ચુનાવ કા પર્વ, દેશ કા ગર્વ: લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ હિન્દ ન્યુઝ, જામનગર મતદારોમાં મતદાન માટે જાગૃતિ લાવવા હેતુસર મતદાન જાગૃતિ અભિયાન (SVEEP) હેઠળ જામનગરની મહિલા આઈ.ટી.આઈ.ની વિદ્યાર્થીનીઓ તથા શિક્ષકો દ્વારા બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. જિલ્લા શિક્ષણાધિકારી વિડજા અને મહિલા આઈ.ટી.આઈ.ના આચાર્ય જીજ્ઞેશ શાહના માર્ગદર્શન હેઠળ યોજાયેલ બાઈક રેલી શહેરના જનતા ફાટક વિસ્તારના મુખ્ય માર્ગો પર નીકળી હતી. જેમાં વિદ્યાર્થીનીઓ સહિત કચેરીના કર્મચારીઓ અને શિક્ષકો પણ ઉત્સાહપૂર્વક જોડાયા હતા. આ બાઇક રેલી શહેરના મુખ્ય માર્ગો ઉપરથી પસાર થઇને મતદારોને જાગૃત કરતા બેનરો તેમજ સૂત્રોચ્ચાર કરી આઈ.ટી.આઈ. ખાતે સમાપન કરવામાં…
Read MoreCategory: Politics
મતદાનના દિવસે હીટવેવની અસરને ધ્યાને લઈ મતદાન મથકો ખાતે ઓઆરએસના પેકેટ મૂકવામાં આવશે
લોકસભા સામાન્ય ચુંટણી-૨૦૨૪ હિન્દ ન્યુઝ, આણંદ ભારતના હવામાન વિભાગે આગામી ઉનાળાની ઋતુ દરમિયાન સામાન્ય તાપમાનથી વધુની સંભાવનાને પરોક્ષ રીતે નિર્દેશિત કરી છે. જૂન મહિના સુધી હિટવેવ વધુ મજબૂત અને લાંબા સમય સુધી પરિવર્તિત થઈ શકે છે. આગામી લોકસભા સામાન્ય ચૂંટણી -૨૦૨૪ અંતર્ગત હીટવેવની અસરને નિવારવા માટેના પગલાં લેવા જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર પ્રવીણ ચૌધરીએ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. દીપક પરમારને હિટવેવ નોડલ ઓફિસર તરીકે જાહેર કર્યા છે. ડો. દીપક પરમારના જણાવ્યા પ્રમાણે આગામી મે મહિનાની ૭ મી તારીખના રોજ યોજાનાર મતદાનના દિવસે તમામ મતદાન મથકો ખાતે…
Read Moreજિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા મતદાર જાગૃતિનો નવતર પ્રયોગ
લોકસભા સામાન્ય ચૂંટણી -૨૦૨૪ હિન્દ ન્યુઝ, આણંદ લોકસભા સામાન્ય ચૂંટણી -૨૦૨૪ અને ખંભાત વિધાનસભા પેટા ચૂંટણીને ધ્યાને લઇને જિલ્લા ચૂંટણી અધિકારી પ્રવીણ ચૌધરીની અઘ્યક્ષતામાં ચૂંટણી તંત્ર દ્વારા મતદાર જાગૃતિના અનેક કાર્યક્રમો થઈ રહ્યા છે. લોકશાહીના મહાપર્વની ઉજવણીમાં મતદાતાઓનો એક એક મત કિંમતી છે.જેનું મહત્વ જાણીને જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા મતદારોના ઘરે ઘરે જઈને મતદાન કરવા માટેના સંકલ્પ પત્રોનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. આટલાથી નહીં અટકીને જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા લોકશાહી પર્વની ઉજવણી માટે લગ્નપ્રસંગમાં તથા અન્ય પ્રસંગોમાં સહભાગી બનીને મતદાન જાગૃતિની અનોખી પહેલ કરેલ છે. મતદાર જાગૃતિ કાર્યક્રમ…
Read Moreબોમ્બે રાજ્ય અને ત્યારબાદના ગુજરાત રાજ્યમાં ૧૯૫૧ થી ૧૯૮૦ સુધીની યોજાયેલી તમામ ચૂંટણી કરતા ગુજરાતમાં સૌથી વધુ ઉમેદવારો ૧૯૮૪ ની આઠમી લોકસભાની ચૂંટણીમાં જોવા મળ્યા હતા
૧૯૮૪ ની લોકસભાની ચૂંટણીના લેખા જોખા હિન્દ ન્યુઝ, આનંદ ભારતની આઝાદી બાદ ૧૯૫૧ ના વર્ષમાં સમગ્ર દેશમાં લોકસભાની પ્રથમ સામાન્ય ચૂંટણી યોજાઈ હતી. ત્યારબાદ ક્રમશઃ ૧૯૫૭, ૧૯૬૨, ૧૯૬૭, ૧૯૭૧, ૧૯૭૭ અને ૧૯૮૪ ના વર્ષમાં લોકસભાની સામાન્ય ચૂંટણી યોજાઈ હતી. ગુજરાત રાજ્યના પરિપ્રેક્ષમાં જોઈએ તો, લોકસભાની આ પ્રથમ બે ચૂંટણીમાં બોમ્બે રાજ્ય હતું, અને બૃહદ મુંબઈ હેઠળ ગુજરાતના પ્રદેશનો સમાવેશ થતો હતો. જેના કારણે બોમ્બે રાજ્ય નીચે ગુજરાતની કેટલીક બેઠકો આવતી હતી. ગુજરાત રાજ્યની સ્થાપના પછી ૧૯૬૨ માં ગુજરાતમાં ૨૨ બેઠકો હતી, તેમાં ૧૯૬૭ માં ૨ (બે) બેઠકોનો વધારો થતાં…
Read Moreજામનગર જિલ્લામાં લોકસભા સામાન્ય ચૂંટણી-2024 અંતર્ગત ફરજ માટે નિમાયેલા ઝોનલ ઓફિસરની નિમણુંકમાં સુધારા હુકમ જાહેર કરાયો
હિન્દ ન્યુઝ, જામનગર લોકસભા સામાન્ય ચૂંટણી–2024 ના અનુસંધાને જામનગર જિલ્લામાં સમાવિષ્ટ મતદાન મથકો પર કામગીરી સરળતાથી થાય અને મતદાન સ્ટાફને માર્ગદર્શન મળી રહે તે હેતુથી અમુક મતદાન મથકો વચ્ચે 1 ઝોનલ અધિકારીની નિમણૂક કરવામાં આવી છે. જે અધિકારીઓને ચૂંટણી વિષયક કામગીરી સોંપવામાં આવી હોય અને તે પૈકી જે અધિકારી કે કર્મચારીઓને હોદ્દાની રૂએ કાર્યપાલક મેજીસ્ટ્રેટના અધિકાર મળેલા નથી, તો તેઓ ચૂંટણીની કામગીરી મુકત અને ન્યાયી રીતે કરી શકે તેમજ કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતી પર સંપૂર્ણપણે નિયંત્રણ રાખી શકે તે માટે સરકારના ગૃહ વિભાગના જાહેરનામા મુજબ ફોજદારી કાર્યરિતી અધિનિયમ-1973…
Read Moreસુદ્રઢ અને શાંતિપૂર્ણ માહોલમાં લોકસભાની ચૂંટણી યોજવા ગીર સોમનાથ જિલ્લા ચૂંટણી તંત્ર સજ્જ
લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજાની ઉપસ્થિતિમાં લોકસભાની જૂનાગઢ બેઠકમાં સમવિષ્ટ ગીર સોમનાથ જિલ્લામાં ચાર વિધાનસભા મત વિસ્તાર માટેના ઈવીએમ મશીનોને આજે ઈણાજ ખાતે આવેલા વેરહાઉસ ખાતેથી રવાના કરવામાં આવ્યાં હતાં. રવાના કરવામાં આવેલા આ ઈ.વી.એમ મશીન જે-તે વિધાનસભા મત વિસ્તાર ખાતે સુરક્ષિત રીતે રાખવામાં આવશે અને મતદાનના દિવસે તેનો મતદાન માટે ઉપયોગ કરવામાં આવશે. જિલ્લા ચૂંટણી અધિકારીની નિશ્રામાં સુદ્રઢ અને શાંતિપૂર્ણ વાતાવરણમાં લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ યોજાય તે માટે ચૂંટણી તંત્ર સજ્જ થયું છે. તેના ઉપલક્ષમાં ગઈકાલે રાજકીય પક્ષોની ઉપસ્થિતિમાં…
Read Moreમહીસાગર જિલ્લાના લુણાવાડા ખાતે વહેલી સવારે મતદાન જાગૃતિ માટે ભવ્ય ‘વોકેથોન’ યોજાઈ
હિન્દ ન્યુઝ, મહીસાગર આગામી લોકસભા સામાન્ય ચૂંટણી-2024ને અનુલક્ષીને નાગરિકો પોતાના મતાધિકારનો વધુમાં વધુ ઉપયોગ કરી લોકશાહીના પર્વમાં યોગદાન આપે તેવા આશયથી મહીસાગર જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર શ્રીમતી નેહાકુમારી, જિલ્લા વિકાસ અધિકારી સીએલ પટેલ અને જિલ્લા પોલીસ અધિક્ષક જયદીપસિંહ જાડેજાએ લુણાવાડા ઇન્દિરા મેદાન ખાતેથી ‘ચુનાવ કા પર્વ’ની ઉજવણી અંતર્ગત મતદાન જાગૃતિ વોકેથોનને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું.આ વોકેથોન લુણાવાડા નગરમાં દરકોલી દરવાજા, નગરપાલિકા, ફુવારા ચોક માંડવી બજાર થઇ ઇન્દિરા મેદાન ખાતે પરત ફરી હતી. કાર્યક્રમના પ્રારંભે જિલ્લા કલેકટર, જિલ્લા વિકાસ અધિકારીશ્રી અને જિલ્લા પોલીસ અધિક્ષકએ મતદાનના…
Read Moreરંગોળી, ક્વિઝ કોમ્પિટિશન, સેલ્ફી પોઈન્ટ દ્વારા તાલાલા ખાતે મતદાન જાગૃતિ ફેલાવવામાં આવી
હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ તાલાલા મામલતદાર કચેરી તથા તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારીની કચેરીના સંયુક્ત ઉપક્રમે સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજ, તાલાલા દ્વારા બસ સ્ટેશન ખાતે રંગોળી, ક્વિઝ કોમ્પિટિશન, સેલ્ફી પોઈન્ટ જેવી વિવિધ પ્રવૃત્તિઓ દ્વારા મતદાન જાગૃતિ ફેલાવી ‘મતદાન અવશ્ય કરો’નો સંદેશો આપવામાં આવ્યો હતો. જિલ્લાના મતદારોમાં મતદાન પ્રત્યેની જાગૃતિ કેળવાય તે હેતુથી ‘વોટ ફોર નેશન’ની થીમ અંતર્ગત સુંદર રંગોળી દ્વારા ભારતનો નકશો બનાવવામાં આવ્યો હતો. તેમજ ‘નથીંગ લાઈક વોટિંગ’ અને ‘દસ મિનિટ દેશ કે નામ’ જેવી મતદાનને લગતી વિવિધ થીમ અંતર્ગત મતદાન જાગૃતિ કાર્યક્રમને અનુલક્ષીને સરકારી વિનયન અને…
Read Moreવેરાવળ સિવિલ હોસ્પિટલ દ્વારા દર્દીના કેસ પેપરમાં પણ મતદાન જાગૃતિનો સંદેશો
દર્દીની સેવા સાથે રાષ્ટ્રસેવા હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજાના માર્ગદર્શનમાં વધુમાં વધુ મતદાન થાય તે માટે વિવિધ વિભાગો દ્વારા વિવિધ પ્રયાસ હાથ ધરવામાં આવી રહ્યાં છે. આ જ ઉપક્રમમાં વેરાવળ સિવિલ હોસ્પિટલ દ્વારા દર્દીઓના કેસ પેપરમાં મતદાન જાગૃતિનો સિક્કો લગાવી અવશ્ય મતદાન કરવાં અનુરોધ કરી દર્દીની સેવા સાથે રાષ્ટ્રસેવાની ફરજ નિભાવવામાં આવી રહી છે. જિલ્લાના વધુમાં વધુ મતદારો ચૂંટણીના મહાપર્વમાં સહભાગી થાય અને પોતાના અમૂલ્ય મતાધિકારનો ઉપયોગ કરે તે માટે વેરાવળ સિવિલ હોસ્પીટલ દ્વારા દૈનિક ૭૦૦ કેસ પેપરમાં મતદાર જાગૃતિનો સિક્કો લગાવીને…
Read Moreજિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજાએ શાકભાજી વેચતા વેપારીઓને કાપડની થેલી આપી મતદાન અંગે જાગૃત કર્યા
ચૂનાવ કા પર્વ-દેશ કા ગર્વ હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ લોકશાહીના પર્વમાં દરેક મતદાર સહભાગી બની લોકશાહીનો પાયો મજબૂત બનાવે તે માટે લોકોને અવશ્ય મતદાન કરવા અપીલ સાથેના સંદેશા આપવામાં આવી રહ્યા છે. ત્યારે આજે ગીર સોમનાથ જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજા દ્વારા મતદાન જાગૃતિના સંદેશા માટે નવતર પ્રયોગ કરી વેરાવળ શાકમાર્કેટ ખાતેના વેપારીઓને કાપડની થેલીઓનું વિતરણ કરવામાં આવ્યું હતું. કલેક્ટર એ આ અંગે જણાવ્યું હતું કે, પ્લાસ્ટિકમુક્ત ભારત માટે પ્લાસ્ટિકની થેલીની જગ્યાએ કાપડની થેલી વાપરવાથી પર્યાવરણનું સંરક્ષણ થશે. તેમણે શાકભાજીના વેપારીઓને પોતાના શાકભાજીના વેચાણ માટે કાપડની…
Read More