સૌરાષ્ટ્ર પ્રાંત દુર્ગાવાહિની ‘શૌર્ય પ્રશિક્ષણ વર્ગ’ માં જામનગર જિલ્લાની બહેનો જોડાયા

હિન્દ ન્યુઝ, જામનગર     ‘વિશ્વ હિન્દુ પરિષદ‘ માં હિન્દુ યુવતીઓનું સંગઠન ‘દુર્ગાવાહિની‘ જે દેશભરમાં બહેનોમાં હિન્દુ ધર્મ, સમાજ, રાષ્ટ્ર સંસ્કૃતિની ભાવના જગાડવાનું કાર્ય કરે છે. આ સંગઠન દ્વારા રાષ્ટ્ર ભકિત સાથે હિન્દુત્વ તેમજ સ્વાભિમાન તથા વર્તમાન સ્થિતિમાં પોતાની તથા પરિવારની અને હિન્દુ સમાજની સેવા, સુરક્ષા, સહકારના ધ્યેય સાથે યુવતીઓ શારીરિક, માનસિક અને બૌધ્ધિક રીતે સક્ષમ બને એ માટે નિ:યુદ્ધ, દંડ, રાયફલ શુટીંગ, બાધા, યોગાસન, દેશી રમતો અને વ્યાયામ યોગ સાથે દેશની વર્તમાન પરિસ્થિતિ સાથે ઈતિહાસ, વૈભવ, હિન્દુ પરંપરા, રીતરીવાજ, રહેણીકરણી વગેરેની જાણકારી કેન્દ્રીય, ક્ષેત્રીય, પ્રાંતિય પદાધિકારીઓ દ્વારા આપવામાં આવશે.…

Read More

વિદ્યાર્થીઓને વિવિધ પ્રમાણપત્રો સરળતાથી મળી રહે તે માટે ગીર સોમનાથ જિલ્લાના વિવિધ તાલુકા મથકો ખાતે મોડલ જનસેવા કેન્દ્રો શરૂ કરાયાં

હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ     સમગ્ર રાજ્ય સાથે ગીર સોમનાથ જિલ્લામાં વિદ્યાર્થીઓ માટે અત્યારે ઉનાળાનું વેકેશન ચાલી રહ્યું છે. આ સમયગાળામાં વિદ્યાર્થીઓને ઉચ્ચ અભ્યાસ માટે શૈક્ષણિક સંસ્થાઓમાં પ્રવેશ મેળવવા માટે જાતિ અંગેના પ્રમાણપત્રો, આવકના દાખલા, નોન ક્રિમિલિયર સર્ટિફિકેટ વગેરે જુદા – જુદા દાખલાઓની જરૂરિયાત રહેતી હોય છે. આવા દાખલાઓ મેળવવા માટે મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ / વાલીઓ તાલુકામાં મામલતદાર કચેરી ખાતે આવતા હોય છે. આ માટે જિલ્લા કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજા દ્વારા રાજ્ય સરકારની સૂચના મુજબ આગોતરું આયોજન કરી તાલુકા મથકે મોડેલ જનસેવા કેન્દ્રો ઉભા કરવામાં આવેલ છે. જ્યાં નાગરિકોને યોગ્ય…

Read More

સોમનાથની રક્ષામાં પ્રાણોની આહુતિ આપનાર વીર હમીરજી ગોહિલની વીરગતિ તિથિ પર વિશેષ પૂજન

હિન્દ ન્યુઝ, સોમનાથ પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મંદિર પર જ્યારે વિધર્મી આક્રાંતાઓ દ્વારા આક્રમણ કરવામાં આવ્યું ત્યારે સોમનાથ થી દુર લાઠી રજવાડાના સૌથી નાના રાજકુમાર હમીરજી ગોહિલ પોતાના સાથીઓ સાથે હજારોના સૈન્યનો સામનો કરવા માર્ગમાં મળેલ વીર વેગડાજી ભીલ સાથે મળી પોતાના પ્રાણની ચિંતા કર્યા વગર સોમનાથની રક્ષા કાજે પહોંચ્યા હતા. પોતાના જીવની આહુતિ આપીને પણ સોમનાથ મહાદેવની રક્ષા કરવાનો તેમનો અડગ નિશ્ચય તેમની વીરતા અને શિવભક્તિનું સાક્ષાત પ્રમાણ હતું. સોમનાથની રક્ષામાં હમીરજીએ વૈશાખ સુદ નવમીની તિથિ પર વીરગતિ પ્રાપ્ત કરી હતી. ત્યારે શ્રી સોમનાથ ટ્રસ્ટ તરફથી જનરલ મેનેજર શ્રી વિજયસિંહ…

Read More

ગીર સોમનાથ જિલ્લા આરટીઓ કચેરી ખાતે તા.૧૬ થી ૧૮ મે સુધી સોફ્ટવેરને લગતી કામગીરી બંધ રહેશે

હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ      ગીર સોમનાથ જિલ્લા આરટીઓ કચેરી ખાતે તા.૧૬ થી ૧૮ મે સુધી સોફ્ટવેરને લગતી કામગીરી બંધ રહેશે. ગીર સોમનાથ આરટીઓ કચેરી, ઈણાજ ખાતેના કાર્યરત છે. આરટીઓ કચેરી ખાતેના સારથી પોર્ટલ પર તા.૧૬-૫-૨૦૨૪ થી ૧૮-૫-૨૦૨૪ સુધી સોફ્ટવેરને લગતી કામગીરી બંધ રહેશે. જેમાં આરટીઓ કચેરી ખાતે લાયસન્સમાં નવા વ્હિકલ ક્લાસનો ઉમેરો કરવો, લાયસન્સ રિન્યુઅલ, કંડકટર લાયસન્સ જેવી તમામ કામગીરી બંધ રહેશે તેમ સહાયક પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારી, ગીર સોમનાથની યાદીમાં જણાવાયું છે. Advt.  

Read More

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા બિનઉપયોગી વસ્તુઓમાંથી નવીનતમ વસ્તુઓ બનાવવા માટે એક દિવસીય વર્કશોપનું આયોજન

હિન્દ ન્યુઝ,રાજકોટ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા સ્વચ્છ સર્વેક્ષણ–૨૦૨૪ અંતર્ગતવોર્ડ નં.૦૨ ખાતે રાજીવનગર તથા સંજયનગર વિસ્તારનાં સ્વ-સહાય જૂથની બહેનો માટે ઘરમાં પડી રહેલ બિનઉપયોગી વસ્તુઓમાંથી નવીનતમ વસ્તુઓ બનાવવા માટે એક દિવસીય વર્કશોપનું આયોજન કરવામાં આવેલ હતું. આ વર્કશોપમાં વેસ્ટ પૂઠામાંથી સુશોભિત વોલફ્રેમ, જુના કપડા/કાપડમાંથી ફેબ્રીક જ્વેલેરી, તોરણ, ટોડલીયા વગેરે વેસ્ટ વસ્તુઓનો સદુપયોગ કરીને તેનું નવીનીકરણ કરી ઘરઉપયોગી સુશોભિત કૃતિઓ બનાવવાની સ્વ-સહાય જૂથના બહેનોને માસ્ટર તેજલબહેન પોપટ દ્વારા તાલીમ આપવામાં આવેલ હતી. આ તાલીમ થકી સ્વ-સહાય જૂથની બહેનો દ્વારા વેસ્ટ વસ્તુઓ કે શહેરમાંથી ઉત્પાદિત થતો કચરો જ્યાં ત્યાં ફેક્વાને બદલે તેનો સદઉપયોગ કરી…

Read More

જામનગર જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આકાશી વીજળીથી બચવા અંગે માર્ગદર્શિકા જાહેર કરાઈ

હિન્દ ન્યુઝ, જામનગર      આગામી સમયમાં વર્ષાઋતુમાં સમગ્ર જામનગર જિલ્લામાં વીજળી પડવાને કારણે પશુ મૃત્યુના બનાવ બને કે અન્ય નુકસાન થાય તેવી શક્યતા રહેલી છે. તેથી આકાશી વીજળીથી સુરક્ષિત રહેવા માટે પગલાં લેવા જરૂરી જણાય છે. જામનગરની જાહેર જનતાને આકાશી વીજળીથી બચવા માટે અત્રે જણાવ્યા અનુસાર માર્ગદર્શિકાનું પાલન કરવા માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે. આકાશી વીજળી થતી હોય ત્યારે ઘરની અંદર હોવાના કિસ્સામાં શું કરવું જોઈએ ?? (1) વીજળીથી ચાલતા ઉપકરણોથી દૂર રહેવું જોઈએ. (2) બારી-બારણાં અને છતથી દૂર રહેવું જોઈએ. (3) વીજળીના વાહક બને…

Read More

નીકાવા ગામમાં આવેલ હજરત હાજી કાસમદાદા ખલિફા દરગાહ શરીફ ખાતે ઉર્સે-એ-કાસમી ઉજવાશે

હિન્દ ન્યુઝ, કાલાવડ       આવતી કાલ નાં રોજ તા. 17-05-2024 ને શુક્રવાર (મુ. તા. 8 જિલ્કાદ) ના રોજ નિકાવા ખાતે વલી અલ્લાહ હજરત હાજી કાસમ દાદા ખલિફાએ સોહરવર્દી રહેમતુલ્લાહેનો 23 મો શાનદાર ઉર્ષ ઉજવાશે. જેમાં સવારે 11:30 એ પાંધીઓ માટે રોટની દાવત, ત્યારબાદ બપોરે 04:30 એ સંદલ મુબારકનું જુલુસ , ત્યાર બાદ સાંજના 07:00 થી 10:00 ન્યાજ તકસિમ કરવામાં આવશે. ત્યાર બાદ ઈશા નમાજ બાદ મોલાના અબ્દુલ કાદરીબાપુ (હડમતારા વાળા) તકરીર ફરમાવશે અને ત્યાર બાદ રાત્રે 10:30 થી મુકરીરે ખુસૂશી “હજરત અલ્લામા મોલાના મુફ્તી ગુલ્ફામ રજા રામપુરી” તેમની…

Read More

કવિ કલાપી ટાઉનશીપ વિંગ – એ માં સ્થાનિક રહેવાસીઓને ફાયર સેફ્ટી અંગે તાલીમ અપાઇ

હિન્દ ન્યુઝ, રાજકોટ           રાજકોટ મહાનગર પાલિકા ફાયર અને ઈમરજન્સી સર્વિસીઝ દ્વારા રાજકોટ શહેર વિસ્તારમાં આવેલ હાઇરાઇઝ બિલ્ડીંગમાં લગાવવામાં આવતી ફાયર સેફટીના સાધનો જે બિલ્ડીંગમાં રહેતા લોકોને જાગૃતી માટે તા.૧૩/૦૫/૨૦૨૪ ના રોજ કવિ કલાપી ટાઉનશીપ વિંગ – એ, વિનોદનગર પાણીના ટાંકા પાસે, કોઠારીયા રોડ, રાજકોટ ખાતે ફાયર સેફટીની મોકડ્રીલનું આયોજન કરવામા આવેલ, જેમાં અંદાજે ૧૦ રહેવાસીઓ જોડાયેલ.           આ મોકડ્રીલ દ્વારા બિલ્ડીંગમાં લગાવવામાં આવેલ ફાયર સીસ્ટમ અને ફાયર સેફટીના સાધનોને આગ લાગે ત્યારે કઇ રીતે ઉપયોગ કરવો, શું કરવું અને શું ન…

Read More

છોટાઉદેપુર જિલ્લાના ટુ વ્હીલર વાહનચાલકો પસંદગીના નંબરો મેળવી શકશે

હિન્દ ન્યુઝ, છોટાઉદેપુર    સહાયક પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી, છોટાઉદેપુર દ્વારા ટુ વ્હીલર વાહનોની નવી સિરીઝ GJ34 Q ના ગોલ્ડન-સિલ્વર તેમજ પ્રથમ વખત બધા નંબરોની ઓનલાઈન હરાજી કરવામાં આવનાર છે. પસંદગીના નંબર મેળવવાની ઇચ્છા ધરાવતા વાહન માલિકો તેમના વાહનોનું ઓનલાઇન http://parivahan.gov.in/fancy પર રજીસ્ટ્રેશન કરી હરાજીમાં ભાગ લઇ શકશે. આ માટે તા.૨૧/૦૫/૨૦૨૪ થી તા.૨૩/૦૫/૨૦૨૪ સુધીમાં ઓક્શન માટે ઓનલાઈન CNA ફોર્મ રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે અને એપ્લીકેશન કરવાની રહેશે. ત્યારબાદ તા.૨૩/૦૫/૨૦૨૪ થી તા.૨૫/૦૫/૨૦૨૪ સુધીમાં ઓક્શનનું બિડિંગ કરવાનું રહેશે. અરજદારે તા.૨૭/૦૫/૨૦૨૪ ના રોજ બપોરે ૦૩-૦૦ કલાક બાદ સહાયક પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારી, છોટાઉદેપુરની કચેરીમાં…

Read More

તા.૩૧ જુલાઈ સુધીમાં પેન્શનરોએ હયાતીની ખરાઈ કરાવી લેવી

આણંદ જિલ્લાના પેન્શનરો જોગ હિન્દ ન્યુઝ, આણંદ     જિલ્લા તિજોરી કચેરી,આણંદ ખાતેથી રાજ્ય અને કેન્દ્ર સરકારનું પેન્શન મેળવતા પેન્શનરોએ પોતાની વાર્ષિક હયાતીની ખરાઈ પોતાની બેન્ક ખાતે જઈને તા.૩૧ જુલાઈ ૨૦૨૪ સુધીમાં કરાવી લેવા જિલ્લા તિજોરી અધિકારી દ્વારા એક અખબારી યાદીમાં જણાવાયું છે.         વધુમાં જિલ્લા તિજોરી અધિકારી દ્વારા જણાવ્યું છે કે, પેન્શનર http://www.jeevanpramaan.gov.in વેબસાઈટ ઉપર પણ ઓનલાઈન હયાતીની ખરાઈ કરાવી શકાય છે. આ ઉપરાંત જે પેન્શનરોએ આધારકાર્ડ, પાનકાર્ડ તથા મોબાઈલ નંબર હજી સુધી આપેલ નથી તેવા પેન્શનરોએ હયાતીના ફોર્મની સાથે જ અચૂક આધારકાર્ડ, પાનકાર્ડ તથા મોબાઈલ…

Read More