણી કાયદાનો તથા ભારતના ચૂંટણી આયોગ દ્વારા વખતો વખત અપાતી સૂચના/આદેશનો ભંગ થતો હોય છે તેવા વાંધાજનક શોર્ટ મેસેજ સર્વીસીસ(એસએમએસ) અન્ય વ્યકિતઓને મોકલવા નહીં. ચૂંટણી પ્રચારના સમયગાળા દરમિયાન ચૂંટણી પ્રચાર માટે કરાયેલ જથ્થાબંધ (બલ્ક) એસ.એમ.એસ.નો ખર્ચ ઉમેદવારે ખર્ચ રજીસ્ટરમાં નોંધવાનો રહેશે. મતદાન પૂર્ણ થવાના ૪૮ કલાક પહેલાના સમયગાળામાં ચૂંટણી પ્રચાર કે રાજકીય હેતુ માટે જથ્થાબંધ(બલ્ક) એસ.એમ.એસ. કરી શકાશે નહી.

આ જાહેરનામાનું ઉલ્લંધન કરનાર અથવા ઉલ્લંધન માટે મદદ કરનાર શખ્સ ભારતીય દંડ સંહિતાની કલમ-૧૮૮ તથા લોકપ્રતિનિધિત્વ અધિનિયમ-૧૯૫૧ હેઠળ સજાને પાત્ર થશે. આ જાહેરનામું ભાવનગર જિલ્લાના સમગ્ર વિસ્તારને લાગુ પડશે.

આ જાહેરનામું તા. ૧૬ માર્ચ ૨૦૨૪ તારીખથી સમગ્ર ચૂંટણી પ્રક્રિયા પુર્ણ થતા સમય સુધી અમલમાં રહેશે.

 

 

 

Related posts

Leave a Comment